X
X

Fact Check: રાજસ્થાનના અપક્ષ ધારાસભ્યના ભાષણની ક્લિપને એડિટ કરીને ખોટા દાવાની સાથે કરાઈ રહી છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં એક નેતાને ભારતીય જનતા પાર્ટી (BJP) અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ટીકા કરતા જોઈ અને સાંભળી શકાય છે. વીડિયોમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ જોવા મળી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે આ વીડિયો સંસદની કાર્યવાહીનો છે, જેમાં કોઈ પાર્ટીના નેતાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં વિવાદાસ્પદ શબ્દોમાં તેમની સરકારની ટીકા કરી હતી. કેટલાક યુઝર્સ વીડિયો ક્લિપને શેર કરીને દાવો કરી રહ્યા છે કે રાજસ્થાનના સાંસદે સંસદમાં ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો હોવાનું સામે આવ્યું છે. વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ ઓલ્ટર્ડ છે, જેને એડિટિંગની મદદથી તૈયાર કરવામાં આવી છે. કેન્દ્ર સરકારની ટીકા કરતા જોવા મળી રહેલા નેતા બલજીત યાદવ (બહરોડ) છે અને કેન્દ્રની મોદી સરકારની ટીકા કરતું તેમનું ભાષણ રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી સમયનું છે. આ ભાષણની વીડિયો ક્લિપને એડિટ કરી તેમાં લોકસભાની કાર્યવાહીનો વીડિયો ઉમેરવામાં આવ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

કેટલાક યુઝર્સે વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 9599299372 પર વાયરલ ગ્રાફિક્સને મોકલીને તેની સત્યતા જણાવવા વિનંતી કરી છે.

વિશ્વાસ ન્યૂઝ ટીપલાઈન પર કરવામાં આવી વિનંતી.

ફેસબુક અને યુ-ટ્યુબ સહિત સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ વીડિયો ક્લિપમાં જોવા મળી રહેલું ગૃહ સંસદની કોઈપણ સભાનું નથી. સ્પષ્ટ છે કે વીડિયો ક્લિપ કોઈ રાજ્યની વિધાનસભાની કાર્યવાહીની છે. વાયરલ વીડિયોની કી-ફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરતા અમને ‘PoliTalks’ નામની YouTube ચેનલ પર અપલોડ કરવામાં આવેલી વીડિયો ક્લિપ મળી, જે વાયરલ વીડિયોનું અસલી વર્ઝન છે.

આપવામાં આવેલી જાણકારી મુજબ, વીડિયોમાં કેન્દ્ર સરકારની ટીકા કરતા જોવા મળી રહેલા વ્યક્તિ રાજસ્થાનની બહરોડ વિધાનસભા બેઠકના અપક્ષ ધારાસભ્ય બલજીત યાદવ છે. 1 માર્ચ, 2021ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં 26.22 મિનિટની ફ્રેમથી આગળનો વીડિયો વાયરલ વીડિયો ક્લિપ સાથે મેળ ખાય છે. 

ઘણી અન્ય વીડિયો ક્લિપમાં પણ ધારાસભ્ય બલજીત યાદવના ઘણા અલગ-અલગ નિવેદનોનો ઉલ્લેખ છે. 

S

રાજસ્થાન વિધાનસભાની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બલજીત યાદવ અલવર જિલ્લાની બહરોડ વિધાનસભા બેઠક પરથી અપક્ષ ધારાસભ્ય છે.

વાયરલ વીડિયો ક્લિપને લઈને અમે જયપુરના સ્થાનિક પત્રકાર મનીષ ગોધા સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટી કરતા જણાવ્યું કે, વાયરલ વીડિયો ક્લિપમાં દેખાતી વ્યક્તિ બલજીત યાદવ છે, જેઓ રાજસ્થાનની બહરોડ વિધાનસભા સીટના અપક્ષ ધારાસભ્ય છે.

નિષ્કર્ષ: રાજસ્થાન વિધાનસભાની કાર્યવાહી દરમિયાન અપક્ષ ધારાસભ્ય બલજીત યાદવે આપેલા ભાષણની એડિટેડ ક્લિપને આ દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે કે તેમણે લોકસભામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં તેમની સરકારની ટીકા કરી. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જણવા મળ્યું છે કે તેમના વિધાનસભામાં આપવામાં આવેલા ભાષણમાં લોકસભાની કાર્યવાહીની ફૂટેજને એડિટ કરીને જોડવામાં આવી છે. 

  • Claim Review : રાજસ્થાનના સાંસદે સંસદમાં નરેન્દ્ર મોદીની ટીકા કરી.
  • Claimed By : Tipline User
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later