Fact Check: શાઇસ્તા પરવીનનો ડિસેમ્બર 2021નો વીડિયો અસદના એન્કાઉન્ટર પછીનો જણાવી કરાઈ રહ્યો છે વાયરલ
- By: Sharad Prakash Asthana
- Published: Apr 20, 2023 at 05:25 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): અતીક અહેમદ અને અશરફની હત્યા બાદ પોલીસ હવે શાઈસ્તા પરવીનને શોધી રહી છે. આ દરમિયાન સોશિયલ મીડિયા પર જાહેર સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં બુરખો પહેરેલી એક મહિલા લોકોને સંબોધિત કરતી જોવા મળી રહી છે. તેને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે અસદના એન્કાઉન્ટર બાદ શાઇસ્તા પરવીને ધમકી આપી છે.
વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો ડિસેમ્બર 2021નો છે. આમાં અતીકના પુત્રને પણ જોઈ શકાય છે. વાસ્તવમાં ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણી 2022 પહેલા કાનપુરમાં AIMIMની એક જાહેર સભામાં શાઇસ્તાએ રેલીને સંબોધિત કરી હતી. આ વીડિયો તે જાહેર સભાનો છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝરે ‘બિગ ન્યૂઝ’ (આર્કાઇવ લિંક)એ 15 એપ્રિલે વીડિયો પોસ્ટ કરતા લખ્યું, “પોલીસની કડક કાર્યવાહીની વચ્ચે યોગી પર શાઇસ્તા પરવીનનું આ નિવેદન સમગ્ર રાજ્ય સાંભળી રહ્યું છે, બધા ચોંકી ગયા છે”
7.55 મિનિટના વીડિયોમાં બુરખો પહેરેલી મહિલા અખિલેશ યાદવ, કોંગ્રેસ અને ભાજપ પર નિશાન સાધી રહી છે. આમાં તે AIMIM ઓવૈસીના વખાણ કરી રહી છે.
વિશ્વાસ ન્યૂઝના ટિપલાઇન નંબર +91 95992 99372 પર પણ અમને આ વીડિયો ચેક કરવા માટે મળ્યો.
તપાસ
વાયરલ દાવાની તપાસ માટે અમે સૌથી પહેલા વીડિયોને ધ્યાનથી જોયો. આમાં બુરખો પહેરેલી મહિલા સપા, કોંગ્રેસ અને ભાજપ પર આકરા પ્રહાર કરી રહી છે. જ્યારે AIMIMના ઓવૈસીના વખાણ કરી રહી છે. વીડિયોમાં મંચ પર ઔવેસીને પણ જોઈ શકાય છે. સ્ટેજ પર લાગેલા બેનર પર ‘શોષિત વંચિત સમાજ જનસભા, AIMIM કાનપુર’ લખેલું છે.
આ પછી અમે કીવર્ડ્સ સાથે તેના વિશે સર્ચ કર્યું. ઓલ ઈન્ડિયા મજલિસ-એ-ઈત્તેહાદુલ મુસ્લિમીનના વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર 12 ડિસેમ્બર 2021ના રોજ એક વીડિયો અપલોડ કરવામાં આવ્યો છે. તેનું ટાઈટલ છે, ‘બૈરિસ્ટર અસદુદ્દીન ઓવૈસીએ કાનપુરમાં શોષિત વંચિત સમાજ સંમેલનને સંબોધિત કર્યું હતું.’ વીડિયોમાં સ્ટેજની સજાવટ વાયરલ વીડિયોના સ્ટેજ સાથે મેચ થઈ રહી છે.
13 ડિસેમ્બર 2021ના રોજ આઝમી મુશાયરા મીડિયાની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર પણ આ કાર્યક્રમ સંબંધિત વીડિયોને જોઈ શકાય છે. વીડિયો 2022ની વિધાનસભા ચૂંટણી પહેલાનો છે. તેનું ટાઈટલ છે ‘ શેરે પૂર્વાંચલ કા પૈગામ કાનપુર કી અવામ કે નામ/Ateeq Ahmad/Asaduddin Owaisi/Up Election/Kanpur Aimim’ આ વીડિયોમાં વક્તા કહી રહ્યા છે કે પૂર્વ સાંસદ અતીક અહેમદનો પુત્ર અલી અને અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીન કાર્યક્રમમાં હાજર છે. હાલ અતીક અહેમદ અમદાવાદની સાબરમતી જેલમાં છે. તેમણે એક સંદેશ મોકલ્યો છે, જેને શાઇસ્તા પરવીન વાંચીને સંભળાવશે. આમાં 5.28 મિનિટ પછી વાયરલ વીડિયો ક્લિપને જોઈ શકાય છે.
12 ડિસેમ્બર 2021ના રોજ ઝી ન્યૂઝમાં પણ આ વિશેના સમાચાર પ્રકાશિત કરવામાં આવ્યા છે. આ મુજબ, “ઉત્તર પ્રદેશ વિધાનસભા ચૂંટણી 2022 પહેલા રાજ્યમાં રાજકીય ગતિવિધિઓ તેજ થઈ ગઈ છે. AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસી અને અતીક અહેમદની પત્ની શાઈસ્તા પરવીને કાનપુરમાં જાહેર સભાને સંબોધિત કરી. આ દરમિયાન શાઇસ્તા પરવીને અખિલેશ યાદવ પર ગંભીર આરોપ લગાવ્યા હતા.”
16 એપ્રિલ 2023એ દૈનિક જાગરણમાં પ્રકાશિત સમાચારમાં લખ્યું છે, “13 એપ્રિલે બપોરે ઝાંસીમાં STF સાથેની અથડામણમાં અસદ અને ગુલામ માર્યા ગયા.”
આ વિશે વધુ માહિતી માટે અમે કાનપુરમાં દૈનિક જાગરણના રિપોર્ટર ગૌરવ દીક્ષિત સાથે વાત કરી તેમને વાયરલ વીડિયો મોકલ્યો. તેમનું કહેવું છે, “આ વીડિયો યુપી વિધાનસભા ચૂંટણી 2022 પહેલાનો છે. કાનપુરમાં યોજાયેલી જાહેર સભામાં શાઇસ્તા પરવીને લખેલો સંદેશ વાંચી સંભળાવ્યો હતો.”
વીડિયોને ભ્રામક દાવા સાથે શેર કરનાર ફેસબુક યુઝર ‘બિગ ન્યૂઝ’ની પ્રોફાઇલને અમે સ્કેન કરી. 29 સપ્ટેમ્બર 2022ના રોજ બનાવવામાં આવેલા આ પેજના લગભગ 1 લાખ 42 હજાર ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: અતીક અહેમદની પત્ની શાઇસ્તા પરવીનનો વીડિયો UP વિધાનસભા ચૂંટણી 2022 પહેલાનો છે, જ્યારે અસદનું એન્કાઉન્ટર 13 એપ્રિલ 2023ના રોજ થયું હતું. વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : પોલીસની કડક કાર્યવાહીની વચ્ચે યોગી પર શાઇસ્તા પરવીનનું આ નિવેદન સમગ્ર રાજ્ય સાંભળી રહ્યું છે, બધા ચોંકી ગયા છે
- Claimed By : FB User- बिग न्यूज
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.