Fact Check: સુરતમાં માથાભારે પ્રેમીએ કરી છોકરીનું ગળું કાપીને હત્યા, સાંપ્રદાયિક રંગ આપીને સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે વિડીયો

ગુજરાતના સુરતમાં માથાભારે પ્રેમીએ મા-ભાઈની સામે છોકરીની ગળું કાપીને હત્યા કરી દીધી હતી અને આ ઘટનાના વિડીયોને સાંપ્રદાયિક રંગ આપીને ફેક દાવાથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. ઘટનામાં સામેલ પીડિત અને આરોપી એક જ સમુદાય સાથે સંબંધિત છે, જેમને હિંદુ અને મુસ્લિમ સમુદાયના દર્શાવીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ). સોશિયલ મીડિયા પર હત્યા સાથે સંબંધિત એક વિડીયોને સાંપ્રદાયિક દાવાથી વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે સુરતમાં એક હિંદુ છોકરીએ મુસ્લિમ ધર્મ અપનાવવાનો ઈનકાર કરી દીધો હતો, જેના કારણે મુસ્લિમ છોકરાએ ગળું કાપી નાખીને હિંદુ છોકરીની હત્યા કરી દીધી હતી.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો દુષ્પ્રચાર નીકળ્યો. વાયરલ થઈ રહેલો વિડીયો ગુજરાતના સુરતમાં થયેલ હત્યાકાંડ સાથે સંબંધિત છે અને આ ઘટનાના આરોપી તથા પીડિત બંને એક જ ધર્મ સાથે સંબંધિત છે. હત્યાકાંડના આ વિડીયોને સાંપ્રદાયિક રંગ આપીને વાયરલ કરવામાં આવી રહ્યો છે.

શું છે વાયરલ?

સોશિયલ મીડિયા યૂઝર ‘અર્જુન કુર્મી’ એ વાયરલ વિડીયો (આર્કાઈવ લિંક) ને શેર કરીને લખ્યું છે, “સુરતમાં હિંદુ છોકરીએ મુસલમાન બનવાનો ઈનકાર કર્યો તો કટ્ટરપંથી મુસલમાને છોકરીને મારી નાખી અરે મારા હિંદુ સુધી પોતાની હિંદુ છોકરીઓને હિંદુ ભાઈઓને આવી જ રીતે કપાવતા રહેશો હવે તો સમય આવી ગયો છે જાગો મારા હિંદુ હો.”

કેટલાક અન્ય યૂઝર્સે આ વિડીયોને સમાન અને મળતા આવતા દાવા સાથે શેર કર્યો છે. સોશિયલ મીડિયાના અલગ અલગ પ્લેટફોર્મ ઉપર પણ કેટલાક અન્ય યૂઝર્સે આ વિડીયોને સમાન દાવા સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ વિડીયોની કી-ફ્રેમ્સને રિવર્સ ઈમેજ સર્ચ કરવા પર અમને એવા અનેક ન્યૂઝ આર્ટિકલ મળ્યા, જેમાં વાયરલ વિડીયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર 13 ફેબ્રુઆરીના રોજ પ્રકાશિત રિપોર્ટમાં આ ઘટનાનો ઉલ્લેખ છે. રિપોર્ટમાં વપરાયેલ વિડીયો એ જ છે, જે સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.

રિપોર્ટમાં આપેલી જાણકારી અનુસાર, ગુજરાતના સુરતમાં એકતરફી પ્રેમની ઘટનામાં ગોયાનીએ 22 વર્ષીય વિદ્યાર્થીની ગ્રીષ્મા વેકરિયાની તેના કુટુંબીજનોની સામે જ ગળું કાપીને હત્યા કરી દીધી હતી.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અન્ય રિપોર્ટમાં પોલીસ ઉપ-અધિક્ષક બી કે વાનરના હવાલાથી જણાવવામાં આવ્યું છે, ‘આરોપી અને પીડિતા એક જ શાળામાં સાથે ભણતા હતા અને આરોપી પીડિત છોકરીની સાથે રિલેશનશિપ બનાવવા માગતો હતો, જેનો છોકરી અને તેના કુટુંબીજનો વિરોધ કરી રહ્યા હતા. શનિવારે સાંજે 6 વાગે પીડિતાના કાકાએ ગોયાનીને છોકરીથી દૂર રહેવાનું કહેલું. ગોયાની જ્યારે છોકરીને મળવા માટે આગળ વધ્યો તો કાકાએ તેણે રોકવાની કોશિશ કરી અને પછી આરોપીએ તેમના પેટમાં ચાકુ ખૂંપાવી દીધું.

ત્યારબાદ જ્યારે છોકરી અને તેનો ભાઈ ઘરમાંથી બહાર આવ્યા તો આરોપીએ છોકરીને પકડીને તેનું ગળું કાપી નાખ્યું અને પછી પોતાની નસ કાપી નાખીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો.’

અન્ય મીડિયા રિપોર્ટમાં પણ આ ઘટનાનો ઉલ્લેખ છે. એક અન્ય ન્યૂઝ રિપોર્ટ અનુસાર, ‘શનિવારની સાંજે લગભગ છ વાગે ગ્રીષ્માના કાકાએ ગોયાનીને કહ્યું હતું કે તે ગ્રીષ્માથી દૂર રહે. એ પછી પણ જ્યારે ગોયાનીએ ગ્રીષ્માને મળવાની કોશિશ કરી તો કાકાએ તેને પકડવાનો પ્રયાસ કર્યો. એટલે ફેનિલે તેમના પેટમાં ચાકુ ખૂંપાવી દીધું હતું. ત્યારબાદ ફેનિલે દોડીને ગ્રીષ્માને પકડી લીધી અને ગરદન પર ચાકુ રાખી દીધું હતું. આરોપીએ ગ્રીષ્માના નાના ભાઈને પણ ઘાયલ કરી દીધો હતો.’

રિપોર્ટ અનુસાર, ‘ઘટના બાદ આરોપી સ્થળ પરથી નાસી છૂટ્યો હતો અને પોતાના કાંડાની નસ કાપીને પોતાનો પણ જીવ લેવાની કોશિશ કરી હતી. પોલીસ મુજબ, તેણે ઝેર પણ ખાધું હતું. તેની હત્યા અને હત્યાના પ્રયાસની કલમો હેઠળ ધરપકડ કરી લેવામાં આવી છે. અત્યારે તેનો એક હોસ્પિટલમાં ઈલાજ કરાવવામાં આવી રહ્યો છે.’

કોઈપણ મીડિયા રિપોર્ટ્સમાં આરોપી મુસ્લિમ સમાજનો હોવાનો ઉલ્લેખ નથી. અત્યાર સુધીની તપાસમાં સ્પષ્ટ છે કે ઘટનાનો આરોપી અને પીડિતા એક જ સમુદાય સાથે સંબંધિત છે. વિડીયોને સાંપ્રદાયિક રંગ આપીને વાયરલ કરવામાં આવી રહેલા દાવાને લઈને અમે પોલીસ ઉપ અધિક્ષક બી કે વાનરનો સંપર્ક કર્યો. તેમણે આ બાબતે કોઈપણ પ્રકારની લવ જિહાદ અથવા હિંદુ-મુસ્લિમ એન્ગલને નકારી કાઢીને કહ્યું, ‘મામલામાં સામેલ બંને આરોપી અને પીડિત સમાન ધર્મ-સંપ્રદાયના છે અને પોલીસે આરોપીની ધરપકડ કરી લીધી છે.’

ઘટના વિશે વધુ જાણકારી મેળવવા માટે અમે ગુજરાતના સ્થાનિક ટીવીમાં કામ કરતા વરિષ્ઠ પત્રકાર મેહુલ ઝાલાનો સંપર્ક કરેલો. અમે તેમને આરોપી અને પીડિતની અટક વિશે પૂછ્યું. તેમણે પણ જણાવ્યું, ‘આ બંને સમાન સમુદાય અને ધર્મ સાથે સંબંધિત છે.’

વાયરલ વિડીયોને લઈને ખોટા અને સાંપ્રદાયિક દાવા સાથે શેર કરનાર યૂઝર ને ફેસબુક પર લગભગ 200 થી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: ગુજરાતના સુરતમાં માથાભારે પ્રેમીએ મા-ભાઈની સામે છોકરીની ગળું કાપીને હત્યા કરી દીધી હતી અને આ ઘટનાના વિડીયોને સાંપ્રદાયિક રંગ આપીને ફેક દાવાથી વાયરલ કરવામાં આવી રહ્યો છે. ઘટનામાં સામેલ પીડિત અને આરોપી એક જ સમુદાય સાથે સંબંધિત છે, જેમને હિંદુ અને મુસ્લિમ સમુદાયના દર્શાવીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ