ફેક્ટ ચેકઃ 1 જાન્યુઆરીએ ભારત બંધ પર અમિત શાહે કોઈ નિવેદન આપ્યું નથી, વાયરલ પોસ્ટ નકલી
- By: Ashish Maharishi
- Published: Dec 30, 2022 at 12:34 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): ભારતના ગૃહમંત્રી અમિત શાહના નામે એક નકલી નિવેદન વાયરલ થઈ રહ્યું છે. આ નિવેદનને વાયરલ કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે અમિત શાહે ભારતને હિન્દુ રાષ્ટ્ર બનાવવા માટે 1 જાન્યુઆરીએ ભારત બંધ રાખવાની અપીલ કરી છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની હકીકત તપાસી. આ તપાસમાં આ પોસ્ટ સંપૂર્ણપણે નકલી સાબિત થઈ. અમિત શાહ દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી. તેથી તેને સાચું માની ખોટી રીતે વાયરલ ન કરવું.
શું વાયરલ થઈ રહ્યું છે ?
ફેસબુક યુઝર વિજય ડોંગરેએ 13 ડિસેમ્બરે એક ગ્રુપમાં મેસેજ કર્યો હતો. તેમાં અમિત શાહની તસવીર સાથે લખ્યું હતું કે, ‘વાહ ક્યા બાત હિન્દુઓ, ભારતને હિન્દુ રાષ્ટ્ર જાહેર કરવા માટે, 01-01-2023ના રોજ સંપૂર્ણ ભારત બંધ કરો. બાકી બધું હું જોઈ લઈશ (અમિત શાહ).
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા ચકાસવા માટે સૌપ્રથમ ગૂગલ ઓપન સર્ચ ટૂલનો ઉપયોગ કર્યો હતો. અમિત શાહના નામની વાયરલ પોસ્ટના આધારે કેટલાક કીવર્ડ બનાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને ગૂગલમાં સર્ચ કરવામાં આવ્યા હતા. અમને એવા કોઈ સમાચાર મળ્યા નથી. જે પુષ્ટિ કરી શકે કે અમિત શાહ દ્વારા હિન્દુ રાષ્ટ્રને લઈને આ નિવેદન આપવામાં આવ્યું છે.
તપાસને આગળ વધારતા અમિત શાહનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ ચકાસવામાં આવ્યું હતું. અમને ત્યાં એવું કોઈ નિવેદન મળ્યું નથી જેમાં તેણે વાયરલ પોસ્ટ જેવું કંઈ કહ્યું હોય.
વિશ્વાસ ન્યૂઝે વધુ તપાસ માટે ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા ડૉ.બિજય સોનકર શાસ્ત્રીનો સંપર્ક કર્યો. તેની સાથે વાયરલ પોસ્ટ શેર કરી. માહિતી આપતા તેમણે જણાવ્યું કે આ પોસ્ટ ફેક છે. અમિત શાહ દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
વિશ્વાસ ન્યૂઝ સાથે વાત કરતા યુપી બીજેપીના પ્રવક્તા અવનીશ ત્યાગીએ પણ આ વાતને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે આ નિવેદન અમિત શાહ દ્વારા આપવામાં આવ્યું નથી.
તપાસના અંતે નકલી પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરવામાં આવી. જેમાં જાણવા મળ્યું કે ફેસબુક યુઝર વિજય ડોંગરેના એકાઉન્ટને 2600થી વધુ લોકો ફોલો કરે છે. એકાઉન્ટ લોક હોવાના કારણે વધુ માહિતી મળી શકી નથી.
નિષ્કર્ષ: હિન્દુ રાષ્ટ્ર માટે 1 જાન્યુઆરીએ ભારત બંધની અપીલ કરતી પોસ્ટ નકલી સાબિત થઈ. અમિત શાહ દ્વારા આવું કોઈ નિવેદન આપવામાં આવ્યું નથી.
- Claim Review : શાહે હિન્દુ રાષ્ટ્રની ખાતર 1 જાન્યુઆરીએ ભારત બંધનું નિવેદન આપ્યું હતું
- Claimed By : ફેસબુક યૂઝર વિજય ડોંગરે
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.