વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ ક્લિપ આઠ વર્ષ જૂની હોવાનું સાબિત થયું. તે સમયે શરદ પવારના જન્મદિવસની ઉજવણીમાં તમામ પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા હતા. તે સમયના વીડિયોના એક ભાગને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી)સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં પીએમ નરેન્દ્ર મોદીને કેટલાક નેતાઓની સાથે હાથ મિલાવતા જોઈ શકાય છે. વીડિયોમાં પીએમ મોદીને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધી સાથે પણ હાથ મિલાવતા જોઈ શકાય છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 4 જૂને સરકાર બન્યા પછી પીએમ મોદીએ આ નેતાઓ સાથે હાથ મિલાવ્યો.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ વીડિયોની તપાસ કરી. જાણવા મળ્યું કે જૂના વીડિયોને કેટલાક લોકો કેન્દ્રમાં નવી સરકાર બન્યા પછીનો જણાવીને વાયરલ કરી રહ્યા છે. અમારી તપાસમાં વાયરલ પોસ્ટ ખોટી સાબિત થઈ.
ફેસબુક યુઝર Pramukh Kushwahaએ 8 જૂનના રોજ એક વીડિયો ક્લિપને અપલોડ કરતા અંગ્રેજીમાં લખ્યું કે ‘4 જૂને ભાજપ સરકાર બન્યા બાદ.’
વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ શેર કરી રહ્યા છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વાયરલ વીડિયોને ધ્યાનથી જોયો. આમાં અમને મુલાયમ સિંહ યાદવ અને અરુણ જેટલી જોવા મળ્યા. જેમનું નિધન થઈ ચૂક્યું છે. આવી સ્થિતિમાં એ સાબિત થઈ ગયું કે વીડિયો જૂનો છે. હવે અમારે એ જાણવું હતું કે વાયરલ વીડિયો ક્યારનો છે.
આ માટે અમે વાયરલ વીડિયોની ઘણી કીફ્રેમ્સ કાઢી. પછી તેને ગૂગલ લેન્સ વડે સર્ચ કર્યું. અમને NDTVની વેબસાઇટ પર એક વીડિયો મળ્યો. આમાં વાયરલ વીડિયોના ભાગને જોઈ શકાય છે. 11 ડિસેમ્બર 2015ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે શરદ પવારના 75માં જન્મદિવસના ઉજવણીમાં પીએમ મોદી અને રાહુલ ગાંધી હાથ મિલાવતા જોવા મળ્યા.
વાયરલ ક્લિપ અમને ઈન્ડિયા ટીવીની યુટ્યુબ ચેનલ પર પણ મળી. તેને 11 ડિસેમ્બર 2015ના રોજ અપલોડ કરવામાં આવી હતી.
વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા કોંગ્રેસની સોશિયલ મીડિયા ટીમના ગિરીશ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે વાયરલ ક્લિપ ઘણી જૂની છે. આ વીડિયો લગભગ આઠ વર્ષ જૂનો છે.
તપાસના અંતે ફેસબુક યુઝર Pramukh Kushwahaના એકાઉન્ટની તપાસ કરી. આ એકાઉન્ટ વિશે કોઈ ખાસમાહિતી મળી નથી.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ ક્લિપ આઠ વર્ષ જૂની હોવાનું સાબિત થયું. તે સમયે શરદ પવારના જન્મદિવસની ઉજવણીમાં તમામ પાર્ટીઓના નેતાઓ હાજર રહ્યા હતા. તે સમયના વીડિયોના એક ભાગને ખોટા દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923