નિષ્કર્ષઃ મલ્ટિવિટામીન, વિટામિન સી અને ઝિંક જેવી બાબતોની રોગપ્રતિકારકતા વધારવા માટે જરૂરીયાત છે, પરંતુ તેનાથી કોરોના વાયરસનો ફેલાવાની સારવારનો દાવો સાચો નથી. WHO એ આ દાવાને નકારી કાઢયો છે.
નવી દિલ્હિ ( વિશ્વાસ ન્યુઝ) સોશિયલ મીડિયા ઉપર શેર કરવામાં આવતી પોસ્ટમાં દાવો કરવામાં આવે છે કે એક સપ્તાહ સુધી મલ્ટીવિટામીન, વિટામીન સી અથવા ઝિંકની દવા આપવાથી કોરોનાનો ચેપ મટી જાય છે. વિશ્વાસ ન્યુઝની તપાસમાં આ દાવો ભ્રામક જોવા મળ્યો છે. એક્ષ્પર્ટ ડોકટરનું કહેવું છે કે મલ્ટીવિટામીન, વિટામીન સી અથવા ઝિંક જેવી બાબતો રોગપ્રતિકારકતા વધારવા માટે લેવાની કહેવામાં આવી રહિ છે, પરંતુ આનાથી કોરોના મટી જવાનો દાવો સાચો નથી. એક્ષ્પર્ટના કહેવા મુજબ, કોવિડ-૧૯ માં જાતે જ દવા લેવાની નથી, પરંતુ એક્ષ્પર્ટ ડોકટરની હાજરીમાં સારવારની જરૂરીયાત હોય છે.
શું વાયરલ થઈ રહ્યું છે
વિશ્વાસ ન્યુઝે પોતાની ફેકટ ચેકિંગ વોટસએપ ચેટબોક્ષ ( +91 95992 99372) પાસેથી આ દાવો તથ્ય તપાસ માટે મળ્યો છે. એક યુઝરે અમારી સાથેીક ટવિટની લિંક શેર કરી છે, જેમાં એવો દાવો કરવામાં આવ્યો છે. આ ટવિટમાં લખ્યુ છે, ‘ કોરોનાને રોકવા માટે બધાએ અભિયાન ચલાવીને એક સપ્તાહ સુધી નુકશાનરહિત દવાઓ ( મલ્ટીવિટામીન, વિટામીન સી અને ઝિંક) ની દવાઓ આપવી જોઇએ. જેનાથી જેને કોરોના હશે તે સાજો થઈ જશે અને જેને નથી થયો તેને થશે જ નહિ, એટલે કે ફેલાતો રોકાઈ જશે.’
અહિંયા આ ટવીટને જેમ છે તેમ રજૂ કરવામાં આવી છે. આ ટવિટના આર્ચાઈવ્ડ વર્જનને અહિંયા કલિક કરીને જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યુઝે સૌથી પહેલા આ દાવાને ઈંટરનેટ ઉપર શોધ્યો. અમે જરૂરી કિવર્ડઝ ( મલ્ટિવિટામીન, વિટામીન સી, ઝિંક, કોરોના વાયરસ કયોર) ની મદદથી ઈન્ટરનેટ સર્ચ કરવામાં આવ્યું. ઈંટરનેટ સર્ચ દરમ્યાન અમે વિશ્વ આરોગ્ય સંસ્થા ( WHO) ની અધિકૃત વેબસાઈટ ઉપર પહોંચ્યા. WHO ની વેબસાઈટ ઉપર Coronavirus disease (COVID-19) advice for the public: Mythbusters એટલે કે કોરોના વિષે લોકોને સલાહ અને તેની સાથે જોડાયેલી ગેરસમજણો વિષે જાણકારી આપવામાં આવી છે.
આ વિભાગમાં સ્પષ્ટ લખવામાં આવ્યું છે કે વિટામિન અને મિનરલની પૂર્તિ કોવિડ-19 ની સારવાર કરી શકતા નથી. એમાં બતાવવામાં આવ્યું છે કે માઈક્રોન્યુટ્રીએટંઝ જેવા કે વિટામીન ડી, વિટામીન સી અને ઝિંક ઈમ્યુન સિસ્ટમ સારી રીતે કામ કરે અને સ્વાસ્થય તેમજ પોષણ કલ્યાણને વધારવા માટે જરૂરી છે, પરંતુ તે કોવિડ-19 ની સારવાર નથી. WHO મુજબ અત્યારે કોવિડ19 નો ફેલાવોનો સારવાર કરવાની દવા શોધવામાં આવી રહિ છે. WHO ની સાઈટ ઉપર જોવા મળતી આ જાણકારીને અહિંયા કલિક કરીને જોઈ શકાય છે.
વિશ્વાસ ન્યુઝે આ બાબતમાં રાજેંદ્ર ઈન્સટીટ્યુઅટ ઓફ મેડિકલ સાયન્સ (RIMS), રાંચીના કોરોના નોડલ ઓફિસર ડો બ્રિજેશ મિશ્રાએ સંપર્ક કર્યો. એક્ષ્પર્ટ ડોકટરે બતાવ્યુ કે મલ્ટીવિટામીન, વિટામીન સી અને ઝિંકનો રોગપ્રતિકારતંત્રને સ્વસ્થ રાખવામાં મુખ્ય ભૂમિકા છે, પરંતુ તેને કોરોનાનો ઈલાજ બતાવવો તે ખોટું છે . તેમના મુજબ, એવું પણ નથી કહિ શકાતુ કે તેનું સેવન કરવાવાળાઓને કોરોના થઈ શકતું નથી. ડો બ્રિજેશ મિશ્રાએ બતાવ્યું કે એક્ષ્પર્ટ ડોક્ટરની દેખરેખમાં જ કોરોનાની સારવાર થવી જોઇએ.
વિશ્વાસ ન્યુઝે આ દાવાને ટવિટ કરનારા યુઝરની ટવિટર પ્રોફાઈલને સ્કેન કરી. આ પ્રોફાઈલ મે2014 માં બનાવવામાં આવી છે અને તથ્ય ચકાસવામાં આવે ત્યાં સુધી 35 લોકો તેને ફોલો કરી રહ્યા હતા.
निष्कर्ष: નિષ્કર્ષઃ મલ્ટિવિટામીન, વિટામિન સી અને ઝિંક જેવી બાબતોની રોગપ્રતિકારકતા વધારવા માટે જરૂરીયાત છે, પરંતુ તેનાથી કોરોના વાયરસનો ફેલાવાની સારવારનો દાવો સાચો નથી. WHO એ આ દાવાને નકારી કાઢયો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923