Fact Check : પ્રમોશનલ વીડિયોને આયુષ્માન ખુરાનાના અપહરણનો જણાવીને કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટનો દાવો ખોટો નીકળ્યો. વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને કોઈ પ્રમોશનલ વીડિયોનો ભાગ છે. જેને લોકો સાચો સમજીને વાયરલ કરી રહ્યા છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં કેટલાક લોકો આયુષ્માન ખુરાનાને કારમાં લઈ જતાં જોવા મળી રહ્યા છે.  સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયોને શેર કરી દાવો કરી રહ્યા છે કે આ આયુષ્માન ખુરાનાના અપહરણનો વીડિયો છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલો સીન એક પ્રમોશનલ વીડિયો છે, જેને લોકો અસલી સમજીને શેર કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક પેજ Bollywood rides એ 5 જૂનના રોજ એક વીડિયોને પોસ્ટ કરતા દાવો કર્યો કે, “આયુષ્માન ખુરાનાનું અપહરણ? વાનમાં આવેલા લોકોએ ઘટનાને આપ્યો અંજામ!”

સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર અન્ય ઘણા યુઝર્સે આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે. પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની તપાસ માટે અમે સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. અમને વીડિયો સાથે સંબંધિત સમાચાર ફિલ્મી બીટની વેબસાઈટ પર મળ્યા. 5 જૂન 2024ના રોજ પ્રકાશિત સમાચાર જણાવવામાં આવ્યું છે, આ એક પ્રમોશનલ વીડિયો છે. વીડિયોને જોતા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે કે તે સ્ક્રિપ્ટેડ છે.

વીડિયો સાથે સંબંધિત સમાચાર NPG ન્યૂઝની વેબસાઈટ પર મળ્યા. 5 જૂન 2024ના રોજ પ્રકાશિત સમાચારમાં તેને પ્રમોશનલ વીડિયો જણાવવામાં આવ્યો છે. વીડિયો સ્ક્રિપ્ટેડ છે. વીડિયો વાયરલ થયા બાદ લોકોએ તેના પર વિવિધ રિએક્શન આપ્યા છે અને તેને ફેક ગણાવ્યો છે. 

આયુષ્માન ખુરાનાનું પીઆર યશરાજ ફિલ્મ્સ ટેલેન્ટ જોવે છે. તેથી અમે યશરાજ ફિલ્મ્સ ટેલેન્ટ સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરી કે આ એક પ્રમોશનલ વીડિયો છે.

છેલ્લે અમે વીડિયોને શેર કરનાર ફેસબુક પેજને સ્કેન કર્યું. જાણવા મળ્યું કે આ પેજને 16 હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટનો દાવો ખોટો નીકળ્યો. વાયરલ વીડિયો સ્ક્રિપ્ટેડ છે અને કોઈ પ્રમોશનલ વીડિયોનો ભાગ છે. જેને લોકો સાચો સમજીને વાયરલ કરી રહ્યા છે.

False
Symbols that define nature of fake news
Know The Truth...

Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923

Related Posts
નવીનતમ પોસ્ટ