નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે, જેના દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે જાણીતી ટીવી એક્ટ્રેસ સૃતિ ઝાનું રોડ અકસ્માતમાં નિધન થયું છે. વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. ટીવી શૉ કુમકુમ ભાગ્યથી ફેમસ થયેલી અભિનેત્રી સૃતિ ઝા બિલકુલ સુરક્ષિત છે.
ફેસબુક પેજ Bolly Funએ આ પોસ્ટ શેર કરી છે જેમાં એક વ્યક્તિ ઓડિયોમાં કહી રહ્યો છે કે ટીવી શૉ કુમકુમ ભાગ્યથી ફેમસ થયેલી અભિનેત્રી સૃતિ ઝાનું નિધન થઈ ગયું છે. પોસ્ટની સાથે કેપ્શનમાં લખવામાં આવ્યું છે કે, “Rip! KumKum Bhagya Actress Sriti Jha Is No More | KumKum Bhagya” અનુવાદ: કુમકુમ ભાગ્યની અભિનેત્રી સૃતિ ઝા હવે આપણી વચ્ચે નથી રહી. કુમકુમ ભાગ્ય “
પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સાથે કરવામાં આવી રહેલા દાવાની તપાસ કરવા માટે સૌથી પહેલા ઈન્ટરનેટ પર કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું, પરંતુ અમને અભિનેત્રીના અવસાન અંગે કોઈ મીડિયા રિપોર્ટ મળ્યા નથી.
આ પછી અમે સૃતિ ઝાના વેરિફાઈડ ઈન્સ્ટાગ્રામ પેજ પર સર્ચ કર્યું. અમને અહીં 29મી જૂને અપલોડ કરવામાં આવેલી રીલ મળી. આ પેજ પર રીલ અને પોસ્ટ નિયમિતપણે શેર કરવામાં આવી રહી છે, જ્યારે વાયરલ પોસ્ટ 26 જૂને શેર કરવામાં આવી હતી.
વધુ જાણકારી માટે અમે જાણીતા એન્ટરટેનમેન્ટ જર્નાલિસ્ટ પરાગ છાપેકર સાથે સંપર્ક કર્યો. તેમણે પણ પુષ્ટિ કરી કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલો દાવો ખોટો છે. અભિનેત્રી સૃતિ ઝા એકદમ સુરક્ષિત છે.
તપાસના અંતે અમે ફેસબુક પર આ પોસ્ટને શેર કરનાર યુઝર Bolly Funની પ્રોફાઈલને સ્કેન કરી. પ્રોફાઈલને સ્કેન કરતા અમને જાણવા મળ્યું કે યુઝરના પેજ પર સેલિબ્રિટી સાથે સંબંધિત ફેક ન્યૂઝનો ભંડાર છે. આ પેજ પર અભિનેતા ફરદીન ખાન સહિત ઘણી જાણીતી હસ્તીઓના નિધનના ફેક ન્યૂઝ ચલાવવામાં આવ્યા છે. પેજ પર વધુ માહિતી તો નથી, પરંતુ ઓડિયોમાં વપરાયેલી ભાષા અને કન્ટેન્ટને જોતા એવું લાગે છે કે આ પેજ પાકિસ્તાનથી ચલાવવામાં આવે છે. પેજના 8000થી વધુ ફોલોઅર્સ છે.
નિષ્કર્ષ: અમારી તપાસમાં એ સ્પષ્ટ થયું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. અભિનેત્રી સૃતિ ઝા સુરક્ષિત છે.
CLAIM REVIEW : કુમકુમ ભાગ્ય અભિનેત્રી સૃતિ ઝાનું નિધન
CLAIMED BY : Facebook Page Bolly Fun
FACT CHECK : False
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923