વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ કોહલીનો આ વીડિયો એક ડીપફેક વીડિયો છે. જેમાં તેમની લિપ મૂવમેન્ટને એડિટ કરીને બદલવામાં આવી છે અને ફેક ઓડિયો એડ કરવામાં આવ્યો છે.
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં ક્રિકેટર વિરાટ કોહલીને એક ઓનલાઈન કેસિનો વિશે વાત કરતા જોઈ શકાય છે. આ વીડિયોમાં એવો દાવો કરવામાં આવ્યો છે કે વિરાટ કોહલી એક ઓનલાઈન કેસિનોને પ્રમોટ કરી રહ્યો છે અને તેમના નવા યુઝર્સને ત્રણ દિવસમાં 50,000 રૂપિયા જીતવાની ગેરંટી આપી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ વીડિયો એક ડીપફેક વીડિયો છે, જેમાં તેમની લિપ મૂવમેન્ટને એડિટ કરીને બદલવામાં આવી છે અને ફેક ઓડિયો ઉમેરવામાં આવ્યો છે.
Md Shahbaz Rashidi નામના ફેસબુક પેજ (Archive)એ 3 માર્ચે આ વીડિયો શેર કર્યો. વીડિયોમાં વિરાટ કોહલીને ઓનલાઈન કેસિનોના વખાણ કરતા સાંભળી શકાય છે. વીડિયો સાથેના કેપ્શનમાં લખ્યું છે, “ભારતની સત્તાવાર સૌથી લોકપ્રિય એપ, 92% ખેલાડીઓએ આજે 600,000 INRથી વધુ જીત્યા.”
વાયરલ પોસ્ટની તપાસ કરવા માટે વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા આ વીડિયોને ધ્યાનથી જોયો. ક્લિપમાં મોઢાના ભાગની મૂવમેન્ટ થોડી અલગ લાગી રહી હતી. આવી સ્થિતિમાં અમને શંકા ગઈ કે આ આર્ટિફિશિયલી ક્રિએટેડ હોઈ શકે છે.
તપાસ કરવા માટે અમે આ વીડિયોની ક્રીફ્રેમ્સને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કરી. અમને જાણવા મળ્યું કે આ વીડિયો તે સમયનો છે જ્યારે વિરાટ કોહલીએ અમેરિકન પત્રકાર ગ્રેહામ બેન્સિંગરને ઈન્ટરવ્યુ આપ્યો હતો. અમને આ ઈન્ટરવ્યૂ 22 ડિસેમ્બર, 2023ના રોજ બેન્સિંગરની સત્તાવાર અધિકૃત YouTube ચૅનલ પર અપલોડ થયેલો મળ્યો. અહીં અમને ધ્યાનમાં આવ્યું કે આ આખો ઇન્ટરવ્યું અંગ્રેજીમાં હતો, જ્યારે વાયરલ ક્લિપ હિન્દીમાં હતી. આ વીડિયોમાં અમે જોયું કે વાયરલ ક્લિપનો ભાગ 40 સેકન્ડ પછી આવે છે. આ ભાગને એડિટ કરવામાં આવ્યો છે. આ ભાગમાં વિરાટ કોહલી તેમના બાળપણની ક્રિકેટ યાદો વિશે વાત કરી રહ્યા છે. તેઓ આખા વીડિયોમાં ક્યાંય કોઈ કેસિનો ગેમિંગ એપ વિશે વાત કરતા જોવા ન મળ્યા.
આ વીડિયોને અમે AI એક્સપર્ટ ડૉ. અઝહર મકવે સાથે પણ શેર કર્યો. તેમણે કહ્યું કે, “વીડિયોમાં લિપ મૂવમેન્ટ આર્ટિફિશિયલ છે, સાથે જ ઓડિયોમાં પણ ઘણી જિટર્સ છે. ઓડિયો ડીપફેક છે.”
વાયરલ ફેક વીડિયોને મોહમ્મદ શાહબાઝ રશીદી નામના ફેસબુક પેજ દ્વારા શેર કરવામાં આવ્યો હતો. પેજના 5000થી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વિરાટ કોહલીનો આ વીડિયો એક ડીપફેક વીડિયો છે. જેમાં તેમની લિપ મૂવમેન્ટને એડિટ કરીને બદલવામાં આવી છે અને ફેક ઓડિયો એડ કરવામાં આવ્યો છે.
Knowing the truth is your right. If you have a doubt on any news that could impact you, society or the nation, let us know. You can share your doubts and send you news for fact verification on our mail ID contact@vishvasnews.com or whatsapp us on 9205270923