Fact Check: પોતાને પાકિસ્તાની જાસૂસ ગણાવતી સીમા હૈદરનો આ વીડિયો ફેક અને AI ક્રિએટેડ છે
પોતાને પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISIની જાસૂસ જણાવતી સીમા હૈદરનો વાયરલ વીડિયો ફેક છે, જે AI ટૂલની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.
- By: Abhishek Parashar
- Published: Sep 15, 2023 at 04:08 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર સીમા હૈદરનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેને એ સ્વીકાર કરતા સાંભળી શકાય છે કે તે પાકિસ્તાનની જાસૂસ છે અને તે જાસૂસીના હેતુથી ભારત આવી હતી. વાયરલ વીડિયોમાં તેને એ કહેતા સાંભળી શકાય છે કે તે પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI માટે કામ કરે છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ વીડિયો એડિટેડ હોવાનું જાણવા મળ્યું, જેને એડિટ કરીને તૈયાર કરવામાં આવ્યો છે અને તેમાં દેખાઈ રહેલી સીમા હૈદરનો વિઝ્યુઅલ વાસ્તવમાં ક્રિએટેડ છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ઇન્સ્ટાગ્રામ યુઝર ‘its_successful08’એ વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કર્યો છે, જેમાં સીમા હૈદરને એવું કહેતા સાંભળી શકાય છે કે તે એક પાકિસ્તાની જાસૂસ છે, જે ભારતના ચંદ્રયાન મિશનને નિષ્ફળ બનાવવા માટે આવી હતી.
ઘણા અન્ય યુઝર્સે પણ આ વીડિયોને સમાન દાવાઓની સાથે જ શેર કર્યો છે.
તપાસ
વાયરલ વીડિયોમાં સીમા હૈદરને એ કહેતા સાંભળી શકાય છે કે તે પાકિસ્તાનની જાસૂસ છે અને તે ચંદ્રયાન મિશનને નિષ્ફળ કરાવવા માટે ભારત આવી હતી. તે તે કહી રહી છે કે, તે પાકિસ્તાની ગુપ્ત એજન્સી ISI માટે કામ કરી રહી છે અને હવે તેને પાકિસ્તાન પરત મોકલી દેવી જોઈએ.
વાયરલ વીડિયોમાં સીમા હૈદરનું આ નિવેદન ભારતમાં તેમના દ્વારા આપવામાં આવેલા નિવેદનોથી એકદમ વિરુદ્ધ છે, સાથે જ વીડિયોમાં તે જે વાતનો દાવો કરી રહી છે, તે ભારતમાં તેના દ્વારા આપવામાં આવેલા નિવેદનોથી તદ્દન વિરુદ્ધ છે કારણ કે તેણે તાજેતરમાં જ રાષ્ટ્રપતિને પત્ર લખીને ભારતની નાગરિકતા આપવાની માંગણી કરી છે. આનાથી એ સ્પષ્ટ થાય કે તે પોતે પાકિસ્તાન પરત મોકલવાની માંગ કરી શકે નહીં.
તાજેતરમાં સીમા હૈદરે રાષ્ટ્રપતિને મોકલવામાં આવેલી દયાની અરજીમાં સચિન મીણા સાથે લગ્નનો હવાલો આપતા ભારતની નાગરિકતા આપવા અને અહીં દેશમાં રહેવા દેવાની વિનંતી કરી હતી. તેની સાથે જોડીને સોશિયલ મીડિયા પર રાષ્ટ્રપતિની વીડિયો ક્લિપને શેર કરવામાં હતી કે તેમણે સીમા હૈદરની અરજી પર પોતાનો જવાબ આપી દીધો છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું હતું, જેના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
બીજા વાયરલ વીડિયોને સાંભળીને એવું લાગી રહ્યું છે કે તેને ડિજિટલ ટૂલ્સની મદદથી બનાવવામાં આવ્યો છે. સાથે જ વાયરલ વીડિયોમાં દેખાતી સીમા હૈદરનું વિઝ્યુઅલ ઓરિજનલ સ્પીચ અને વિઝ્યુઅલ સાથે મેચ થાતું નથી.
વાયરલ વીડિયોને લઈને અમે ટીવી ચેનલમાં કામ કરનાર સિનિયર વીડિયો એડિટર આશિષ જૈન સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે, “આ વીડિયો ક્રિએટેડ છે, જેને AI ટૂલની મદદથી તૈયાર કરવામાં આવ્યો છે.”
આ પહેલા પણ સોશિયલ મીડિયા પર સીમા હૈદરની તસવીર સાથેના એક કોલાજને શેર કરી દાવો કરવામાં આવ્યો હતો કે તે ભારત આવતા પહેલા પાકિસ્તાન આર્મીમાં કામ કરી ચૂકી છે. અમારી તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો હતો. હકીકતમાં જે મહિલા આર્મી ઓફિસરની તસવીરને સીમા હૈદરની ગણાવીને શેર કરવામાં આવી રહી હતી, તે પાકિસ્તાની આર્મી ઓફિસર સામિયા રહેમાનની તસવીર હતી. આ દાવાની તપાસ કરતા વિશ્વાસ ન્યૂઝના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
વાયરલ અને ફેક વીડિયોને શેર કરનારા ઈન્સ્ટાગ્રામ યુઝરને લગભગ 1.5 લાખ લોકો ફોલો કરે છે. AI ક્રિએટેડ અન્ય વાયરલ દાવાઓના ફેક્ટ ચેક રિપોર્ટને વિશ્વાસ ન્યૂઝના AI ચેકમાં વાંચી શકાય છે.
- Claim Review : સીમા હૈદરે કબૂલાત કરી કે તે પાકિસ્તાની જાસૂસ છે.
- Claimed By : Insta User-its_successful08
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.