X
X

Fact Check: શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપતા મુકેશ અંબાણીનો વાયરલ વીડિયો ડીપ ફેક છે

શેરબજારમાં રોકાણ દ્વારા પૈસા કમાવવાની સલાહ આપવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલો મુકેશ અંબાણીનો વીડિયો ડીપ ફેક છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીનો લગભગ એક મિનિટનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓને કથિત રીતે શેરબજારમાં રોકાણ દ્વારા પૈસા કમાવવાની ટિપ્સ આપતા જોઈ અને સાંભળી શકાય છે. સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સ આ વીડિયો ક્લિપને સાચી માનીને શેર કરી રહ્યા છે.

અમારી તપાસમાં અમને જાણવા મળ્યું કે મુકેશ અંબાણીનો વાયરલ થઈ રહેલો આ વીડિયો ડીપફેક છે. વાયરલ વીડિયો ક્લિપમાં મુકેશ અંબાણીના અવાજની એક ઓડિયો ક્લિપ (વોઈસ ક્લોન)ને ઉમેરવામાં આવી છે, જેને AI ટૂલ્સની મદદથી જનરેટ કરવામાં આવી છે. થોડા સમય પહેલા રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર અનંત અંબાણીનો આવો જ એક વીડિયો વાયરલ થયો હતો, જે અમારી તપાસમાં ડીપ ફેક હોવાનું સામે આવ્યું હતું, જેના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 9599299372 પર ઘણા યુઝર્સે આ વીડિયોને મોકલીને તેનું સત્ય જણાવવાની વિનંતી કરી છે.

વિશ્વાસ ન્યૂઝની ટિપલાઈન પર મોકલેલો મુકેશ અંબાણીનો વાયરલ વીડિયો.

અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પણ ઘણા યુઝર્સે આ વીડિયો  (આર્કાઇવ લિંક)ને સમાન દાવાની સાથે શેર કર્યો છે.

તપાસ

વાયરલ વીડિયોને ધ્યાનથી જોતા એ જાણવા મળે છે કે આમાં ઓડિયો અને વિઝ્યુઅલની વચ્ચે કોઈ તાલમેલ નથી. સાથે જ ઘણી જગ્યાએ મુકેશ અંબાણીના વિઝ્યુઅલ પણ ઓરિજનલ દેખાઈ રહ્યા નથી. યોગ્ય રીતે જોતા જ આ વીડિયો ડીપ ફેક હોવાનું લાગે છે.

વાયરલ વીડિયોના એનાલિસિસ માટે અમે contrails.aiનો સંપર્ક કર્યો, જેમની પાસે આવા વીડિયો અને ઓડિયોને ઓળખવા માટે AI ટૂલ્સ ઉપલબ્ધ છે. તેઓને તેમની તપાસમાં જાણવા મળ્યું કે વીડિયોમાં ઉપયોગ કરવામાં આવેલો ઓડિયો AI જનરેટેડ છે.

તેમજ વીડિયો ફ્રેમ પણ ભરોસાપાત્ર નથી, કારણ કે જ્યારે વિઝ્યુઅલ અને ઓડિયો મેચ દરમિયાન હોઠ અને જડબાના હલનચલનમાં વિસંગતતા જોવા મળે છે. સામાન્ય રીતે મોટાભાગના AI ટૂલ્સ હાઈ પિક્સેલેશન સ્થિતિમાં કામ કરી શકતા નથી.

એનાલિસિસથી સ્પષ્ટ થાય છે કે વીડિયો ક્લિપમાં ઉપયોગ કરવામાં આવેલો ઓડિયો એઆઈ જનરેટેડ છે, જેમાં વોઈસ ક્લોનિંગનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

વિશ્વાસ ન્યૂઝના AI ચેક સેક્શનમાં આવા અન્ય ડીપફેક વીડિયોના ફેક્ટ ચેક રિપોર્ટ્સને વાંચી શકાય છે.

निष्कर्ष: શેરબજારમાં રોકાણ દ્વારા પૈસા કમાવવાની સલાહ આપવાના દાવાની સાથે વાયરલ થઈ રહેલો મુકેશ અંબાણીનો વીડિયો ડીપ ફેક છે.

  • Claim Review : શેરબજારમાં રોકાણ કરવાની સલાહ આપતા મુકેશ અંબાણીનો વીડિયો.
  • Claimed By : ફેસબુક યુઝર- Jonathan Vargas
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later