X
X

Quick Fact Check: આરએસએસ સંબંધિત મોર્ફ તસવીર ફરી વાયરલ થઈ

નિષ્કર્ષ: વાયરલ પોસ્ટમાં દેખાઈ રહેલ તસવીર વાસ્તવિક નથી, પરંતુ સંપાદન સાધનોની મદદથી બે અલગ અલગ તસ્વીઓને ને જોડીને બનાવેલી તસવીર છે.

  • By: Amanpreet Kaur
  • Published: Apr 2, 2021 at 08:04 PM
  • Updated: Apr 4, 2021 at 08:05 PM

નવી દિલ્હી (Vishvas News). સોશિયલ મીડિયા પર ફરી એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં આરએસએસ ડ્રેસમાં સજ્જ કેટલાક કાર્યકરો કતારમાં ઉભા છે અને તેમની સામે એક વિદેશી મહિલા પસાર થઈ રહી છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે ફોટોમાં આરએસએસના કાર્યકરો બ્રિટીશ રાણીને સલામ કરી રહ્યા હતા.

વિશ્વાસ ન્યૂઝને જાણવા મળ્યું છે કે વાયરલ પોસ્ટ સાથે કરવામાં આવેલ દાવા ખોટા છે. ખરેખર આ તસવીર મોર્ફ કરેલ છે અને બે જુદા જુદા ફોટોગ્રાફ્સને જોડીને બનાવવામાં આવી છે.

વાયરલ પોસ્ટ શું છે?

ફેસબુક વપરાશકાર Firoz Khan એ આ પોસ્ટ વિશ્વ હિન્દુ રક્ષા સંગઠનમાં જોડાયા પછી 100 લોકોવાળા આ ગૃપમાં શેર કરી છે, જેમાં લખ્યું છે: રાણીને સલામ (આરએસએસ) ના ચડ્ડી ધારીઓ ,,, અંગ્રેજોના ગુલામો

પોસ્ટનું આર્કાઇવ કરેલું વર્ઝન અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે તપાસ શરૂ કરી અને સૌથી પહેલાં ગૂગલ રીવર્સ ઇમેજ સર્ચની મદદથી વાયરલ કરેલી તસવીરની શોધ કરી. 2016 માં પ્રકાશિત મીડિયા રિપોર્ટમાં, આરએસએસ કાર્યકરોની રંગીન તસવીર મળી. આ તસવીર બ્લેક એંડ વ્હાઇટ આવી છે, એડિટિંગ ટૂલ્સની મદદથી બ્રિટનની મહારાણી એલિઝાબેથ II ની તસવીર તેમાં મૂકવામાં આવી છે.

અમને ગેટ્ટી ઈમેજીસમાં મહારાણી એલિઝાબેથ II નો ફોટો પણ મળી આવ્યો. આ ફોટો ફેબ્રુઆરી 1956 નો છે, જ્યારે કાડુના એરપોર્ટ પર રોયલ વેસ્ટ આફ્રિકન ફ્રન્ટિયર ફોર્સની કવીન્સ ઓન નાઇજીરીયા રેજિમેન્ટ તરફ થી ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યો હતો.

વિશ્વાસ ન્યૂઝ આ તસવીરનું તથ્ય પહેલા પણ ચકાસી ચૂક્યું છે. સંપૂર્ણ ફેક્ટ ચેક અહીં વાંચી શકાય છે.

વિશ્વ હિંદુ રક્ષા સંગઠનમાં જોડા્યા બાદ ફેસબુક પર આ પોસ્ટ 100 લોકોના  આ ગૃપમાં શેર કરવામાં આવી હતી. આ પેજની પ્રોફાઇલને સ્કેન કરતી વખતે, અમે જોયું કે સમાચાર લખાય ત્યાં સુધીમાં આ પેજમાં 3700 થી વધુ સભ્યો હતા.

निष्कर्ष: નિષ્કર્ષ: વાયરલ પોસ્ટમાં દેખાઈ રહેલ તસવીર વાસ્તવિક નથી, પરંતુ સંપાદન સાધનોની મદદથી બે અલગ અલગ તસ્વીઓને ને જોડીને બનાવેલી તસવીર છે.

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later