તથ્ય તપાસઃ દેશ માં પહેલી ડિસેંબરથી લોકડાઉન લગાવવામાં આવવાનો દાવો માત્ર અફવા છે, ABP ન્યુઝના નામે થઈ રહેલું ટવીટ વાયરલ નકલી છે
નિષ્કર્ષ: દેશમાં ફરી એક વાર લોકડાઉન મુકવાના દાવા સાથે વાયરલ થયેલી ટ્વીટ નકલી છે. આ દાવાની સાથે, ન્યૂઝ ચેનલ એબીપી ટ્વીટ એડિટિંગની મદદથી તૈયાર કરવામાં આવી છે, જેમાં કોઈ તથ્ય નથી.
- By: Abhishek Parashar
- Published: Dec 1, 2020 at 12:44 PM
- Updated: Dec 2, 2020 at 04:37 PM
નવી દિલ્હિ(વિશ્વાસ ન્યુઝ). દિલ્લીના પસંદગીના
વિસ્તારોમાં થોડિ માત્રામાં પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે તેના સમાચારના અહેવાલોને
પગલે સોશીયલ મીડિયા પર ન્યુઝ ચેનલ ABP નુ એક ટવીટ વાયરલ થઈ રહ્યું છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં ફરી એકવાર
લોકડાઉન લગાવવામાં આવશે.
વિશ્વાસ ન્યુઝની તપાસમાં આ દાવો ખોટો સાબિત થયો. ABP ના અહેવાલોથી દેશમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવવાની દાવાની સાથે જે ટવિટ વાયરલ થઈ રહિ છે તે નકલી છે. ન્યુઝ ચેનલ તરફથી આવું કોઈ ટવિટ કરવામાં આવ્યું નથી કે દેશમાં ફરી એક વાર લોકડાઉન કરવાની કોઈ જાહેરાત કરવામાં આવી નથી.
શું છે વાયરલ થયેલી પોસ્ટ ?
ઘણા યુઝર્સે વિશ્વાસ ન્યુઝના તથ્ય તપાસ વોટસ એપ ચેટબોક્ષ ( (+91 95992 99372) પર આ વાયરલ થયેલી ટવિટ મોકલીને તેની હકિકત જણાવવાની વિનંતી કરી છે.
તપાસ
વાયરલ થયેલા ટવિટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે દેશમાં પહેલી ડિસેંબરથી ફરીથી લોકડાઉન થવા જઈ રહ્યું છે અને તેનું કારણ છે કોરોના વાયરસને લીધે ચેપ લાગેલા દર્દિઓની સંખ્યામાં થયેલો વધારો છે. ધ્યાનથી જોવામાં આવે તો થઈ રહેલી વાયરલ ટવિટમાં તેના વર્તનને લઈને ઘણી ખામીઓ જોવા મળે છે, જેના લીધે તેની વિશ્વસનિયતામાં શંકા ઉત્પન્ન થાય છે.
ABP ન્યુઝના વેરીફાઈડ ટવિટર હેંડલ પર અમને આખા દેશમાં લોકડાઉન લગાવવા સંબંધી કોઈ ટવિટ નથી મળ્યું. ABP ન્યુઝના ટવિટર હેંડલ પર અમને આ સમાચાર મળ્યા જ છે, જે અનુસા દિલ્લીમાં લગ્ન સમારોહ દરમ્યાન 200 લોકોના બદલે 50 લોકોને હાજર રહિ શકવાના કેજરીવાલના પ્રસ્તાવને ઉપ-રાજયપાલની મંજૂરી મળી ગઈ છે.
વાયરલ થઈ રહેલ ટવિટને લીધે અમે ABP ન્યુઝનો સંપર્ક કર્યો. ABP ન્યુઝના પ્રવકતાએ ઈમેઈલ મારફતે અમને જણાવ્યું કે ‘ દેશમાં ફરી એકવાર લોકડાઉન લગાવવામાં આવવાનો દાવો કરતી સ્ક્રિનશોટ બનાવટી અને નકલી છે, જેનો ઉપયોગ સોશીયલ મીડિયા ઉપર અમારા બ્રાંડના નામનો ઉપયોગ નકલી દાવો કરવા માટે કરવામાં આવી રહ્યો છે.અમારા ટવિટર હેંડલ દ્વારા આવી કોઈ સૂચના આપવામાં આવી નથી.
દેશમાં ફરી એક વખત લોકડાઉન લગાવવામાં આવવાની જાહેરાત તે પોતે જ એક મોટા સમાચાર હોત, પરંતુ સમાચરની તપાસમાં આવા કોઈ જ સમાચાર ,મળ્યા નથી. આમ જોઇએ તો અમને આવા ઘણા સમાચારો મળ્યા, કે જેમાં લોક્ડાઉનના બદલે હોટસ્પોટ વિસ્તારોમાં સ્થાનિક સ્તર ઉપર પ્રતિબંધ લગાવવાનો ઉલ્લેખ કર્યો છે. દિલ્લીના આરોગ્યમંત્રી સત્યેંદ્ર જૈને સ્પષ્ટતા કરી કે દિલ્લીમાં ફરીથી લોકડાઉન નહિ થાય. અહિંયા તેની કોઈ જરૂરીયાત નથી.
તપાસમાં દિલ્લીના ઉપમુખ્યમંત્રી મનિષ સિસોદિયાએ આપેલુ નિવેદન પણ મળી આવ્યું. જેમાં તેમણે કહ્યું છે, ‘ દિલ્લી સરકારનો લોકડાઉન લગાવવાનો કોઈ જ ઈરાદો નથી. લોકડાઉન કોરોના સામે લડવાનો કોઈ ઉપાય નથી. તેની સામે લડવાનો એકમાત્ર ઉપાય મેડિકલ મેનેજમેંટ છે. અત્યારે દિલ્લીમાં 26000 લોકો ઘરે અલાયદા કરવામાં આવેલા છે.ઽમારી પાસે 16000 પથારીઓ છે, જેમાં 50% થી વધારે પથારીઓ ખાલી છે.’
ન્યુઝ રીપોર્ટ અનુસાર, દિલ્લીમાં કોરોના વાયરસના ફેલાવાના વધી રહેલા કેસોની વચ્ચે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મંગળવારે કેંદ્ર સરકારને એવા બજારોના ક્ષેત્રોમાં લોકડાઉન લગાવવાનો અધિકાર માંગ્યો છે જે કોવિડ -19 નું ‘હોટસ્પોટ’ બની શકે છે. તેમણે કહ્યું કે દિવાળીના તહેવારો દરમ્યાન જોવા મળ્યું છે કે અનેક લોકોએ માસ્ક પહેર્યો ન હોતો અને તે યોગ્ય અંતર રાખવાના નિયમનું પાલન કરી રહ્યા ન હોતા, જેના કારણે કોરોના વાયરસ ઘણો બધો ફેલાઈ ગયો. તેના પહેલા દિવસે જ દિલ્લી સરકારે તેમની પ્રેસ જાહેરાતમાં ‘લોકડાઉન’ શબ્દનો ઉપયોગ કર્યો હતો, પરંતુ ત્યાર બાદ તેનુ સંશોધન કરીને તેને ‘બંધ’ નું નામ આપવામાં આવ્યું.
નોંધનીય છે કે અનલોક -6 હેઠળ કેન્દ્ર સરકારે રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને કહ્યું હતું કે તેની મંજૂરી વિના કન્ટેનમેન્ટ ઝોનની બહાર લોકડાઉન લાગુ કરવામાં આવશે નહીં. આવી સ્થિતિમાં, દેશવ્યાપી લોકડાઉન લાદવાની દરખાસ્ત પોતાનામાં મોટા સમાચાર હશે, પરંતુ અમને સમાચારની શોધમાં આવા કોઈ સમાચાર મળ્યાં નથી, જેમાં ફરી એક વાર દેશવ્યાપી લોકડાઉનનો ઉલ્લેખ કરવામાં આવ્યો હોય.
निष्कर्ष: નિષ્કર્ષ: દેશમાં ફરી એક વાર લોકડાઉન મુકવાના દાવા સાથે વાયરલ થયેલી ટ્વીટ નકલી છે. આ દાવાની સાથે, ન્યૂઝ ચેનલ એબીપી ટ્વીટ એડિટિંગની મદદથી તૈયાર કરવામાં આવી છે, જેમાં કોઈ તથ્ય નથી.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.