Fact Check : વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની નથી
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની સ્મૃતિ સિંહ નહીં, પરંતુ રેશ્મા સેબેસ્ટિયન નામની એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મૉડલ છે.
- By: Pallavi Mishra
- Published: Jul 29, 2024 at 12:03 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. આમાં એક મહિલાને બોલિવૂડના એક ગીત પર રીલ બનાવતા જોઈ શકાય છે. પોસ્ટને શેર કરીને એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ખોટો છે. વાયરલ તસવીરમાં જોવા મળી રહેલી મહિલા શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની સ્મૃતિ સિંહ નહીં, પરંતુ રેશ્મા સેબેસ્ટિયન નામની મૉડલ છે. તેમણે 24 એપ્રિલ 2024ના રોજ પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ વીડિયો પોસ્ટ કર્યો હતો.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર રૂપેશ કુમારે 12 જુલાઈના રોજ એક વીડિયોને અપલોડ કરીને દાવો કર્યો કે, “એક માતાએ પોતાનો દીકરો દેશ માટે શહીદ કરી દીધો અને શહીદ જવાનની પત્ની 1 કરોડ રૂપિયા અને શૌર્ય ચક્ર લઈને ઈન્સ્ટાગ્રામ પર વીડિયો બનાવી રહી છે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે આ વીડિયોના સ્ક્રીનગ્રેબ્સને ગૂગલ રિવર્સ ઈમેજ પર સર્ચ કર્યાં. અમને આ વીડિયો રેશ્મા સેબેસ્ટિયન નામની એક મૉડલના ઈન્સ્ટાગ્રામ પ્રોફાઈલ પર 24 એપ્રિલ 2024ના રોજ અપલોડ મળ્યો.
યુઝરે પોતાના પ્રોફાઈલ બાયોમાં એક યુટ્યુબ વીડિયોની લિંક પણ નાખેલી છે. લિંક પર ક્લિક કર્યું ત્યારે અમને TEDx Talksની YouTube ચેનલ પર રેશ્મા સેબેસ્ટિયનના એક વીડિયોની લિંક મળી. ડિસ્ક્રિપ્શનમાં લખ્યું હતું કે, ”રેશ્મા સેબેસ્ટિયને 2011માં વનિતા મેગેઝિનની કવર ગર્લ તરીકે તેના મોડેલિંગ કરિયરની શરૂઆત કરી અને સાથે જ એક IT એન્જિનિયર તરીકે કામ કર્યું. આજે તે એક જાણીતી મોડલ છે અને તેના ઘણા ફેન્સ છે.”
અમને રેશ્માની પ્રોફાઈલ પર 14 જુલાઈની એક પોસ્ટ પણ મળી, જેમાં લખ્યું હતું કે- ”This is not Smriti Singh’s (widow of Indian Army soldier Capt Anshuman Singh) page/ig account. Read the profile details and bio first. Please refrain from spreading false information and hate comments(આ સ્મૃતિ સિંહ (ભારતીય સેનાના કેપ્ટન અંશુમન સિંહની પત્ની)નું પેજ/આઈજી એકાઉન્ટ નથી. પહેલા પ્રોફાઇલ પર બાયો વાંચો. મહેરબાની કરીને ખોટી અફવા ફેલાવશો નહીં)”
સર્ચ કરવા પર અમને જાણવા મળ્યું કે રેશ્મા કોચીના રહેવાસી છે અને મૉડલ છે. અમે આ બાબતે પુષ્ટિ માટે કેરળના પત્રકાર પ્રશાંત એમ.એસ સાથે વાત કરી. તેમણે જણાવ્યું કે વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા રેશ્મા સેબેસ્ટિયન છે, જે એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મૉડલ છે.
તમને જણાવી દઈએ કે કેપ્ટન અંશુમન સિંહને કીર્તિ ચક્ર પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો. તેમના પત્ની સ્મૃતિ સિંહે 5 જુલાઈ 2024ના રોજ એક સમારોહ દરમિયાન આ પુરસ્કાર સ્વીકાર્યો. બાદમાં શહીદના માતા-પિતાએ તેમની પુત્રવધૂ પર કેટલાક આરોપો લગાવ્યા.
છેલ્લે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર રૂપેશ કુમાર હરિયાણાના રહેવાસી છે અને ફેસબુક પર તેમના 16 હજારથી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની સ્મૃતિ સિંહ નહીં, પરંતુ રેશ્મા સેબેસ્ટિયન નામની એક સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર અને મૉડલ છે.
- Claim Review : વીડિયોમાં જોવા મળી રહેલી મહિલા શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની છે.
- Claimed By : Facebook User-રૂપેશ કુમારે
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.