X
X

Fact Check : શહીદ કેપ્ટન અંશુમન સિંહના પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનારા શખ્સની નથી આ તસવીર

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ તસવીરમાં જોવા મળી રહેલા શખ્સનું નામ મોહમ્મદ કાસિમ છે અને તેની ચેઈન સ્નેચિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. શહીદ કેપ્ટન અંશુમન સિંહ પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસની સ્પેશિયલ સેલનું ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન (IFSO) તપાસ કરી રહ્યું છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર બે તસવીરોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે દિલ્હી પોલીસે શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સની ધરપકડ કરી લીધી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ તસવીરમાં જોવા મળી રહેલા શખ્સનું નામ મોહમ્મદ કાસિમ છે અને તેની ચેઈન સ્નેચિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. શહીદ કેપ્ટન અંશુમન સિંહ પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસની સ્પેશિયલ સેલનું ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન (IFSO) તપાસ કરી રહ્યું છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર સૂરજ રાણાએ 10 જુલાઈની વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “શહીદ કેપ્ટન અંશુમન સિંહજીની પત્ની પર…અભદ્ર ટિપ્પણી કરનારની ધરપકડ કરવામાં આવી છે.”

પોસ્ટની આર્કાઇવ લિંક અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને અમિતાભ ચૌધરી નામના એક એક્સ યુઝરના એકાઉન્ટ પર દાવા સાથે સંબંધિત પોસ્ટ મળી. વાયરલ તસવીરને શેર કરીને કહેવામાં આવ્યું છે કે દિલ્હી પોલીસે આ શખ્સની ચેઈન સ્નેચિંગના આરોપમાં ધરપકડ કરી છે.

https://Twitter.com/DCPCentralDelhi/status/1809607562637070607

પ્રાપ્ત માહિતીના આધારે, અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ફરી એકવાર ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને DCP સેન્ટ્રલ દિલ્હીના સત્તાવાર એક્સ એકાઉન્ટ પર વાયરલ તસવીર મળી. ફોટાને 6 જુલાઈ 2024ના રોજ શેર કરવામાં આવ્યો હતો. અહીં અપાયેલી માહિતી અનુસાર, આ શખ્સનું નામ મોહમ્મદ કાસિમ છે. તેના પર ચેઈન સ્નેચિંગ કેસનો આરોપ છે અને તે પોલીસથી બચવાનો પ્રયાસ કરી રહ્યો હતો. જોકે, પીએસ હૌઝ કાઝી સ્ટાફની ટીમની મદદથી તેની ધરપકડ કરવામાં આવી હતી.

https://twitter.com/DCPCentralDelhi/status/1809607562637070607

TV9 વેબસાઈટ પર 9 જુલાઈ 2023ના રોજ પ્રકાશિત અહેવાલ મુજબ, શહીદ કેપ્ટન અંશુમન સિંહના પત્નીને કીર્તિ ચક્ર અર્પિત કરવાની તસવીર પર એક શખ્સે અભદ્ર ટિપ્પણી કરી હતી. આ મામલો સામે આવ્યા બાદ લોકોએ તેને ઉગ્ર વિરોધ કર્યો. પછી રાષ્ટ્રીય મહિલા આયોગ (NCW)એ આને ગંભીરતાથી લીધું અને દિલ્હી પોલીસને કેસ નોંધવા અને કડક કાર્યવાહી કરવાની અપીલ કરી. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આ મામલે કેસ નોંધ્યો છે અને IFSO યુનિટ તેની તપાસ કરી રહ્યું છે.

વધુ માહિતી માટે અમે હૌઝ કાઝીના SHOનો સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું કે વાયરલ દાવો ખોટો છે. સ્નેચિંગ કેસમાં આ શખ્સની ધરપકડ કરવામાં આવી છે.

છેલ્લે અમે પોસ્ટને ખોટા દાવા સાથે શેર કરનારા યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે. યુઝરે પોતાની પ્રોફાઈલ પર પોતાને ઝારખંડનો રહેવાસી ગણાવ્યો છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ તસવીરમાં જોવા મળી રહેલા શખ્સનું નામ મોહમ્મદ કાસિમ છે અને તેની ચેઈન સ્નેચિંગના આરોપમાં ધરપકડ કરવામાં આવી છે. શહીદ કેપ્ટન અંશુમન સિંહ પર અભદ્ર ટિપ્પણી કરવાના કેસની સ્પેશિયલ સેલનું ઇન્ટેલિજન્સ ફ્યુઝન એન્ડ સ્ટ્રેટેજિક ઓપરેશન (IFSO) તપાસ કરી રહ્યું છે. જોકે, આ કેસમાં હજુ સુધી કોઈની ધરપકડ કરવામાં આવી નથી.

  • Claim Review : શહીદ કેપ્ટન અંશુમન સિંહની પત્ની પર અભદ્ર ટિપ્પણી કરનાર શખ્સની ધરપકડ
  • Claimed By : FB User સુરજ રાણા
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later