Fact Check: PhonePe અને Jioના નામે કેશબેક જીતવાનો દાવો કરતી વાયરલ લિંક ફેક
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે PhonePe અને Jio કેશબેક જીતવાના નામે વાયરલ થયેલી લિંક નકલી છે. આવી કોઈપણ શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરશો નહીં.
- By: Jyoti Kumari
- Published: Jul 17, 2024 at 11:20 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર PhonePe અને Jioના નામે કેશબેક જીતવાની એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે કૂપનને સ્ક્રેચ કરીને 999 રૂપિયાનું કેશબેક જીતી શકાય છે. પોસ્ટમાં એક લિંકને પણ શેર કરવામાં આવી રહી છે.
વિશ્વાસ ન્યૂઝે દાવાની તપાસ કરી તો જાણવા મળ્યું કે વાયરલ લિંક ફેક છે. યુઝર્સે આ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આવી કોઈપણ અજાણી લિંક પર ક્લિક કરવાથી તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર Pannorra (આર્કાઇવ લિંક) એ 4 જુલાઈના રોજ એક પોસ્ટ શેર કરી છે. તેના પર PhonePe અને Jioનો લોગો લાગેલો છે અને એક લિંક શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આપને જીતે 999 INR. Phonepe સ્ક્રેચ કૂપન બધાઈ હો.”
ફેસબુક યુઝર્સ Lucky 1980 (આર્કાઇવ લિંક)એ પણ આવી જ એક અન્ય લિંક શેર કરી છે. જેમાં Google Payનો લોગો લાગેલો છે અને દાવો કરવામાં આવી રહ્યો છે કે, “આપને જીતે 999 INR. Phonepe સ્ક્રેચ કૂપન બધાઈ હો”
તપાસ
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા આપેલી લિંક્સને ધ્યાનથી જોઈ. બંને લિંક્સમાં URL. XYZ લખેલું છે. જેનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ કરવામાં આવી રહેલી લિંક ફેક છે.
તપાસને આગળ વધારતા અમે PhonePeના સત્તાવાર એક્સ હેન્ડલ (આર્કાઇવ લિંક) અને વેબસાઈટ પર સર્ચ કર્યું. અમને આવી કોઈ માહિતી મળી નથી.
અમે Jioના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ અને વેબસાઈટને પણ તપાસી. ત્યાં પણ આવી કોઈ પોસ્ટ મળી નથી.
અમે Google Pay ના સત્તાવાર એક્સ હેન્ડલ્સને પણ સ્કેન કર્યા, પરંતુ આવી કોઈ માહિતી મળી નથી.
અમે વાયરલ પોસ્ટને ઈન્ડિયન સાયબર આર્મીના સ્થાપક કિસલય ચૌધરીની સાથે શેર કરી. તેમનું કહેવું છે કે સાયબર ઠગો આવા લલચાવનારા મેસેજ મોકલીને લોકોને છેતરવાનો પ્રયાસ કરે છે. જો કોઈ કંપની આવી ઓફર આપે છે તો તેની માહિતી તેમની વેબસાઇટ અને સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શેર કરવામાં આવે છે.
છેલ્લે અમે પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરની પ્રોફાઇલને સ્કેન કરી. યુઝરને લગભગ 2 હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે PhonePe અને Jio કેશબેક જીતવાના નામે વાયરલ થયેલી લિંક નકલી છે. આવી કોઈપણ શંકાસ્પદ લિંક્સ પર ક્લિક કરશો નહીં.
- Claim Review : તમે જીત્યા 999 INR... Phonepe સ્ક્રેચ કૂપન...અભિનંદન
- Claimed By : ફેસબુક યુઝર- Pannorra
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.