Fact Check: શપથ સમારોહમાં ગડકરીના PM મોદીનું અભિવાદન ન કરવાનો દાવો ખોટો, તસવીર સિલેક્ટેડ ફ્રેમની છે
શપથ ગ્રહણ સમારોહ દરમિયાન નીતિન ગડકરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શિષ્ટાચાર અભિવાદન ન કરવામાં આવ્યું હોવાનો દાવો ફેક છે અને આ સાથે વાયરલ થઈ રહેલી તસવીર શપથ ગ્રહણ સમારોહની સિલેક્ટેડ ફ્રેમ છે, જેમાં નીતિન ગડકરીની તે સ્થિતિને દર્શાવવામાં આવી છે, જ્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નમ્રતાપૂર્વક અભિવાદન કર્યા બાદ સામાન્ય મુદ્રામાં આવી ગયા હતા.
- By: Abhishek Parashar
- Published: Jun 21, 2024 at 10:51 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા પછી સોશિયલ મીડિયા પર આ શપથ ગ્રહણ સમારોહની એક તસવીર વાયરલ થઈ રહી છે, જેમાં તેઓને તે અન્ય વરિષ્ઠ નેતાઓનું શિષ્ટાચાર અભિવાદન કરતા જોઈ શકાય છે, જેઓએ તેમની સાથે મંત્રી પદના શપથ લીધા હતા. દાવો કરવામાં આવી રહ્યો છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અન્ય વરિષ્ઠ નેતાઓનું અભિવાદન કરી રહ્યા હતા, ત્યારે નીતિન ગડકરીએ તેમના અભિવાદનનો જવાબ ન આપ્યો.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. વાયરલ થઈ રહેલી તસવીર વાસ્તવમાં આ સમારોહની જ છે, પરંતુ તે એક સિલેક્ટેડ ફ્રેમ છે, જેમાં તે જ ફ્રેમને બતાવવામાં આવી છે, જેમાં ગડકરી સામાન્ય મુદ્રામાં ઉભેલા જોવા મળી રહ્યા છે. હકીકતમાં તેમણે પીએમ મોદીના અભિવાદનનો જવાબ તેમને નમસ્કાર કરીને આપ્યો હતો.
શું થઈ રહ્યું છે વાયરલ?
સોશિયલ મીડિયા યુઝર ‘રાજીવ રંજન કુશવાહા’ એ વાયરલ તસવીર (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું છે, “ગજબ ગડકરીજી…SWAG સે કરેંગે મોદીજી કા સ્વાગત.”
અન્ય ઘણા યુઝર્સે આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે.
તપાસ
વાયરલ તસવીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી તે મંત્રીઓની સાથે જોવા મળી રહ્યા છે, જેઓએ તેમની સાથે NDAના સતત ત્રીજા કાર્યકાળ માટે મંત્રી પદના શપથ લીધા હતા અને આમાં નીતિન ગડકરી સામાન્ય મુદ્રામાં ઉભેલા જોવા મળી રહ્યા છે, જેના કારણે એવું લાગી રહ્યું છે કે તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિષ્ટાચાર અભિવાદનનો જવાબ નથી આપ્યો. વાયરલ તસવીરને રિવર્સ ઈમેજ પર સર્ચ કરવા પર અમને આ તસવીર ઘણા રિપોર્ટ્સમાં મળી.
ઈન્ડિયન એક્સપ્રેસના રિર્પોટ મુજબ, આ તસવીર રવિવાર, 9 જાન્યુઆરીના રોજ રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા શપથ ગ્રહણ સમારોહની છે, જેમાં નરેન્દ્ર મોદીએ સતત ત્રીજી વખત અન્ય મંત્રીઓની સાથે વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા.
આ પછી અમે શપથ ગ્રહણ સમારોહના વીડિયોને સર્ચ કર્યો અને આ કાર્યક્રમનો વીડિયો ‘President of India’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ થયેલો મળ્યો.
લગભગ સાડા ત્રણ કલાક સુધી ચાલેલા શપથ ગ્રહણ સમારોહના વીડિયોમાં 34.40/3.17.00 થી 35.02/3.17.00ની ફ્રેમમાં સ્પષ્ટપણે નીતિન ગડકરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શિષ્ટાચાર અભિવાદનનો જવાબ આપતા જોઈ શકાય છે.
ઘણા અન્ય વીડિયો રિર્પોટ્સમાં પણ શપથ ગ્રહણ સમારોહના દ્રશ્યો હાજર છે અને તે બધામાં તેને જોઈ શકાય છે.
અમારી તપાસથી એ સ્પષ્ટ થાય છે કે વાયરલ થઈ રહેલી તસવીર શપથ ગ્રહણ સમારોહની સિલેક્ટેડ ફ્રેમની છે, જેમાં નીતિન ગડકરી સામાન્ય મુદ્રામાં ઉભેલા જોવા મળી રહ્યા છે. હકીકતમાં તેમણે કાર્યક્રમ દરમિયાન વડાપ્રધાનનું અભિવાદન કર્યું હતું. વાયરલ તસવીરને લઈને અમે ઉત્તર પ્રદેશ ભાજપના પ્રવક્તા હરિશ્ચંદ્ર શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે કહ્યું કે આ દુષ્પ્રચારની નવી રીત છે. શપથ ગ્રહણ સમારોહના કોઈપણ વીડિયોમાં જોઈ શકાય છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે અન્ય મંત્રીઓનું અભિવાદન કરે છે, ત્યારે તેઓ પણ બદલામાં અભિવાદન દ્રારા તેનો જવાબ આપે છે.
વાયરલ તસવીરને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરને ફેસબુક પર સાત હજારથી વધુ લોકો ફોલો કરે છે. ચૂંટણી સંબંધિત અન્ય ભ્રામક અને ફેક દાવાઓની તપાસ કરતા ફેક્ટ ચેક રિર્પોટને વિશ્વાસ ન્યૂઝના ચૂંટણી સેક્શનમાં વાંચી શકાય છે.
निष्कर्ष: શપથ ગ્રહણ સમારોહ દરમિયાન નીતિન ગડકરી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું શિષ્ટાચાર અભિવાદન ન કરવામાં આવ્યું હોવાનો દાવો ફેક છે અને આ સાથે વાયરલ થઈ રહેલી તસવીર શપથ ગ્રહણ સમારોહની સિલેક્ટેડ ફ્રેમ છે, જેમાં નીતિન ગડકરીની તે સ્થિતિને દર્શાવવામાં આવી છે, જ્યારે તેઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું નમ્રતાપૂર્વક અભિવાદન કર્યા બાદ સામાન્ય મુદ્રામાં આવી ગયા હતા.
- Claim Review : શપથ ગ્રહણ સમારોહ દરમિયાન નીતિન ગડકરીએ ન કર્યું વડાપ્રધાનનું અભિવાદન.
- Claimed By : ફેસબુક યૂઝર- રાજીવ રંજન કુશવાહા
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.