Fact Check: તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈના નામે વાયરલ થયેલો આ પત્ર નકલી છે
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ પત્ર ફેક છે. કે અન્નામલાઈએ શિવરાજ સિંહ ચૌહાણ અને યોગી આદિત્યનાથને લઈને આ પત્ર જાહેર કર્યો નથી.
- By: Pallavi Mishra
- Published: Jun 20, 2024 at 01:32 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણીમાં NDA ગઠબંધનની જીત બાદ નરેન્દ્ર મોદીએ રવિવારે સતત ત્રીજી વખત વડાપ્રધાન તરીકે શપથ લીધા હતા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ 71 મંત્રીઓને પણ શપથ લેવડાવ્યા હતા. આ જ 71 મંત્રીઓમાંથી એક છે તમિલનાડુના ભાજપ અધ્યક્ષ અન્નામલાઈ. હવે સોશિયલ મીડિયા પર ભાજપના લેટરહેડ પર લખાયેલ એક કથિત પત્ર વાયરલ થઈ રહ્યો છે, જેના પર તમિલનાડુ બીજેપી અધ્યક્ષ અન્નામલાઈના કથિત હસ્તાક્ષર છે. આ લેટરમાં કહેવામાં આવ્યું છે કે 2024ના અંતમાં શિવરાજ સિંહ ચૌહાણને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી બનાવવામાં આવશે અને યોગી આદિત્યનાથને હરિયાણાના મુખ્યમંત્રી બનાવવામાં આવશે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પત્રની તપાસ કરી. તે ફેક સાબિત થયો. તમિલનાડુ ભાજપ અધ્યક્ષ અન્નામલાઈએ વિશ્વાસ ન્યૂઝ સાથે વાત કરતા પુષ્ટિ કરી કે આ પત્ર ફેક છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર Kuldeep Singh Lodhi (આર્કાઇવ લિંક)એ આ પત્રને પોસ્ટ કરતાં લખ્યું, “2024ના અંત સુધીમાં ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ હશે અને યોગી હરિયાણાના મુખ્યમંત્રી બનશે, સારું રહેશે.”
વાયરલ પત્રમાં લખવામાં આવ્યું છે કે “Bharatiya Janata Party, Former Madhya Pradesh Chief Minister Shivraj Singh Chauhan should be made the next Chief Minister of Uttar Pradesh in the last month of 2024. The next Chief Minister of Haryana in 2024 will be the current Chief Minister Yogi Adityanath. K. Annamalai. State President-Bharatiya Janata Party” (ભારતીય જનતા પાર્ટી, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને 2024ના છેલ્લા મહિનામાં ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી બનાવશે, 2024માં હરિયાણાના આગામી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હશે. કે. અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ -ભારતીય જનતા પાર્ટી)
તપાસ
વાયરલ પત્રની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને ક્યાંય આ પત્ર સંબંધિત કોઈ સમાચાર મળ્યા નહીં.
વાયરલ પત્રમાં તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈના કથિત હસ્તાક્ષર હતા, તેથી અમે તમિલનાડુ ભાજપના સોશિયલ મીડિયા હેન્ડલ્સને પણ તપાસ્યા. અમને ક્યાંય પણ વાયરલ લેટર મળ્યો નહીં. પરંતુ અમને બીજેપીના લેટરહેડ પર એક બીજો પત્ર મળ્યો, જેનું લખાણ તો અલગ હતું, પરંતુ તે વાયરલ પત્ર જેવો જ હતો. બંને વચ્ચેનો તફાવત તમે નીચે જોઈ શકો છો.
અમે આ અંગે તમિલનાડુ ભાજપના અધ્યક્ષ અન્નામલાઈ સાથે સંપર્ક કર્યો. તેમણે તેને ફેક ગણાવતા કહ્યું ”આ પત્ર ફેક છે. કોઈએ આ નકલી પત્ર પર ઇલેક્ટ્રોનિક હસ્તાક્ષર લગાવી લીધા છે.”
વાયરલ પોસ્ટને Kuldeep Singh Lodhi નામના ફેસબુક યુઝરે શેર કરી હતી. યુઝરના ફેસબુક પર લગભગ 5000 ફ્રેન્ડ્સ છે અને તે ઉત્તર પ્રદેશનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ પત્ર ફેક છે. કે અન્નામલાઈએ શિવરાજ સિંહ ચૌહાણ અને યોગી આદિત્યનાથને લઈને આ પત્ર જાહેર કર્યો નથી.
- Claim Review : ભારતીય જનતા પાર્ટી, મધ્ય પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણને 2024ના છેલ્લા મહિનામાં ઉત્તર પ્રદેશના આગામી મુખ્યમંત્રી બનાવશે. 2024માં હરિયાણાના આગામી મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ હશે. કે. અન્નામલાઈ પ્રદેશ પ્રમુખ-ભારતીય જનતા પાર્ટી
- Claimed By : ફેસબુક યુઝર Kuldeep Singh Lodhi
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.