Fact Check: રેલીમાં PM મોદીએ ‘અપશબ્દો’ બોલ્યા હોવાનો દાવો ફેક, એડિટેડ વીડિયો કરાયો વાયરલ
લોકસભા ચૂંટણી દરમિયાન એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અપશબ્દો’ બોલ્યા હોવાનો દાવો ફેક છે અને આ દાવાની સાથે વાયરલ થઈ રહેલો વીડિયો એડિટેડ છે. અસલી વીડિયો 2019માં ગુજરાતના પાટણમાં યોજાયેલી રેલોની છે, જેને સંબોધતા પીએમ મોદીએ પાણીની સમસ્યા અને તેના સમાધાનનો ઉલ્લેખ કરતા નવી સરકારમાં અલગથી જળ મંત્રાલય બનાવવાનું વચન આપ્યું હતું.
- By: Abhishek Parashar
- Published: Jun 5, 2024 at 12:19 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)લોકસભા ચૂંટણી ચાલી રહી છે, અત્યાર સુધીમાં 6 તબક્કામાં મતદાન થઈ ચૂક્યું છે, સાતમા તબક્કાના મતદાન માટે પ્રચાર ચાલી રહ્યો છે. આ સંદર્ભમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક વીડિયો ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે, જેમાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે ચૂંટણી કાર્યક્રમને સંબોધિત કરતી વખતે કથિત રીતે અપશબ્દોનો ઉપયોગ કર્યો હતો.
લોકસભા ચૂંટણી દરમિયાન એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અપશબ્દો’ બોલ્યા હોવાનો દાવો ફેક છે અને આ દાવાની સાથે વાયરલ થઈ રહેલો વીડિયો એડિટેડ છે. અસલી વીડિયો 2019માં ગુજરાતના પાટણમાં યોજાયેલી રેલોની છે, જેને સંબોધતા પીએમ મોદીએ પાણીની સમસ્યા અને તેના સમાધાનનો ઉલ્લેખ કરતા નવી સરકારમાં અલગથી જળ મંત્રાલય બનાવવાનું વચન આપ્યું હતું.
શું થઈ રહ્યું છે વાયરલ?
સોશિયલ મીડિયા યુઝર ‘જનક્રાંતિ હાપુર’એ વાયરલ વીડિયો ક્લિપ (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું કે, “‘પર્પસફુલી’ ઈતની શાલીન ભાષા મંચ સે બોલતા હૈ, યા સસુરા મહજ સંયોગ હૈ? 🤦♂️🤣🤣🤣 #boycutt_bjp #Loksabhaelections2024 #અંધભક્તમુક્તભારત”
એક્સ યુઝર ‘આચાર્ય કન્ફ્યુશિયસ’એ વાયરલ વીડિયોને સમાન દાવા સાથે શેર કર્યો હતો, જેને હવે ડિલીટ કરી દેવામાં આવ્યો છે.
તપાસ
વાયરલ વીડિયો ક્લિપ થોડી સેકન્ડની છે, જેના પર ‘ધ ક્વિન્ટ’નો લોગો છપાયેલો છે. વાયરલ વીડિયો ક્લિપની કીફ્રેમ્સને રિવર્સ ઇમેજ સર્ચ કરવા પર અમને વીડિયો ક્લિપ ‘ધ ક્વિન્ટ’ની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર અપલોડ મળી. અપાયેલી માહિતી મુજબ, આ ગુજરાતના પાટણમાં યોજાયેલી 2019ની રેલીનો વીડિયો છે, જેને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સંબોધિત કરી હતી.
43.11/47.26થી 43.40/47.26ની ફ્રેમમાં તે ભાગને સાંભળી શકાય છે, જે વાયરલ ક્લિપમાં છે.
આ પછી અમે કીવર્ડ સર્ચની મદદ લીધી અને ભારતીય જનતા પાર્ટી (BJP) ની ઑફિશિયલ યુટ્યુબ ચેનલ પર આ વીડિયો મળ્યો, જે મુજબ તે 21 એપ્રિલ 2019ના રોજ ગુજરાતના પાટણમાં યોજાયેલી જાહેર સભાનો છે.
આ વીડિયો ક્લિપમાં 48.43/53.58 થી 49.26/53.58ની વચ્ચે તે ભાગને સાંભળી શકાય છે, જેને વાયરલ ક્લિપમાં સામેલ કરવામાં આવ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ભાષણને લઈને અમે ગુજરાતી જાગરણની ટીમની મદદ લીધી. ગુજરાતી જાગરણે અમને મોદીના ભાષણના આ અંશોનું ગુજરાતી લખાણ આપ્યું, જે આ મુજબ છે, ”પીએમ મોદીએ કહ્યું હતું કે આ વખતે અમારી નવી સરકાર 23મી તારીખે સાંજે બનશે અને ચૂંટણીના પરિણામો આવશે. સરકાર બનશે, અલગ જળ મંત્રાલય બનશે અને દેશભરમાં લોકો કહે છે કે ભવિષ્યમાં પાણીને લઈને યુદ્ધ થશે….અરે ભાઈ સાહેબ બધા કહી રહ્યા છે કે પાણીને લઈને યુદ્ધ થશે તો અમે અત્યારથી પાણી પહેલા પાળ કેમ ન બાંધીએ. અમે ગુજરાતના લોકોને પાણી પહેલા પાળ બાંધતા શીખવ્યું છે.”
વડાપ્રધાનનું આ ભાષણ ભાજપના સત્તાવાર ટ્વિટર હેન્ડલ (આર્કાઇવ લિંક) પર પણ ઉપલબ્ધ છે, જેમાં તેમના ભાષણનો ભાગ ફ્રેમ 43.40 થી સાંભળી શકાય છે.
સ્પષ્ટ છે કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાના ભાષણમાં પાણીની સમસ્યા અને તેના સમાધાન વિશે વાત કરી રહ્યા હતા. વાયરલ વીડિયો ક્લિપ અંગે ગુજરાતી જાગરણના એસોસિએટ એડિટર જીવન કપૂરિયા (Jivan Kapuriya) એ જણાવ્યું કે, ”અસલી વીડિયો ક્લિપમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી પાણીની સમસ્યા અને તેના સમાધાન વિશે વાત કરી રહ્યા છે. આમાં કોઈપણ પ્રકારની અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો નથી.”
વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપ એડિટેડ છે, જેમાં ભાષણની એક ચોક્કસ ટાઈમફ્રેમવાળી ક્લિપને એડિટ કરીને એક લૂપ (એક સરખી વીડિયો ક્લિપને વારંવાર કોપી પેસ્ટ કરી) બનાવવવામાં આવી છે, જેને સાંભળવાથી અપશબ્દનો ભ્રમ પેદા થાય છે.
ફેક દાવાઓ સાથે વાયરલ વીડિયો ક્લિપ શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ એક હજાર લોકો ફોલો કરે છે.
निष्कर्ष: લોકસભા ચૂંટણી દરમિયાન એક રેલીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘અપશબ્દો’ બોલ્યા હોવાનો દાવો ફેક છે અને આ દાવાની સાથે વાયરલ થઈ રહેલો વીડિયો એડિટેડ છે. અસલી વીડિયો 2019માં ગુજરાતના પાટણમાં યોજાયેલી રેલોની છે, જેને સંબોધતા પીએમ મોદીએ પાણીની સમસ્યા અને તેના સમાધાનનો ઉલ્લેખ કરતા નવી સરકારમાં અલગથી જળ મંત્રાલય બનાવવાનું વચન આપ્યું હતું.
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.