Fact Check: પ્રિયંકા ગાંધીના સ્ટાફે પત્રકાર સાથે કર્યું ગેરવર્તન? જાણો વાયરલ વીડિયોનું સત્ય
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક નીકળી. જાણવા મળ્યું છે કે આ ઘટના 2019માં સોનભદ્રમાં બની હતી. તેનો અમેઠી કે રાયબરેલી સાથે કોઈ સંબંધ નથી.
- By: Pallavi Mishra
- Published: May 24, 2024 at 11:57 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં કોંગ્રેસના કાર્યકર્તાઓ ન્યૂઝ ચેનલના પત્રકારને કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીને સવાલ પૂછવા પર ધમકી આપતા જોવા મળે છે. સોશિયલ મીડિયા યુઝર્સ આ ઘટનાને તાજેતરની અમેઠી અને રાયબરેલીની જણાવીને વાયરલ કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક નીકળી. જાણવા મળ્યું છે કે આ ઘટના 2019માં સોનભદ્રમાં બની હતી. તેનો અમેઠી કે રાયબરેલી સાથે કોઈ સંબંધ નથી.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર સુનીલ એમ. અવસ્થી (Suneel M. Awasthi) એ 15 મેના રોજ ‘I SUPPORT NRC Ghuspathiye Bhagao’ નામના પેજ પર આ વીડિયોને શેર કર્યો. વીડિયોને અપલોડ કરતા તેમણે લખ્યું કે, ‘જ્યારે પ્રિયંકા વાડ્રા ઉર્ફે પ્રિયંકા ગાંધી પ્રચાર માટે રાયબરેલી અને અમેઠી જાય છે, ત્યારે કેટલા ગુંડાઓની ફૌજ લઈને જાય છે, આ વીડિયોમાં જોઈ લો. પત્રકારે માત્ર આ સવાલ પૂછ્યો કે પ્રિયંકાજી, કલમ 370 હટાવવા પર તમારો શું અભિપ્રાય છે? તો તમારી બહેન પ્રિયંકા વાડ્રાએ તેમના ગુંડાઓને ઈશારો કર્યો અને ગુંડાઓએ તે પત્રકારને મારવા લાગ્યા. અને એક ગુંડો તો પત્રકારને જાનથી મારી નાખવાની ધમકી આપી રહ્યો છે અને તમારી બહેન હસી રહી છે, હિન્દુઓમાં થોડી પણ શરમ બાકી હોય તો કોંગ્રેસને વોટ ન આપતા.”
પોસ્ટનું આર્કાઇવ વર્ઝન અહીં જુઓ.
તપાસ
તપાસ માટે અમે વીડિયોને ધ્યાનથી જોયો જેમાં પત્રકારના હાથમાં એબીપી ન્યૂઝ ચેનલનું માઈક જોઈ શકાય છે. પરંતુ આ માઈક પરનો લોગો જૂનો છે, જેને 2020માં બદલવામાં આવ્યો હતો.
કીવર્ડ્સ વડે સર્ચ કરવાથી અમને એબીપી ન્યૂઝની યુટ્યુબ ચેનલ પર આ ઓરીજનલ સમાચાર મળ્યા. 13 ઓગસ્ટ, 2019ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોમાં કહેવામાં આવ્યું હતું કે કોંગ્રેસના કાર્યકરોએ સોનભદ્રમાં એબીપી ગંગાના રિપોર્ટર સાથે ગેરવર્તણૂક કરી હતી.
અમને આ બાબતે 2019 ના ઘણા સમાચાર મળ્યા. રિપોર્ટ્સ અનુસાર, વીડિયોમાં જોવા મળી રહેલા પત્રકાર નીતિશ પાંડે છે.
તપાસને આગળ વધારતા વિશ્વાસ ન્યૂઝે પત્રકાર નીતિશ પાંડે સાથે વાત કરી. જ્યારે આ ઘટના બની તે સમયે નીતિશ પાંડે એબીપી ગંગામાં કામ કરતા હતા અને હાલમાં ઝી મીડિયા સાથે સંકળાયેલા છે. તેમણે કન્ફર્મ કર્યું કે વીડિયોમાં તેઓ જ છે અને આ વીડિયો 2019 સોનભદ્રનો છે.
આ પોસ્ટ પહેલા પણ વાયરલ થઈ ચૂકી છે, વિશ્વાસ ન્યૂઝની અગાઉની તપાસ અહીં વાંચો.
તપાસના અંતે વિશ્વાસ ન્યૂઝે તે ફેક પોસ્ટ કરનારા પેજ ‘I SUPPORT NRC Ghuspathiye Bhagao’ની તપાસ કરી. પેજના 1.5 લાખથી વધુ ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક નીકળી. જાણવા મળ્યું છે કે આ ઘટના 2019માં સોનભદ્રમાં બની હતી. તેનો અમેઠી કે રાયબરેલી સાથે કોઈ સંબંધ નથી.
- Claim Review : અમેઠીમાં પ્રિયંકા ગાંધીના સ્ટાફે પત્રકાર સાથે ગેરવર્તન કર્યું.
- Claimed By : FB User-Suneel M. Awasthi
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.