Fact Check: હોસ્પિટલમાં દાખલ રાખી સાવંતની તસવીરને તેના નિધનની જણાવીને કરવામાં આવી રહી છે વાયરલ
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાખી સાવંતના નિધન સાથે જોડાયેલો દાવો ખોટો સાબિત થયો. રાખીની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ તેના નિધનને લઈને વાયરલ કરવામાં આવી રહેલી પોસ્ટ ફેક છે.
- By: Jyoti Kumari
- Published: May 23, 2024 at 12:50 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) બોલિવૂડ અભિનેત્રી રાખી સાવંતની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. આ દરમિયાન સોશિયલ મીડિયા પર કેટલાક લોકો એક પોસ્ટ શેર કરીને રાખી સાવંતને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે રાખી સાવંતનું હાર્ટ એટેકથી નિધન થઈ ગયું છે.
વિશ્વાસ ન્યૂઝને તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, રાખી સાવંતની તસવીરને તેના નિધનના દાવાની સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
ફેસબુક યુઝર Sourav Sahaએ 16 મેના પોસ્ટ શેર કરતા લખ્યું છે, “ॐ શાંતિ, રાખી સાવંતનું હાર્ટ એટેકથી નિધન થયું છે.”
પોસ્ટને સાચી માનીને અન્ય યુઝર્સ પણ તેને શેર કરી રહ્યા છે. વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
તપાસ
રાખી સાવંત સંબંધિત દાવાની સત્યતા જાણવા માટે અમે સૌથી પહેલા ગૂગલ ઓપન સર્ચનો ઉપયોગ કર્યો. સર્ચ કરવા પર અમને ઘણી વેબસાઇટ્સ પર આ સમાચાર મળ્યા કે રાખી સાવંતને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. દૈનિક જાગરણની વેબસાઈટ પર 15 મે, 2024ના રોજ પ્રકાશિત સમાચાર અનુસાર, ”પોતાના અંદાજ અને નિવેદનોને લઈને વિવાદોમાં રહેનારી રાખી સાવંત હોસ્પિટલમાં દાખલ છે. તેની તબિયત અચાનક બગડી છે. હોસ્પિટલમાંથી તેમનો ફોટો સામે આવ્યો છે. રાખી સાવંદ હૃદયની બીમારીથી ઝઝૂમી રહી છે.”
સર્ચ દરમિયાન અમને રાખી સાવંતની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર શેર કરેલી એક વૉઇસ નોટ મળી. 17 મે 2024ના રોજ શેર કરવામાં આવેલી વોઈસ નોટમાં તેણીને એમ કહેતા સાંભળી શકાય છે કે, ”હું જલ્દી સાજી થઈ જઈશ. 10 સેમીની ગાંઠ છે, હું ઠીક છું.”
રાખી સાવંતના સ્વાસ્થ્યને લઈને તેના પૂર્વ પતિ રિતેશ સિંહે પણ એક વીડિયો શેર કર્યો હતો. 16 મે, 2024ના રોજ શેર કરવામાં આવેલા વીડિયોમાં તેમણે જણાવ્યું કે, રાખી સાવંત હવે ઠીક છે. તે સ્ટેબલ છે. કદાચ ડૉક્ટર તેને ડિસ્ચાર્જ આપી દેશે.
અમે ગૂગલ પર વાયરલ દાવાને લઈને સર્ચ કર્યું. અમને રાખી સાવંતના નિધન સંબંધિત કોઈ સમાચાર મળ્યા નથી. તપાસને આગળ વધારતા અમે મુંબઈમાં બોલિવૂડને કવર કરતા દૈનિક જાગરણના વરિષ્ઠ પત્રકાર સ્મિતા શ્રીવાસ્તવ સાથે સંપર્ક કર્યો. તેમણે વાયરલ પોસ્ટને ફેક ગણાવી.
અંતે અમે ફેસબુક યુઝર સૌરવ સાહાની પ્રોફાઈલને સ્કેન કરી. અમને જાણવા મળ્યું કે, યુઝરને 6 હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝરે સિલીગુડીનો રહેવાસી છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં રાખી સાવંતના નિધન સાથે જોડાયેલો દાવો ખોટો સાબિત થયો. રાખીની અચાનક તબિયત લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે, પરંતુ તેના નિધનને લઈને વાયરલ કરવામાં આવી રહેલી પોસ્ટ ફેક છે.
- Claim Review : રાખી સાંવતનું હાર્ટ એટેકથી થયું નિધન.
- Claimed By : ફેસબુક યુઝર- Sourav Saha
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.