X
X

Fact Check: BJP જ નહીં, કોંગ્રેસ પણ લડી રહી છે 272થી વધુ લોકસભા સીટો પર ચૂંટણી

272થી વધુ સીટો પર માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી લડવાનો દાવો ભ્રામક છે. 3 મે સુધી કોંગ્રેસ 339થી વધુ સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)લોકસભા ચૂંટણી માટે ચાલી રહેલા મતદાનની વચ્ચે સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, દેશમાં ભારતીય જનતા પાર્ટી (BJP) એકમાત્ર એવી પાર્ટી છે, જે 272થી વધુ લોકસભા સીટો પર ચૂંટણી લડી રહી છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. 22 એપ્રિલ સુધી કોંગ્રેસ કુલ 301 લોકસભા સીટો પર ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી હતી અને તે પછી પણ બીજી ઘણી લોકસભા સીટો પર કોગ્રેસ દ્વારા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે, જેમાં સૌથી તાજેતરની ઉત્તરપ્રદેશની રાયબરેલી અને અમેઠી સીટોના ઉમેદવારોના નામની જાહેરાતનો સમાવેશ થાય છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર ‘વિનય ચૌબે’એ વાયરલ પોસ્ટ (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું કે, “આ ચૂંટણીમાં ભાજપ એકમાત્ર એવી પાર્ટી છે, જે 272 (બહુમતીનો આંકડો) સીટોથી વધુ પર ચૂંટણી લડી રહી છે.”

સોશિયલ મીડિયા પર ભ્રામક દાવાની સાથે વાયરલ પોસ્ટ.

તપાસ

કોંગ્રેસ સહિત અન્ય પક્ષો ઉમેદવારોના નામની જાહેરાત પ્રેસ રિલીઝ દ્વારા કરે છે, સાથે-સાથે તેમના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર પોસ્ટ પણ શેર કરે છે. કોંગ્રેસના ઉમેદવારોની યાદી ‘@INCSandesh’ એક્સ હેન્ડલ દ્વારા શેર કરવામાં આવી છે.

22 એપ્રિલની પોસ્ટ (આર્કાઇવ લિંક) અનુસાર, પાર્ટી (22 એપ્રિલ, 2024) સુધી કુલ 301 સીટો પર ઉમેદવારોના નામ જાહેર કરી ચૂક્યા છે.

આ પછી પણ પાર્ટી 11 અન્ય યાદીઓ દ્વારા વધુ 38 ઉમેદવારોની જાહેર કરી ચૂકી છે. એટલે કે કોંગ્રેસ અત્યાર સુધીમાં 339 સીટો પર પોતાના ઉમેદવારોના નામ જાહેર કરી ચૂકી છે.

સૌથી તાજેતરની યાદી (આર્કાઇવ લિંક)માં કોંગ્રેસે ઉત્તર પ્રદેશની રાયબરેલી અને અમેઠી સીટો પરથી રાહુલ ગાંધી અને કિશોરી લાલ શર્માને ઉમેદવાર બનાવ્યા છે.

એટલે કે આ દાવો ખોટો છે કે, દેશમાં માત્ર બીજેપી જ 272થી વધુ સીટો પર ચૂંટણી લડી રહી છે. રિપોર્ટ અનુસાર, બીજેપી અત્યાર સુધી 18 યાદી દ્વારા લગભગ 400થી વધુ લોકસભા સીટો માટે ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.

17મી યાદીમાં પાર્ટીએ રાયબરેલી અને કેસરગંજના ઉમેદવારોની જાહેરાત કરી હતી અને 18મી યાદીમાં પાર્ટીએ મહારાષ્ટ્રની પાલઘર સીટ પરથી ઉમેદવારની જાહેરાત કરી છે.

પાર્ટીએ પ્રથમ જ યાદી (આર્કાઇવ લિંક)માં 195 ઉમેદવારોની જાહેરાત કરી હતી અને ત્યારપછી જાહેર કરેલ બીજી યાદી (આર્કાઇવ લિંક)માં 72 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી હતી.

વાયરલ પોસ્ટમાં કરવામાં આવેલા દાવાને લઈને અમે ઉત્તર પ્રદેશ કોંગ્રેસના પ્રવક્તા અભિમન્યુ ત્યાગી સાથે સંપર્ક કર્યો. વાયરલ દાવાનું ખંડન કરતા તેમણે જણાવ્યું કે, “કોંગ્રેસ અત્યાર સુધી 300થી વધુ સીટો પર તેના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.”

ચૂંટણી પંચની સૂચના (આર્કાઇવ લિંક) અનુસાર, કુલ સાત તબક્કામાં યોજાનારી લોકસભા ચૂંટણી 2024ની શરુઆત 19 એપ્રિલના રોજ પ્રથમ તબક્કાના મતદાનથી થઈ, જેના અંતર્ગત કુલ 102 સીટો પર મતદાન થયું હતું. બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલે થયું હતું, જેના અંતર્ગત કુલ 89 સીટો પર મતદાન થયું હતું. તેમજ ત્રીજા તબક્કાનું મતદાન 7 મેના રોજ યોજાશે, જેમાં 94 લોકસભા સીટો પર મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરશે.

https://twitter.com/ECISVEEP/status/1768999969850060911

નોંધનીય છે કે દેશમાં લોકસભાની કુલ 545 સીટો છે, જેમાંથી 543 સીટો પર ચૂંટણી થઈ રહી છે. તેના આધારે સરકાર બનાવવા માટે બહુમતનો આંકડો 272 હોય છે. વાયરલ પોસ્ટને ભ્રામક દાવની સાથે શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ બે હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: 272થી વધુ સીટો પર માત્ર ભારતીય જનતા પાર્ટી (BJP)ના ચૂંટણી લડવાનો દાવો ભ્રામક છે. 3 મે સુધી કોંગ્રેસ 339થી વધુ સીટો પર પોતાના ઉમેદવારોની જાહેરાત કરી ચૂકી છે.

  • Claim Review : 2024 લોકસભા ચૂંટણીમાં માત્ર BJP જ 272થી વધુ સીટો પર ચૂંટણી લડી રહી છે.
  • Claimed By : FB User-Vinay Choubey
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later