X
X

Fact Check: કોંગ્રેસે રાહુલ અને પ્રિયંકાને અમેઠી-રાયબરેલીથી જાહેર કર્યા નથી ઉમેદવાર, વાયરલ પોસ્ટ ફેક

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો સાબિત થયો. અમને જાણવા મળ્યું કે કોંગ્રેસના નામે શેર કરવામાં આવી રહેલી પ્રેસ રિલીઝ ફેક છે. પાર્ટીએ આ ફેક્ટ ચેકના પ્રકાશિત થયા સુધીમાં ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

  • By: Pallavi Mishra
  • Published: May 2, 2024 at 05:23 PM
  • Updated: May 2, 2024 at 06:03 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) 

સોશિયલ મીડિયા પર વાયરલ એક પોસ્ટમાં કથિત રીતે કોંગ્રેસ દ્વારા જારી કરાયેલ એક પ્રેસ રિલીઝને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે પાર્ટીએ વર્તમાન લોકસભા ચૂંટણી માટે રાહુલ ગાંધીને અમેઠી અને પ્રિયંકા ગાંધી વાડ્રાને રાયબરેલી મતવિસ્તારમાંથી કોગ્રેસ ઉમેદવાર જાહેર કર્યા છે .

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો સાબિત થયો. અમને જાણવા મળ્યું કે કોંગ્રેસના નામે શેર કરવામાં આવી રહેલી પ્રેસ રિલીઝ ફેક છે. પાર્ટીએ આ ફેક્ટ ચેકના પ્રકાશિત થયા સુધીમાં ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

શું છે વાયરલ પોસ્ટમાં?

‘યુવા કોંગ્રેસ શહડોલ’ નામના ફેસબુક યુઝરે (આર્કાઇવ) 1 મેના રોજ આ પોસ્ટને શેર કરતા લખ્યું, “અમેઠીથી રાહુલ ગાંધી અને રાયબરેલીથી પ્રિયંકા ગાંધી મેદાનમાં ઉતર્યા છે. હવે એ જોવું રસપ્રદ રહેશે કે સ્મૃતિ ઈરાની આ વખતે ટક્કર આપે છે કે હારી જાય છે. આનાથી વધુ સારું એ હોત કે પ્રિયંકા ગાંધી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીની સામે વારાણસીથી લડ્યા હોત. રાજકારણમાં કેટલીકવાર જીત કરતાં વધારે સંદેશનું મહત્ત્વ હોય છે, જે એક સમયે રાજ નારાયણજીએ પૂર્વ વડાપ્રધાન ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી લડીને આપ્યો હતો. બાદમાં તેમની જીત ઈતિહાસના પાનામાં એક અધ્યાય બની ગઈ હતી.”

તપાસ

તપાસની શરુઆત અમે ગૂગલ ઓપન સર્ચ દ્વારા કરી. અમને ક્યાંય અમેઠી અને રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાતના કોઈ સમાચાર ન મળ્યા. આ બંને સીટો ખૂબ જ હાઈ પ્રોફાઈલ છે. આવી સ્થિતિમાં આ બંને સીટો પર જો ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી હોત, તો તે સમાચારમાં જરુર આવ્યું હોત. જોકે, અમને એવા સમાચારો જરુર મળ્યા કે આ બંને જ સીટો માટે હજુ સુધી કોંગ્રેસના ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી નથી.

આ પછી અમે કોંગ્રેસના ઓફિશિયલ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર સર્ચ કર્યું. અમને ક્યાંય પણ આ બંને સીટો પર ઉમેદવારોની જાહેરાત કરતી કોઈ પોસ્ટ મળી નથી.

સર્ચ કરતાં અમને 30 એપ્રિલની રાત્રે 8:22 વાગ્યે કોંગ્રેસ પાર્ટી દ્વારા જાહેર કરાયેલા ચાર લોકસભા ઉમેદવારોની યાદી મળી. આ યાદીમાં રાજ બબ્બર, આનંદ શર્મા, સતપાલ રાયજાદા અને ભૂષણ પાટીલના નામ સામેલ હતા, જેમને અનુક્રમે ગુડગાંવ, કાંગડા, હમીરપુરદ અને મુંબઈ નોર્થથી ટિકિટ મળી છે.

અમે આ મામલે ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના ઈન્ટરનલ કોમ્યુનિકેશન ઈન્ચાર્જ વિનીત પુનિયા સાથે સંપર્ક કર્યો, જેમણે આ પોસ્ટને ફેક ગણાવી.

તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીના પાંચમા તબક્કામાં 20મેના રોજ અમેઠી અને રાયબરેલી સીટો પર મતદાન થશે. આ તબક્કાની સીટો માટે નામાંકન ભરવાની છેલ્લી તારીખ 3 મે છે.

વાયરલ પોસ્ટને ભ્રામક દાવાની સાથે શિવ દાસ નામના ફેસબુક યુઝરે શેર કરી હતી. યુઝરના 800 થી વધુ ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં દાવો ખોટો સાબિત થયો. અમને જાણવા મળ્યું કે કોંગ્રેસના નામે શેર કરવામાં આવી રહેલી પ્રેસ રિલીઝ ફેક છે. પાર્ટીએ આ ફેક્ટ ચેકના પ્રકાશિત થયા સુધીમાં ઉત્તર પ્રદેશની અમેઠી અને રાયબરેલી બેઠકો માટે તેના ઉમેદવારોની જાહેરાત કરી નથી.

  • Claim Review : રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધી અમેઠી અને રાયબરેલીથી કોંગ્રેસના ઉમેદવારો જાહેર.
  • Claimed By : FB User-યુવા કોંગ્રેસ શહડોલ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later