Fact Check: રણવીર સિંહે નથી કરી કોંગ્રેસને મત આપવાની અપીલ, વાયરલ વીડિયો ફેક
કોંગ્રેસને મત આપવાની અપીલ કરી રહેલા રણવીર સિંહની વાયરલ વીડિયો ક્લિપ ફેક અને ઓલ્ટર્ડ છે. ઓરિજનલ વીડિયોમાં રણવીર સિંહ કાશીના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે.
- By: Abhishek Parashar
- Published: Apr 24, 2024 at 12:56 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) લોકસભા ચૂંટણી શરૂ થઈ ચૂકી છે. ગઈકાલે પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 102 બેઠકો પર મતદાન થયું હતું. આ તબક્કા બાદ બીજા તબક્કાનું મતદાન 26મી એપ્રિલે થશે. કુલ 7 તબક્કામાં 543 બેઠકો માટે 1 જૂને મતદાન સમાપ્ત થશે. તમામ બેઠકોનાં પરિણામ 4 જૂને આવશે. ચૂંટણીના આ માહોલ વચ્ચે સોશિયલ મીડિયા પર બોલિવૂડ એક્ટર રણવીર સિંહની એક વીડિયો ક્લિપ વાયરલ થઈ રહી છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે લોકોને કોંગ્રેસની તરફેણમાં મતદાન કરવાની અપીલ કરી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ વીડિયો ફેક હોવાનું જાણવા મળ્યું, જેમાં રણવીર સિંહના અવાજવાળા ઓડિયો ક્લોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. ઓરિજનલ વીડિયોમાં તેઓ કાશીના પ્રવાસના તેમના અનુભવ વિશેના પૂછવામાં આવેલા સવાલનો જવાબ આપતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે. આ વીડિયોને એડિટ કરીને તેમાં તેમના વોઈસ ક્લોન દ્વારા કોંગ્રેસના સમર્થનની અપીલ કરતા ફેક નિવેદનને ઉમેરી દેવામાં આવ્યું છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
સોશિયલ મીડિયા યુઝર ‘અમેઠીના રાહુલ ગાંધી’એ વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક) ને શેર કરીને કોંગ્રેસની તરફેણમાં વોટ કરવાની અપીલ કરી છે.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા રણવીર સિંહના ફેક વીડિયોનો સ્ક્રીનશોટ.
સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણા અન્ય યુઝર્સે (આર્કાઇવ લિંક) આ વીડિયોને સમાન દાવાની સાથે શેર કર્યો છે.
તપાસ
વાયરલ વીડિયો ક્લિપ 30 સેકન્ડની છે, જેમાં રણવીર સિંહને એમ કહેતા સાંભળી શકાય છે કે, ”…મોદીજી કા પર્પસ યહી હૈ…ઉનકા ઉદ્દેશ્ય યહી થા કી વો સેલિબ્રેટ કરે હમારી દુખી હુઈ જીવન કો ઔર દર્દ કો ઔર હમારી બેરોજગારી કો ઔર હમારી મહંગાઈ કો…. ક્યોકી હમ જો ભારવર્ષ હૈ અબ અન્યાય કાલ કી તરફ સે એસે બઢ રહે હૈ, ઈતની સ્પીડ સે બઢ રહે હૈ…પર હમેં હમારી વિકાસ હમારી ન્યાય કો માંગના કભી નહીં ભૂલના ચાહિએ…ઈસલિયે સોચો ઓર વોટ દો…” આ પછી વીડિયો ક્લિપમાં કોંગ્રેસ માટે વોટની અપીલ કરવામાં આવે છે.
વાયરલ વીડિયો ક્લિપને સાંભળીને એ સ્પષ્ટ થઈ જાય છે કે આમાં ઓડિયોની સાથે છેડછાડ કરવામાં આવી છે, કારણ કે વિઝ્યુઅલ અને ઓડિયો વચ્ચે કોઈ તાલમેલ નથી.
વાયરલ વીડિયો ક્લિપમાં ન્યૂઝ એજન્સી ANIનું માઈક જોવા મળી રહ્યું છે. આના આધારે સોશિયલ મીડિયા સર્ચમાં અમને ન્યૂઝ એજન્સી ANIના સત્તાવાર એક્સ હેન્ડલ પર ઓરિજનલ વીડિયો (આર્કાઇવ લિંક) મળ્યો, જેને 14 એપ્રિલ 2024ના રોજ શેર કરવામાં આવ્યો છે.
વાયરલ વીડિયો ક્લિપ કુલ 2 મિનિટ 33 સેકન્ડની છે, જેમાં રણવીર સિંહ કાશી મુલાકાતના અનુભવ વિશે પૂછવામાં આવેલા પ્રશ્નનો જવાબ આપી રહ્યા છે. વાયરલ વીડિયો ક્લિપમાં જે ફ્રેમનો ઉપયોગ કરવામાં આવ્યો છે, તે ઓરિજનલ વીડિયો ક્લિપમાં 1 મિનિટ 10 સેકન્ડની ફ્રેમથી જોઈ શકાય છે. તેમના આખા નિવેદનમાં ક્યાંય પણ કોંગ્રેસ કે કોઈપણ પક્ષને વોટ આપવાની અપીલ કરી નથી.
જાગરણના રિર્પોટ મુજબ, રણવીર સિંહ અને કૃતિ સેનને પહેલીવાર વારાણસીમાં ફેશન શૉનો જલવો બતાવ્યો. અહીંની સંસ્કૃતિ અને વારસાને સમાવિષ્ટ કરતા આ સ્ટાર્સે તેમના પરંપરાગત પોશાકમાં કાશીના વણકરોની મહેનત અને પ્રતિભાની ઝલક દર્શાવી હતી.
અન્ય ઘણા રિર્પોટ્સ (આર્કાઇવ લિંક)માં તેમની મુલાકાતનો ઉલ્લેખ છે.
અમારી તપાસ પરથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસ માટે વોટ માંગવાની અપીલની સાથે વાયરલ થઈ રહેલી રણવીર સિંહની વીડિયો ક્લિપ એડિટેડ ઓલ્ટર્ડ છે.
વાયરલ વીડિયો ક્લિપ અંગે અમે ANIના બ્યુરો ચીફ નવીન કપૂર સાથે સંપર્ક કર્યો. તેમણે જણાવ્યું કે, “આ ફેક વીડિયો છે.” સાથે જ તેમણે ઓરિજનલ વીડિયોની લિંક (આર્કાઇવ લિંક)ને શેર કરી, જેને ANIના સત્તાવાર એક્સ હેન્ડલ પરથી શેર કરવામાં આવી છે.
વાયરલ વીડિયોને શેર કરનાર યુઝરને ફેસબુક પર લગભગ 10 હજાર લોકો ફોલો કરે છે. ચૂંટણી સંબંધિત અન્ય ભ્રામક અને ફેક દાવાઓની તપાસ કરતા ફેક્ટ ચેક રિર્પોટને વિશ્વાસ ન્યૂઝના ચૂંટણી સેક્શનમાં વાંચી શકાય છે.
निष्कर्ष: કોંગ્રેસને મત આપવાની અપીલ કરી રહેલા રણવીર સિંહની વાયરલ વીડિયો ક્લિપ ફેક અને ઓલ્ટર્ડ છે. ઓરિજનલ વીડિયોમાં રણવીર સિંહ કાશીના પોતાના અનુભવનો ઉલ્લેખ કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરી રહ્યા છે.
- Claim Review : બોલિવુડ અભિનેતા રણવીર સિંહે કરી ક્રોગ્રેસના સમર્થનમાં વોટ કરવાની અપીલ.
- Claimed By : ફેસબુક યૂઝર- અમેઠીના રાહુલ ગાંધી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.