X
X

Fact Check: આંધ્રપ્રદેશમાં ખ્રિસ્તીઓના ધાર્મિક કાર્યક્રમના વીડિયોને રાહુલ ગાંધીની રેલીનો જણાવીને કરાઈ રહ્યો છે શેર

તમિલનાડુના કોઈમ્બતુરમાં રાહુલ ગાંધીની રેલીના નામે વાયરલ થઈ રહેલો વીડિયો આંધ્ર પ્રદેશમાં દર વર્ષે યોજાતા ખ્રિસ્તી તહેવારનો છે, જેને ચૂંટણી રેલીના નામે શેર કરવામાં આવી રહ્યો છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાના મતદાન પહેલા તામિલનાડુના કોઇમ્બતુરમાં રાહુલ ગાંધીની તાજેતરમાં થયેલી રેલી બાદ સોશિયલ મીડિયા પર જાહેર સભાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ રાહુલ ગાંધીની રેલીનો વીડિયો છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ભ્રામક હોવાનું જાણવા મળ્યું. 13 એપ્રિલના રોજ રાહુલ ગાંધી અને તમિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને કોઈમ્બતુરમાં ચૂંટણી રેલીને સંબોધિત કરી હતી. જોકે, વાયરલ વીડિયો આ રેલીનો નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

સોશિયલ મીડિયા યુઝર ‘પ્રદીપ કુમાર’એ વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કરતા લખ્યું કે, ”આ ભીડ તાનાશાહના અંતનો ઈશારો છે…?#india #RahulGandhi.”

સોશિયલ મીડિયા પર ભ્રામક દાવાની સાથે વાયરલ વીડિયોનો સ્ક્રીનશોટ

ઘણા અન્ય સોશિયલ મીડિયા યુઝર્સ (આર્કાઇવ લિંક)એ આ તસવીરને સમાન દાવાની સાથે શેર કરી છે.

https://twitter.com/i/status/1777734144081981511

તપાસ

વાયરલ વીડિયોના ક્રી-ફ્રેમ્સને રિવર્સ ઈમેજ પર સર્ચ કરતા અમને ‘hosanna_fellowship_official’ નામના ઈન્સ્ટાગ્રામ પેજ પર ઓરિજનલ વીડિયો (આર્કાઇવ લિંક) મળ્યો, જેને 11 માર્ચે અપલોડ કરવામાં આવ્યો છે.

આપવામાં આવેલી જાણકારી અનુસાર, આ વીડિયો હોસન્ના મિનિસ્ટ્રીઝના ધાર્મિક તહેવારનો છે. કીવર્ડ સર્ચમાં વીડિયો ‘HOSANNA MINISTRIES OFFICIAL’ની યુટ્યુબ ચેનલ પર મળ્યો, જેને 13 માર્ચ 2024ના રોજ અપલોડ કર્યો છે.

“Feast of Tabernacles” ખ્રિસ્તીનો વાર્ષિક તહેવાર છે. જેનું આયોજન હોસન્ના મંત્રાલય દ્વારા આંધ્ર પ્રદેશમાં કરવામાં આવે છે. મળતી માહિતી મુજબ, આ તહેવારનું આયોજન 7 માર્ચથી 10 માર્ચની વચ્ચે આંધ્રપ્રદેશનના ગોરંટલામાં કરવામાં આવ્યું હતું.

સર્ચમાં અમને આવા ઘણા ન્યૂઝ રિર્પોટ મળ્યા, જેમાં રાહુલ ગાંધીની કોઈમ્બતુરમાં થયેલી રેલીનો ઉલ્લેખ છે. ABPના રિપોર્ટમાં અમને આ રેલીની ઘણી તસવીરો મળી, જેને જોઈને એ સ્પષ્ટ થઈ જાય છે કે આ વાયરલ તસવીર રાહુલ ગાંધીની કોઈમ્બતુરની રેલીની તસવીર નથી.

વાયરલ તસવીરને લઈને અમે સલેમ સ્થિત સ્થાનિક પત્રકાર સુજાતા સેંથિલ કુમાર સાથે સંપર્ક કર્યો. તેમણે પુષ્ટિ કરતા જણાવ્યું કે, આ તસવીર રાહુલ ગાંધીની કોઈમ્બતુરની રેલીની નથી.

ચૂંટણી પંચની સૂચના (આર્કાઇવ લિંક) અનુસાર, તમિલનાડુની તમામ લોકસભા બેઠકો માટે પ્રથમ તબક્કા હેઠળ 19 એપ્રિલે મતદાન થવાનું છે.

વાયરલ વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરની પ્રોફાઈલ એક ચોક્કસ વિચારધારાથી પ્રેરિત છે. ચૂંટણી સંબંધિત અન્ય ભ્રામક અને ફેક દાવાઓની તપાસ કરતા ફેક્ટ ચેક રિર્પોટને વિશ્વાસ ન્યૂઝના ચૂંટણી સેક્શનમાં વાંચી શકાય છે.

निष्कर्ष: તમિલનાડુના કોઈમ્બતુરમાં રાહુલ ગાંધીની રેલીના નામે વાયરલ થઈ રહેલો વીડિયો આંધ્ર પ્રદેશમાં દર વર્ષે યોજાતા ખ્રિસ્તી તહેવારનો છે, જેને ચૂંટણી રેલીના નામે શેર કરવામાં આવી રહ્યો છે.

  • Claim Review : રાહુલ ગાંધીની રેલીનો વીડિયો
  • Claimed By : ફેસબુક યુઝર- પ્રદિપ કુમાર
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later