X
X

Fact Check: કોમેડિયન દિનેશ હિંગુના નિધનની અફવા વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોમેડિયન દિનેશ હિંગુના નિધનનો દાવો માત્ર અફવા છે. વડોદરામાં રહેતા દિનેશ હિંગુએ પોતે પણ વીડિયો જાહેર કરી જણાવ્યું કે તેઓ એકદમ સ્વસ્થ છે.

  • By: Umam Noor
  • Published: Mar 8, 2024 at 05:41 PM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) બોલિવૂડની ઘણી મોટી ફિલ્મોમાં કામ કરી ચૂકેલા એક્ટર અને કોમેડિયન દિનેશ હિંગુના નિધનના સમાચાર વાયરલ થઈ રહ્યા છે. વિવિધ પ્લેટફોર્મ પર યુઝર તેમની તસવીરને શેર કરીને દાવો કરી રહ્યા છે કે દિનેશ હિંગુનું નિધન થઈ ગયું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોમેડિયન દિનેશ હિંગુના નિધનનો દાવો માત્ર અફવા છે. વડોદરામાં રહેતા દિનેશ હિંગુએ પોતે પણ વીડિયો જાહેર કરીને જણાવ્યું કે તેઓ એકદમ સ્વસ્થ છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક પેજ મિશન 2024 ભાજપા સમર્થન ગ્રુપે વાયરલ પોસ્ટને 3 માર્ચના રોજ શેર કરીને લખ્યું, ”કોમેડિયન દિનેશ હિંગુનું નિધન. ઓમ શાંતિ..!”

પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જુઓ.

તપાસ

અમારી તપાસને શરૂ કરતા સૌથી પહેલા અમે ન્યૂઝ સર્ચ કર્યા. સર્ચમાં અમને ગુજરાતી mid-day.comની વેબસાઈટ પર 3 માર્ચના રોજ પ્રકાશિત એક સમાચાર મળ્યા. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, કોમેડિયન દિનેશ હિંગુના નિધનની અફવા ગઈકાલથી દરેક જગ્યાએ ફેલાઈ રહી છે, આ દરમિયાન વડોદરામાં રહેતા દિનેશ હિંગુએ પોતે સામે આવીને પોતાનો વીડિયો જાહેર કરીને આ અફવાઓ પર પૂર્ણ વિરામ લગાવ્યું છે.

સમાચારમાં અમને દિનેશ હિંગુનો વીડિયો મળ્યો, જેને તેમણે જાહેર કર્યો હતો. તે ‘R વડોદરા’ નામના ઇન્સ્ટાગ્રામ પેજ પર 2 માર્ચે પોસ્ટ કરવામાં આવ્યો છે. અહીં દિનેશ હિંગુને ગુજરાતી ભાષામાં એ કહેતા સાંભળી શકાય છે, ‘હું દિનેશ હિંગુ છું, હું બિલકુલ ઠીક છું. ન તો હું આ દુનિયામાંથી ચાલ્યો ગયો છું અને ન તો મારી તબિયત ખરાબ છે.’

વિશ્વાસ ન્યૂઝે પુષ્ટિ માટે દૈનિક જાગરણના વડોદરાના રિપોર્ટર પ્રશાંત સાથે સંપર્ક કર્યો અને તેમણે જણાવ્યું કે, એક ગુજરાતી ન્યૂઝ વેબસાઈટે દિનેશ હિંગુના નિધનના ફેક સમાચાર ચલાવ્યા હતા અને ત્યાર પછીથી આ અફવા ફેલાઈ ગઈ. દિનેશ હિંગુએ પોતે વીડિયો જાહેર કરીને આ સમાચારને ફેક ગણાવ્યા છે. 

ફેક પોસ્ટને શેર કરનાર ફેસબુક પેજના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે આ પેજને 1.5 લાખથી વધુ લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે કોમેડિયન દિનેશ હિંગુના નિધનનો દાવો માત્ર અફવા છે. વડોદરામાં રહેતા દિનેશ હિંગુએ પોતે પણ વીડિયો જાહેર કરી જણાવ્યું કે તેઓ એકદમ સ્વસ્થ છે.

  • Claim Review : દિનેશ હિંગુનું નિધન થઈ ગયું છે.
  • Claimed By : FB User: મિશન 2024 ભાજપા સમર્થન ગ્રુપ (ધાર્મિક)
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later