Fact Check: MS ધોનીની જૂની તસવીરને ખેડૂતોના વિરોધ પ્રદર્શન સાથે જોડીને કરાઈ રહી છે વાયરલ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. આ તસવીર તાજેતરની નહીં, વર્ષ 2022ની છે.
- By: Pallavi Mishra
- Published: Mar 7, 2024 at 03:36 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) પંજાબ-હરિયાણા બોર્ડર પર ચાલી રહેલા ખેડૂત આંદોલનને લઈને સોશિયલ મીડિયા પર ઘણા ફેક મેસેજ વાયરલ થઈ રહ્યા છે. આ જ ક્રમમાં હવે મહેન્દ્ર સિંહ ધોનીની એક તસવીરને વાયરલ કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ખેડૂતોના વિરોધ પ્રદર્શનની વચ્ચે એમએસ ધોની ખેડૂતોના સમર્થન માટે ગુરુદ્વારામાં ગયા હતા.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. આ તસવીર તાજેતરની નહીં, વર્ષ 2022ની છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર હેન્ડલ Rahul Gandhi fanએ 27 ફેબ્રુઆરી 2024ના રોજ વાયરલ તસવીરને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ”M.S Dhoni did not go to Ram mandir Pran prathisthan after being invited but he visited Gurudwara yesterday during ongoing Farmer’s protest. MS Dhoni is a man with spine who is still upholding secular values.” (એમએસ ધોનીએ આમંત્રણ મળવા છતાં રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં નહોતા ગયા, પરંતુ ચાલી રહેલા ખેડૂત વિરોધ દરમિયાન તેમણે ગુરુદ્વારાની મુલાકાત લીધી. એમએસ ધોની એક તેજસ્વી વ્યક્તિ છે જેઓ હજુ પણ ધર્મનિરપેક્ષ મૂલ્યોને જાળવી રહ્યા છે.)
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા આ તસવીરને ગૂગલ રિવર્સ ઈમેજ સર્ચ પર સર્ચ કરી. અમને આ તસવીર યુકે ખાલસા જત્થાના અધ્યક્ષ ગુરપ્રીત સિંહ આનંદના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર 17 જુલાઈ 2022ના રોજ અપલોડ થયેલી મળી.
અમને ગુરપ્રીત સિંહ આનંદ અને MS ધોનીની આ જ કપડામાં એક બીજી તસવીર ગુરપ્રીત સિંહ આનંદના 1 ઓક્ટોબર 2022ના રોજ કરવામાં આવેલા એક ટ્વીટમાં મળી, જેમાં તેમણે લખ્યું હતું, “અનુવાદ: હું થોડા મહિના પહેલા લંડનના ગુરુદ્વારા ખાલસા જત્થામાં એમએસ ધોનીને મળ્યો હતો અને મેં જોયું કે તેઓ શાંત હતા, પોતાનામાં લીન હતા અને આધ્યાત્મિક ક્ષણને આત્મસાત કરવામાં સક્ષમ હતા. આ આંતરિક શાંતિ છે, જે એવી પરિસ્થિતિઓમાં ધીરજ પ્રદાન કરે છે, જે અન્ય ઘણા લોકોને તણાવગ્રસ્ત કરી શકે છે.”
વધુ જાણકારી માટે અમે લંડનના ખાલસા જત્થા ગુરુદ્વારામાં ફોન કર્યો. અમારી વાત રૂપમ કૌર સાથે થઈ. તેમણે પુષ્ટિ કરતા કહ્યું કે આ તસવીર લંડનમાં આવેલા ખાલસા જત્થા ગુરુદ્વારાની બહારની છે અને જૂની છે.
છેલ્લે અમે તસવીરને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝર રાહુલ ગાંધી ફેનના ટ્વિટર એકાઉન્ટને સ્કેન કર્યું , અમને જાણવા મળ્યું કે યુઝરના લગભગ 100 ફોલોઅર્સ છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. અમને અમારી તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ તસવીરને લઈને કરવામાં આવી રહેલો દાવો ભ્રામક છે. આ તસવીર તાજેતરની નહીં, વર્ષ 2022ની છે.
- Claim Review : ધોની ખેડૂતોના સમર્થન માટે ગુરુદ્વારા ગયા
- Claimed By : ટ્વિટર હેન્ડલ Rahul Gandhi fan
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.