X
X

Fact Check: અમેરિકન સંસ્થાએ રામ મંદિરને 12 નવા સુવર્ણ વાહનો દાનમાં આપ્યા નથી, વાયરલ દાવો ભ્રામક

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે અયોધ્યા રામ મંદિરને અમેરિકન સંસ્થા દ્વારા 12 સુવર્ણ વાહનો દાનમાં આપવાનો વાયરલ દાવો ભ્રામક છે. અમેરિકન આર્ય વૈશ્ય વાસવી એસોસિએશને વર્ષ 2023માં તેલંગાણાના ભદ્રાચલમમાં આવેલા શ્રી રામચંદ્ર સ્વામી મંદિરને 12 સુવર્ણ વાહનો દાનમાં આપ્યા હતા. તેનો અયોધ્યા રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર એક વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે અમેરિકન આર્ય વૈશ્ય વાસવી એસોસિએશને અયોધ્યાના રામ મંદિરને 12 નવા સુવર્ણ વાહનો દાનમાં આપ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ દાવો ભ્રામક છે. અમેરિકન આર્ય વૈશ્ય વાસવી એસોસિએશન  (Arya Vaishya Vasavi Association)એ વર્ષ 2023માં તેલંગાણાના ભદ્રાચલમમાં આવેલા શ્રી રામચંદ્ર સ્વામી મંદિરને 12 સુવર્ણ વાહનો દાનમાં આપ્યા હતા. તેનો અયોધ્યા રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર પ્રિન્સ રાજપૂતે 1 ફેબ્રુઆરી 2024ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “NRI વાસવી એસોસિએશન USAએ બાલક રામ મંદિર અયોધ્યા માટે 12 સુવર્ણ વાહનો ભેટમાં આપ્યા.”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે ગૂગલ પર સંબંધિત કીવર્ડ્સની મદદથી સર્ચ કર્યું. આ દરમિયાન અમને વાયરલ વીડિયો સાથે સંબંધિક એક રિર્પોટ V6 ન્યૂઝ તેલુગુ નામની એક યુટ્યુબ ચેનલ પર મળ્યો. વીડિયોને 21 નવેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો હતો. અપાયેલી માહિતી અનુસાર, ભદ્રાચલમમાં આવેલા રામમચંદ્ર સ્વામી મંદિરને NRI વાસવી સંઘમે 12 નવા સુવર્ણ દિવ્ય વાહનો દાન કર્યા. વીડિયોમાં 8 સેકન્ડથી વાયરલ વીડિયોના ભાગને જોઈ શકાય છે.

તપાસ દરમિયાન અમને દાવા સાથે જોડાયેલો ન્યૂઝ રિર્પોટ તેલંગાણા ન્યૂઝ 18ની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 25 જાન્યુઆરી 2023ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો છે. રિર્પોટ મુજબ, આ દાન અમેરિકા સ્થિત NRI વાસવી એસોસિએશન નામની એક સંસ્થાએ આપ્યું હતું. આ સુવર્ણ વાહનોની કિંમત 65 લાખ રૂપિયા સુધી છે.

વધુ માહિતી માટે અમે અયોધ્યાના દૈનિક જાગરણના સંપાદકીય પ્રભારી રમા શરણ અવસ્થી સાથે સંપર્ક કર્યો. તેમણે આ દાવાને ખોટો ગણાવ્યો છે.

અંતે અમે વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. પ્રોફાઈલ પર અપાયેલી માહિતી અનુસાર તે દિલ્હીનો રહેવાસી છે. યુઝરને 3.1 હજાર લોકો ફોલો કરે છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે અયોધ્યા રામ મંદિરને અમેરિકન સંસ્થા દ્વારા 12 સુવર્ણ વાહનો દાનમાં આપવાનો વાયરલ દાવો ભ્રામક છે. અમેરિકન આર્ય વૈશ્ય વાસવી એસોસિએશને વર્ષ 2023માં તેલંગાણાના ભદ્રાચલમમાં આવેલા શ્રી રામચંદ્ર સ્વામી મંદિરને 12 સુવર્ણ વાહનો દાનમાં આપ્યા હતા. તેનો અયોધ્યા રામ મંદિર સાથે કોઈ સંબંધ નથી.

  • Claim Review : NRI વસાવી એસોસિએશન USAએ રામ મંદિર અયોધ્યાને 12 સુવર્ણ વાહનો ભેટ કર્યા.
  • Claimed By : ફેસબુક યુઝર પ્રિન્સ રાજપૂત
  • Fact Check : Misleading
Misleading
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later