Fact Check: અર્જુન હાથીના અંતિમ સંસ્કારના વીડિયોને છત્તીસગઢનો જણાવીને કરાઈ રહ્યો છે શેર
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે મહિલાઓ પર લાઠીચાર્જના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. અસલી વીડિયો છત્તીસગઢનો નહીં, પરંતુ કર્ણાટકનો છે. હાસન જિલ્લામાં અર્જુન હાથીના અંતિમ સંસ્કાર દરમિયાન ભીડ વધતા અને લોકોના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
- By: Pragya Shukla
- Published: Jan 10, 2024 at 11:40 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર લાઠીચાર્જનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં પોલીસને મહિલાઓને ધમકાવતા જોઈ શકાય છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપની સરકાર આવતા જ મહિલાઓ પર અત્યાચાર શરૂ થઈ ગયો છે.
વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. અસલી વીડિયો છત્તીસગઢનો નહીં, પરંતુ કર્ણાટકનો છે. હાસન જિલ્લામાં અર્જુન હાથીના અંતિમ સંસ્કાર દરમિયાન ભીડ વધતા અને લોકોના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર “જીતેન્દ્ર જસાકિયા”એ 5 જાન્યુઆરી, 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું કે, “છત્તીસગઢમાં જ્યાં સુધી ભૂપેશ હતા, ત્યાં સધી ભરોસો હતો. આજે ભૂપેશ નથી, અદાણીની સરકાર છે અને મહિલાઓને માર મારવામાં આવી રહ્યો છે. સત્યમેવ જયતે પર કોનો અદાણીનો???”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે વીડિયોની ઘણી કીફ્રેમ્સ કાઢી અને તેને ગૂગલ રિવર્સ ઈમેજની મદદથી સર્ચ કરી. આ સમય દરમિયાન અમને વાયરલ વીડિયો જેવો જ વીડિયો ન્યૂઝ 18 કન્નડની સત્તાવાર યુટ્યુબ ચેનલ પર મળ્યો. આ વીડિયોને 5 ડિસેમ્બર 2023ના રોજ અપલોડ કરવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વીડિયો હાસન જિલ્લામાં અર્જુન હાથીના અંતિમ સંસ્કાર વખતનો છે. લોકોની ભીડ વધતા અને વિરોધને કારણે પોલીસને લાઠીચાર્જ કરવો પડ્યો હતો. 4.29 મિનિટે વાયરલ વીડિયોમાં દેખાતી બંને મહિલાઓ જોઈ શકાય છે.
તપાસ દરમિયાન અમને અન્ય ઘણી YouTube ચેનલો પર અર્જુન હાથીના અંતિમ સંસ્કાર સાથે સંબંધિત વીડિયો મળ્યા. વાયરલ વીડિયોમાં જોવા મળી રહેલી મહિલાને પણ આ વીડિયોમાં જોઈ શકાય છે.
ધ હિન્દુની વેબસાઈટ પર 5 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, અર્જુન હાથીના મૃત્યુ પછી સ્થાનિક લોકોએ વન વિભાગના અધિકારીઓ પર બેદરકારીનો આરોપ લગાવીને વિરોધ કરવાનું શરૂ કર્યું હતું. સાથે જ લોકોએ એવી પણ માંગ કરી હતી કે અંતિમ સંસ્કાર મૈસૂરમાં કરવામાં આવે, જ્યાં અર્જુન હાથી દશેરાના તહેવારમાં ભાગ લેતો હતો.
ન્યૂઝ 24ની વેબસાઈટ પર 5 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિપોર્ટ મુજબ, વન અધિકારી એસપી મહાદેવનું કહેવું છે કે ચિક્કામગાલુરુ જિલ્લામાંથી એક જંગલી હાથી બેંગલુરુમાં ઘુસી આવ્યો હતો. આ જંગલી હાથીને પકડવા માટે વન વિભાગની ટીમે ઝુંબેશ હાથ ધરી હતી. આ અભિયાન દરમિયાન અર્જુન હાથીનું મૃત્યુ થયું હતું. જંગલી હાથી અને અર્જુન વચ્ચે લડાઈ થઈ હતી. જંગલી હાથીએ તેના દાંત અર્જુનના પેટમાં ઘુસાડી દીધા હતા અને વધુ પડતા રક્તસ્રાવને કારણે તેનું મૃત્યુ થયું હતું.
ટાઈમ્સ નાઉની વેબસાઈટ પર 8 ડિસેમ્બર 2023ના રોજ પ્રકાશિત થયેલા એક રિપોર્ટ અનુસાર, પૂર્વ સીએમ બસવરાજ બોમ્મઈ અને સ્થાનિક નાગરિકોએ સરકાર પર બેદરકારીનો આરોપ લગાવ્યો હતો. તેમનું કહેવું હતું કે સરકાર અર્જુનના મોતનું અસલી કારણ છુપાવી રહી છે.
વધુ જાણકારી માટે અમે કર્ણાટકના સ્થાનિક ટીવી પત્રકાર યાસિર ખાન સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે વાયરલ દાવો ખોટો છે. આ વીડિયો અર્જુન હાથીના અંતિમ સંસ્કારનો નથી.
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર એક વિચારધારા સાથે સંબંધિત પોસ્ટ્સ શેર કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે મહિલાઓ પર લાઠીચાર્જના વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. અસલી વીડિયો છત્તીસગઢનો નહીં, પરંતુ કર્ણાટકનો છે. હાસન જિલ્લામાં અર્જુન હાથીના અંતિમ સંસ્કાર દરમિયાન ભીડ વધતા અને લોકોના વિરોધ પ્રદર્શનને કારણે પોલીસે લાઠીચાર્જ કર્યો હતો.
- Claim Review : છત્તીસગઢમાં મહિલાઓ પર લાઠીચાર્જ
- Claimed By : ફેસબુક યુઝર જીતેન્દ્ર જસાકિયા
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.