X
X

Fact Check: યોગી આદિત્યનાથે નહોતી આપી PM મોદીને ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીર, ફેક છે વાયરલ ફોટો

યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીર આપવામાં આવી હોવાના દાવાની સાથે વાયરલ તસવીર ફેક છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથની એક તસવીર હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહી છે. તેમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પીએમ મોદીને બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીનો એક ફોટો આપતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ આ ફોટાને સાચો માનીને વાયરલ કરી રહ્યા છે. 

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ફેક નીકળ્યો. PM મોદી અને CM યોગીની એક તસવીરની સાથે છેડછાડ કરીને વાયરલ તસવીરને તૈયાર કરવામાં આવી છે. 3 જૂન 2022ના રોજ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે લખનઉમાં એક કાર્યક્રમ દરમિયાન પીએમ મોદીને એક સ્મૃતિચિહ્ન આપ્યું હતું. તે જ તસવીરને એડિટ કરીને ખોટા દાવાની સાથે હવે વાયરલ કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ફેસબુક યુઝર નેતરામ આદિવાસીએ 18 ડિસેમ્બરે એક તસવીરને પોસ્ટ કરીને લખ્યું કે, “જોઈને અવગણના કેમ કરો છો?”

પીએમ મોદી અને સીએમ યોગી આદિત્યનાથની આ વાયરલ તસવીરની ઉપર લખવામાં આવ્યું છે કે, બજરંગ બલી કી જય. આ છે અત્યાર સુધીનો શ્રેષ્ઠ ફોટો. જોઈને અવગણના કેમ કરો છો?

વાયરલ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે ગૂગલ લેન્સ ટૂલનો ઉપયોગ કર્યો. ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરવા પર અસલી તસવીર અમને ઘણી ન્યૂઝ વેબસાઇટ્સ પર મળી. News18.com પર  3 જૂન 2022ના રોજ પ્રકાશિત થયેલા એક સમાચારમાં અસલી તસવીરનો ઉપયોગ કરીને તેના કેપ્શનમાં જણાવવામાં આવ્યું હતું કે 3 જૂન 2022ના રોજ લખનઉમાં ત્રીજી યુપી ઈન્વેસ્ટર્સ સમિટમાં પીએમ મોદીને સ્મૃતિચિહ્ન આપતા યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ. આ તસવીર પીટીઆઈ દ્વારા જાહેર કરવામાં આવી હતી.

તેવી જ રીતે અસલી તસવીર ધ ક્વિન્ટની વેબસાઈટ પર હાજર એક સમાચારમાં પણ મળી. 3 જૂન 2022ના રોજ પ્રકાશિત થયેલા એક સમાચારમાં અસલી તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

વાયરલ તસવીર અને અસલી તસવીરના કોલાજને નીચે જોઈ શકાય છે. તેમાં સ્પષ્ટપણે જાણી શકાય છે કે કેવી રીતે અસલી તસવીરની સાથે છેડછાડ કરીને વાયરલ તસવીરને તૈયાર કરવામાં આવી છે.

તપાસને આગળ વધારતા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના મીડિયા સલાહકાર મૃત્યુંજય કુમાર સાથે સંપર્ક કરવામાં આવ્યો. તેમની સાથે વાયરલ તસવીરને શેર કરવામાં આવી. તેઓએ આ તસવીરને ફેક ગણાવી.

તપાસના અંતિમ તબક્કામાં ફેસબુક યુઝર નેતરામ આદિવાસીના એકાઉન્ટની તપાસ કરવામાં આવી. સોશિયલ સ્કેનિંગથી જાણવા મળ્યું કે યુઝરને ચાર હજારથી વધુ લોકો ફોલો કરે છે. યુઝર ગુજરાતના સિહોરનો રહેવાસી છે.

निष्कर्ष: યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીર આપવામાં આવી હોવાના દાવાની સાથે વાયરલ તસવીર ફેક છે.

  • Claim Review : સીએમ યોગી આદિત્યનાથે પીએમ મોદીને આપી બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીની તસવીર
  • Claimed By : ફેસબુક યૂઝર નેતરામ આદિવાસી
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later