Fact Check: 31 માર્ચ 2024થી 100 રૂપિયાની જૂની નોટોના અમાન્ય થવાનો દાવો ફેક અને માત્ર અફવા
નોટબંધીની પહેલાથી ચલણમાં રહેલી મહાત્મા ગાંધી સિરીઝની 100 રુપિયાની જૂની નોટોના અમાન્ય હોવાનો દાવો ખોટો અને બનાવટી છે. RBI તરફથી 100 રૂપિયાની જૂની નોટોને 31 માર્ચ 2024ના પહેલા નવી નોટો સાથે બદલવા માટેની કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. નોટબંધી પછી 100 રૂપિયાની નવી નોટોની સાથે પહેલેથી જ માર્કેટમાં હાજર 100 રૂપિયાની નોટ માર્કેટ ચલણમાં બની રહેશે.
- By: Abhishek Parashar
- Published: Dec 28, 2023 at 11:16 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર 100 રૂપિયાની એક જૂની નોટની તસવીરને શેર કરવામાં આવી રહી છે, જેને લઈને દાવો કરવામાં આવી રહ્યો છે કે આ નોટ 31 માર્ચ 2024 પછી અમાન્ય થઈ જશે. દાવો કરવામાં આવી રહ્યો છે કે 100 રૂપિયાની આ નોટને નવી નોટ સાથે બદલવાની છેલ્લી તારીખ 31 માર્ચ 2024 સુધી છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં આ દાવો ખોટો અને અફવા હોવાનું જાણવા મળ્યું. RBI દ્વારા આ નોટને બદલવાની કોઈ છેલ્લી તારીખ જાહેર કરવામાં આવી નથી, તેથી આ નોટના અમાન્ય થવાનો દાવો સંપૂર્ણપણે બનાવટી અને માત્ર અફવા છે. નોંધનીય છે કે નવેમ્બર 2018માં નોટબંધીની જાહેરાત બાદ સરકારે 1996માં જારી કરાયેલ મહાત્મા ગાંધી સિરીઝની 500 રુપિયા અને 1000 રૂપિયાની નોટોને બંધ કરીને નવી સિરીઝની નોટો બહાર પાડી હતી. જ્યારે 100, 50, 20, 10 અને 5 રૂપિયાની નોટો પહેલાની જેમ જ ચલણમાં રહી અને આજે પણ લીગલ ટેન્ડર એટલે કે કાનૂની રીતે માન્ય છે.
શું છે વાયરલ?
વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ દાવાને મોકલીને તેનું સત્ય જણાવવાની વિનંતી કરી છે.
વિશ્વાસ ન્યૂઝની ટિપલાઇન પર 100 રૂપિયાની જૂની નોટ અંગે મોકલવામાં આવેલ દાવામાં લખ્યું છે કે, “100 રૂપિયાની આ જૂની નોટ RBI દ્વારા હવે માન્ય રહેશે નહીં, કારણ કે RBIએ આ નોટને બદલવા માટે 31 માર્ચ 2024 સુધીની સમયમર્યાદા આપી છે.”
તપાસ
વાયરલ પોસ્ટમાં મહાત્મા ગાંધી સિરીઝની જૂની નોટની તસવીર લાગેલી છે. RBIની વેબસાઈટ પર ઉપલબ્ધ માહિતી અનુસાર, બેંકે 1996 પછી મહાત્મા ગાંધી સિરીઝની 5, 10, 20, 50, 100, 500 અને 1000 રૂપિયાની નોટોને બહાર પાડી હતી અને તેમાંથી 500 રૂપિયા અને 1000 રુપિયાની બેંક નોટો અમાન્ય થઈ ગઈ હતી.
નોટબંધી પછી સરકારે 500 રુપિયા અને 1000 રુપિયાની નોટોની જગ્યાએ 500 રુપિયા અને 2000 રુપિયાની નવી સિરીઝની નોટોને બહાર પાડી હતી.
RBIની વેબસાઈટ પર 19 જુલાઈ 2018ના રોજ જાહેર કરાયેલું નિવેદન મળ્યું, જેમાં સ્પષ્ટપણે કહેવામાં આવ્યું છે કે નવી સિરીઝની 100 રુપિયાની નોટોની સાથે પહેલાથી જારી મહાત્મા ગાંધી સિરીઝની 100 રુપિયાની જૂની નોટો કાયદેસર રીતે માન્ય અને ચલણમાં રહેશે.
19 જુલાઈ 2018ના રોજ જાહેર કરાયેલું નિવેદન, જેમાં 100 રુપિયાની નવી સિરીઝની નોટોની સાથે જૂની 100 રુપિયાની નોટોની ચલણમાં ચાલુ રાખવા વિશેની માહિતી આપવામાં આવી છે.
અમારી તપાસથી સ્પષ્ટ થાય છે કે RBI દ્વારા જૂની સીરિઝની 100 રુપિયાની નોટોને પાછી ખેંચી લેવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
વાયરલ મેસેજને લઈને વિશ્વાસ ન્યૂઝે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI)ના પ્રવક્તા યોગેશ દયાલ સાથે સંપર્ક કર્યો. વાયરલ દાવાને નકલી ગણાવતા તેમણે કહ્યું કે RBI દ્વારા આવું કોઈ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું નથી.
निष्कर्ष: નોટબંધીની પહેલાથી ચલણમાં રહેલી મહાત્મા ગાંધી સિરીઝની 100 રુપિયાની જૂની નોટોના અમાન્ય હોવાનો દાવો ખોટો અને બનાવટી છે. RBI તરફથી 100 રૂપિયાની જૂની નોટોને 31 માર્ચ 2024ના પહેલા નવી નોટો સાથે બદલવા માટેની કોઈ સૂચના જાહેર કરવામાં આવી નથી. નોટબંધી પછી 100 રૂપિયાની નવી નોટોની સાથે પહેલેથી જ માર્કેટમાં હાજર 100 રૂપિયાની નોટ માર્કેટ ચલણમાં બની રહેશે.
- Claim Review : 31 માર્ચ 2024ના પછી માન્ય અને ચલણમાં નહીં રહે 100 રૂપિયાની જૂની નોટ.
- Claimed By : Tipline User
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.