Fact Check: KBCના નામે ફેક લૉટરીનો દાવો ફરીથી થયો વાયરલ
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે KBC દ્વારા 25 લાખ રૂપિયાની લૉટરી જીતવાના નામે વાયરલ થયેલો દાવો ફેક અને એક સ્કેમ છે. આવી કોઈપણ પોસ્ટ પર વિશ્વાસ ન કરો. આ પોસ્ટને છેતરપિંડી કરવાના હેતુથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. કેબીસીના નામે પહેલા પણ આવા દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે.
- By: Pragya Shukla
- Published: Dec 15, 2023 at 11:24 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર KBC (Kaun Banega Crorepati)ને લઈને એક ઓડિયો અને પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે વોટ્સએપ અને કેબીસીએ મળીને 5 દેશોમાં ઈન્ટરનેશનલ લકી ડ્રો કર્યા હતા. આ લકી ડ્રોમાં 25 લાખ રૂપિયાનું ઈનામ રાખવામાં આવ્યું હતું. સાથે જ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે આ ઈનામને મેળવવા માટે એક નંબરને વોટ્સએપ પર જોડીને કોલ કરો.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ દાવો ફેક અને એક સ્કેમ છે. આવી કોઈપણ પોસ્ટ પર વિશ્વાસ ન કરો. આ પોસ્ટ છેતરપિંડી કરવાના હેતુથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. કેબીસીના નામે પહેલા પણ આવા દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘KBC રાણા પ્રતાપ સિંહ’એ 10 ડિસેમ્બર, 2023ના રોજ વાયરલ પોસ્ટ શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “KBC કૌન બનેગા કરોડપતિમાં તમે સાચો જવાબ આવા પર જીતી ચૂક્યા છો 2500000 રૂપિયાની લોટરી, તમારા અને તમારા સમગ્ર પરિવારને KBC તરફથી ખૂબ-ખૂબ અભિનંદન, લોટરી રિસીવ કરવા માટે આપવામાં આવેલી લિંકને ક્લિક કરો, બેંક મેનેજરનો વોટ્સએપ નંબર આપવામાં આવ્યો છે, ત્યાંથી તમને બધી માહિતી મળી જશે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ દાવાને મોકલીને તેનું સત્ય જણાવવાનો અનુરોધ કર્યો.
તપાસ
વાયરલ દાવાની સત્યતા જાણવા માટે અમે સોની લાઈવની સત્તાવાર વેબસાઈટને ચેક કરી. અમને ત્યાં દાવા સાથે સંબંધિત કોઈ માહિતી ન મળી. લકી ડ્રો કે લોટરી સંબંધિત કોઈ માહિતી ત્યાં આપવામાં આવી નહોતી. સાથે જ એવી કોઈ માહિતી આપવામાં આવી નથી કે KCBએ WhatsAppની સાથે મળીને કોઈ લકી ડ્રો કર્યો હતો.
તપાસને આગળ વધારતા અમે સંબંધિત કીવર્ડ્સની મદદથી ગૂગલ પર સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે સંબંધિત એક રિપોર્ટ ટાઈમ્સ ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પર 4 ફેબ્રુઆરી, 2022ના રોજ પ્રકાશિત થયેલો મળ્યો. રિપોર્ટ અનુસાર કેબીસીના નામે લોકો સાથે છેતરપિંડી કરવા બદલ બે લોકોની ધરપકડ કરવામાં આવી છે. આ લોકો વોટ્સએપ પર લોકોને ઓડિયો મોકલતા હતા અને કહેતા હતા કે તમે KBC વતી 25 લાખ રૂપિયાની લોટરી જીત્યા છે અને પછી તેમની સાથે છેતરપિંડી આચરતા હતા.
તપાસ દરમિયાન અમને દાવા સાથે સંબંધિત એક પોસ્ટ દિલ્હી પોલીસની સત્તાવાર એક્સ એકાઉન્ટ પર મળી. 4 ઓક્ટોબરે એક પોસ્ટને શેર કરીને દિલ્હી પોલીસે લોકોને ચેતવણી કરતા કહ્યું છે કે કેબીસીના નામે ચાલી રહેલો લોટરી સ્કેમ તમારા ખીસ્સાને ખાલી કરી શકે છે. તેથી તેના પર વિશ્વાસ ન કરો અને 1930 નંબર પર કોલ કરો.
ગુજરાત અને પંજાબ પોલીસે પણ તેમના ઓફિશિયલ એક્સ એકાઉન્ટ પર આવી જ એક પોસ્ટ શેર કરી છે, જેમાં લોકોને સાવચેત રહેવા જણાવ્યું છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે આવી કોઈ પોસ્ટ પર વિશ્વાસ ન કરો. જો તમે આના પર વિશ્વાસ કરશો, તો તમારું બેંક એકાઉન્ટ ખાલી થઈ શકે છે. પોલીસે પોસ્ટમાં એમ પણ કહ્યું છે કે જો આ પ્રકારની કોઈ પોસ્ટ તમારી સામે આવે છે, તો વહેલી તકે પોલીસ અથવા સાયબર પોલીસ સાથે સંપર્ક કરો.
વધુ જાણકારી માટે અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે સંપર્ક કર્યો અને વાયરલ પોસ્ટને તેમની સાથે શેર કરી. તેમનું કહેવું છે કે, કેબીસીના નામે ઘણા વર્ષોથી છેતરપિંડી થઈ રહી છે. ઘણીવાર લકી ડ્રૉ યોજીને છેતરપિંડી આચરવામાં આવે છે, તો કેટલીકવાર લિંક પર ક્લિક કરીને પ્રાઈઝ મની લેવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારની કોઈ પોસ્ટ પર વિશ્વાસ ન કરવો જોઈએ. લોકોને લાલચ આપવા માટે આ પ્રકારના લલચાવનારા મેસેજોને શેર કરવામાં આવે છે અને લોકો કંઈપણ વિચાર્યા વગર તેના પર વિશ્વાસ કરી લે છે અને છેતરપિંડીનો શિકાર બની જાય છે. જો તમારી સામે પણ આ પ્રકારની પોસ્ટ આવે છે, તો તમારે પહેલા સાયબર પોલીસમાં ફરિયાદ નોંધાવવી જોઈએ.”
છેલ્લે અમે ખોટા દાવાની સાથે પોસ્ટ શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર આ પ્રકારની ફેક પોસ્ટને શેર કરે છે.
निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે KBC દ્વારા 25 લાખ રૂપિયાની લૉટરી જીતવાના નામે વાયરલ થયેલો દાવો ફેક અને એક સ્કેમ છે. આવી કોઈપણ પોસ્ટ પર વિશ્વાસ ન કરો. આ પોસ્ટને છેતરપિંડી કરવાના હેતુથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહી છે. કેબીસીના નામે પહેલા પણ આવા દાવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ચૂક્યા છે.
- Claim Review : KBC દ્વારા 25 લાખ રૂપિયાની લૉટરી
- Claimed By : ફેસબુક યુઝર -KBC રાણા પ્રતાપ સિંહ
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.