X
X

Fact Check: તેલંગાણાના નવા મુખ્યમંત્રી રેવંત રેડ્ડીએ મંદિરોની જમીન મુસ્લિમોની ભલાઈ માટે વેચવાની નથી કરી વાત

તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડીના નામે વાયરલ થયેલી પોસ્ટ ફેક છે. તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. પોસ્ટની સાથે આપવામાં આવેલા વીડિયો ન્યૂઝમાં આવી કોઈ વાત કહેવામાં આવી નથી.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)તેલંગાણામાં કોંગ્રેસની સરકાર બન્યા બાદ રેવંત રેડ્ડીએ શપથ ગ્રહણ કરી લીધા છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં એક ન્યૂઝનો સ્ક્રીનશોટ શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે રેવંત રેડ્ડીએ કહ્યું છે કે તેઓ મુસ્લિમો માટે મંદિરોની જમીન વેચી દેશે. આના દ્વારા નવા મુખ્યમંત્રી પર નિશાન સાધવામાં આવી રહ્યું છે. 

વિશ્વાસ ન્યૂઝને પોતાની તપાસમાં જાણવા મળ્યું કે રેવંત રેડ્ડીના નામે કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. વિધાનસભા ચૂંટણીથી લગભગ એક મહિના પહેલા પણ આ પ્રકારનો દાવો કરવામાં આવ્યો હતો, ત્યારે કોંગ્રેસે સાયબર ક્રાઈમ પોલીસમાં ફરિયાદ કરીને ફેક પોસ્ટ કરનારાઓ પર કાર્યવાહીની માંગ કરી હતી.

શું થઈ રહ્યું છે વાયરલ?

વિશ્વાસ ન્યૂઝના ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ પોસ્ટને મોકલીને આની સત્યતા જણાવવાનો અનુરોધ કર્યો છે.

ફેસબુક યુઝર ‘DINESH PATEL‘ (આર્કાઇવ લિંક)એ 8 ડિસેમ્બરે એક લિંક પોસ્ટ કરીને લખ્યું કે,’ હું મંદિરોની જમીન મુસ્લિમોની ભલાઈ માટે મુસ્લિમોને વેચીશ. તેલંગાણાના નવ નિયુક્ત કોંગ્રેસી મુખ્યમંત્રી’  ”String (Twitter)

I will sell Temple lands for Muslims. Auction Hindu lands to save Muslims

Revanth Reddy. Your beloved CM of Telangana”

તપાસ

વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે આ વિશે કીવર્ડથી ગૂગલ પર સર્ચ કર્યું, પરંતુ આવા કોઈ મીડિયા રિપોર્ટ નથી મળ્યા, જેનાથી વાયરલ દાવાની પુષ્ટી થઈ શકે. 

15 નવેમ્બર 2023ના રોજ ધ હિન્દુમાં પ્રકાશિત સમાચાર લખ્યું છે કે, ”કોંગ્રેસના નેતાઓએ સાયબર ક્રાઈમ પોલીસનો સંપર્ક કરીને અજાણ્યા વ્યક્તિઓ સામે કાર્યવાહી કરવાની વિનંતી કરી છે. એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેટલાક લોકોએ કથિત રીતે તેલંગાણા પ્રદેશ કમિટી (ટીપીસીસી)ના અધ્યક્ષની તસવીરની સાથે એક ટીવી ન્યૂઝનો સ્ક્રીનશોટ બનાવ્યો હતો. વાયરલ સ્ક્રીનશોટમાં દાવો કરવામાં આવ્યો છે કે, ‘રેવંત રેડ્ડીએ વચન આપ્યું હતું કે લઘુમતી કલ્યાણ યોજનાઓને ભંડોળ પૂરું પાડવા માટે મંદિરની જમીનો વેચવામાં આવશે.’ તેમણે કહ્યું કે આ સમાચાર બનાવટી છે અને પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષને બદનામ કરવા જાણીજોઈને વાયરલ કરવામાં આવી રહ્યા છે. તેમણે પોલીસને આ ષડયંત્ર પાછળના લોકોની ઓળખ કરીને કાર્યવાહી કરવાની વિનંતી કરી છે.”

આ પ્રકારનો દાવો કરતા વાયરલ સ્ક્રીનશોટ પર એક્સ યુઝર  String @StringRevealsનું નામ આપવામાં આવ્યું છે. તે એકાઉન્ટને અમે સ્કેન કર્યું, પરંતુ આવી કોઈપણ પોસ્ટ ન મળી. 

ટ્વિટર એડવાન્સ સર્ચથી પણ અમને આવી કોઈ પોસ્ટ ન મળી. આને લઈને અમે વેબેક મશીન પર પણ એકાઉન્ટના સેવ કરેલા પેજને જોયું, પરંતુ તેમાં પણ આવી કોઈ જાણકારી નથી મળી.

ફેસબુક યુઝર દ્વારા શેર કરવામાં આવેલી પોસ્ટમાં એક વીડિયો ન્યૂઝની લિંક આપવામાં આવી છે. આ વીડિયો તેલુગુમાં છે. તેને ટાઈટલ આપવામાં આવ્યું છે કે,   Congress Issues Minority Declaration | Revanth Reddy | Shabbir Ali | Ntv। આમાં પ્લેટ પર આપવામાં આવેલા ટેક્સ્ટને અમે ગૂગલ ટ્રાન્સલેટની મદદથી ગુજરાતીમાં અનુવાદ કર્યું, પરંતુ આવી કોઈ માહિતી મળી નથી. તેમાં લખ્યું છે કે કોંગ્રેસે લઘુમતી મેનિફેસ્ટો જારી કર્યો છે.

આ વિશે વધુ જાણકારી માટે અમે તેલંગાણાના સ્થાનિક પત્રકાર શ્રી હર્ષ સાથે સંપર્ક કરીને તેમને વીડિયો ન્યૂઝની લિંક મોકલી. તેમનું કહેવું છે કે, ”આમાં આવી કોઈ વાત કહેવામાં આવી નથી. રેવંત રેડ્ડીએ પણ આવું કોઈ નિવેદન આપ્યું નથી. ચૂંટણી પહેલા પણ આવી પોસ્ટ વાયરલ થઈ હતી, જેને લઈને કોંગ્રેસે પોલીસ ફરિયાદ કરી હતી.”

ખોટો દાવો કરનાર ફેસબૂક યુઝરની પ્રોફાઈલને અમે સ્કેન કરી. 19 ઓક્ટોબર, 2014ના રોજ બનાવેલ આ પેજના 141 ફોલોઅર્સ છે.

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણી દરમિયાન ખોટા અને ભ્રામક દાવાઓ વાયરલ થયા હતા. વિશ્વાસ ન્યૂઝના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.

निष्कर्ष: તેલંગાણાના નવા સીએમ રેવંત રેડ્ડીના નામે વાયરલ થયેલી પોસ્ટ ફેક છે. તેમણે આવું કોઈ નિવેદન આપ્યું નથી. પોસ્ટની સાથે આપવામાં આવેલા વીડિયો ન્યૂઝમાં આવી કોઈ વાત કહેવામાં આવી નથી.

  • Claim Review : રેવંત રેડ્ડીએ કહ્યું છે કે તેઓ મુસ્લિમો માટે મંદિરની જમીન વેચી નાખશે.
  • Claimed By : FB User- DINESH PATEL
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later