X
X

Fact Check: દેવરિયામાં પેટ્રોલ પંપ પાસે લાગેલી આગના જૂના વીડિયોને અમદાવાદનો જણાવીને કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. અમદાવાદના નામે વાયરલ વીડિયો યુપીના દેવરિયાનો છે. જૂન 2023માં અહીં એક પેટ્રોલ પંપ પાસે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું ન હતું. હવે તે વીડિયોને ગુજરાતનો જણાવીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક પેટ્રોલ પંપની પાસે ભીષણ આગ લાગેલી જોવા મળી રહી છે. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને અમદાવાદનો જણાવીને વાયરલ કરી રહ્યા છે તો કેટલાક દાવો કરી રહ્યા છે કે આ ઘટનામાં ઘણા લોકોના મૃત્યુ નિપજ્યાં છે. 

વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ખોટો સાબિત થયો. વીડિયો ગુજરાતનો નહીં, પરંતુ યુપીના દેવરિયાનો છે. દેવરિયામાં એક પેટ્રોલ પંપ પાસે આગ લાગી ગઈ હતી. વીડિયો તે સમયનો છે. તેમાં કોઈનું મોત થયું ન હતું. આ ઘટના જૂન 2023માં બની હતી.

શું થઈ રહ્યું છે વાયરલ? 

ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દુર્ગેશે 19 સપ્ટેમ્બર 2023ના રોજ એક વીડિયોને પોસ્ટ કરીને દાવો કર્યો કે અમદાવાદમાં એક દુર્ઘટના બની. આ વીડિયોમાં પેટ્રોલ પંપની પાસે ભીષણ આગને જોઈ શકાય છે.

આ પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. આ પોસ્ટના આર્કાઇવ વર્ઝનને અહીં ક્લિક કરીને જોઈ શકાય છે.

તપાસ

વિશ્વાસ ન્યૂઝે સૌથી પહેલા વાયરલ વીડિયો વિશે માહિતી એકત્ર કરવાનું શરૂ કર્યું. Invid ટૂલની મદદથી તેની ઘણી કીફ્રેમ કાઢવામાં આવી. પછી તેને ગૂગલ લેન્સ ટૂલની મદદથી સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને યુપી પોલીસની ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસના એક્સ (અગાઉ ટ્વિટર) હેન્ડલ પર વાયરલ વીડિયો સાથે જોડાયેલો એક વીડિયો મળ્યો. 12 જૂન, 2023ના રોજ અપલોડ કરાયેલા આ વીડિયોની સાથે લખવામાં આવ્યું હતું કે, “જિલ્લા-દેવરિયા, પોલીસ સ્ટેશન-ગૌરીબજાર, ખારોહ ચારરસ્તા નજીક BPCL પેટ્રોલ પંપની પાસે નાખવામાં આવેલી CNG લાઇનના પ્લાસ્ટિકના બંડલમાં લાગેલી ભીષણ આગને ફાયરની ટીમ દ્વારા ઓલવી દેવામાં આવી છે અને પેટ્રોલ પંપને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવ્યો છે.”

સર્ચ દરમિયાન Jagran.com પર એક સમાચાર મળ્યા. 10 જૂન 2023ના રોજ પ્રકાશિત થયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે દેવરિયાના ગૌરી બજારના ખારોહ ચાર રસ્તા નજીક સીએનજી પેટ્રોલ પંપની પાસે પીવીસી પાઈપમાં અચાનકથી આગ લાગી હતી. આ સમાચાર અહીં વાંચો.

સર્ચ દરમિયાન અમને આ ઘટના સાથે સંબંધિત ઘણા વીડિયો મળ્યા. ન્યૂઝ 18 ઈન્ડિયાની યુટ્યુબ ચેનલ પર પણ આ આગ સાથે જોડાયેલા વીડિયોને 10 જૂનના રોજ અપલોડ કરતા લખવામાં આવ્યું હતું કે યુપીના દેવરિયામાં એક પેટ્રોલ પંપની પાસે ભીષણ આગ લાગતા સમગ્ર શહેરમાં ભયનો માહોલ સર્જાયો. લોકોને ડર હતો કે ક્યાંક પેટ્રોલ પંપ આગની ઝપેટમાં ન આવી જાય.

એવી જ રીતે એબીપી ગંગાની યુટ્યુબ ચેનલ પર પણ આ ઘટના સાથે સંબંધિત વીડિયો મળ્યો. 10 જૂન 2023ના રોજ અપલોડ કરાયેલા આ સમાચારમાં જણાવવામાં આવ્યું હતું કે દેવરિયામાં પેટ્રોલ પંપની પાસે ભીષણ આગ ફાટી નીકળી હતી. અહીં પાઈપોના બંડલોમાં આગ લાગી હતી. આગાની ઘટના ગૌરીબજાર પોલીસ સ્ટેશન વિસ્તારના ખારોહ ચાર રસ્તા પાસે બની હતી.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા દૈનિક જાગરણ, દેવરિયાના પ્રભારી મહેન્દ્ર ત્રિપાઠી સાથે સંપર્ક કર્યો. તેમણે માહિતી આપતાં જણાવ્યું કે વાયરલ વીડિયો દેવરિયાનો જ છે. જૂન મહિનામાં અહીં એક પેટ્રોલ પંપની પાસે આગ લાગી ગઈ હતી.

તપાસને આગળ વધારતા ગુજરાતી જાગરણના એસોસિયેટ એડિટર જીવન કપુરિયા સાથે સંપર્ક કરવામાં આવ્યો. તેમણે જણાવ્યું કે જેવું વાયરલ વીડિયોમાં જોવા મળી રહ્યું છે, તેવી અમદાવાદમાં કોઈ ઘટના બની નથી.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. અમદાવાદના નામે વાયરલ વીડિયો યુપીના દેવરિયાનો છે. જૂન 2023માં અહીં એક પેટ્રોલ પંપ પાસે આગ લાગી હતી. આ દુર્ઘટનામાં કોઈનું મૃત્યુ થયું ન હતું. હવે તે વીડિયોને ગુજરાતનો જણાવીને જુઠ્ઠાણું ફેલાવવામાં આવી રહ્યું છે.

  • Claim Review : ઇન્સ્ટાગ્રામ હેન્ડલ દુર્ગેશ
  • Claimed By : અમદાવાદમાં આગ લાગી ગઈ.
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later