X
X

Fact Check: મહાત્મા ગાંધીની તસવીરને એડિટ કરીને ખોટા દાવાની સાથે કરવામાં આવી રહી છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર એડિટેડ છે. અસલી તસવીરમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જગ્યાએ કોઈ છોકરીના ફોટાને લગાવી દેવામાં આવ્યો છે. અસલી તસવીરમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુને વાત કરતા જોઈ શકાય છે.

  • By: Umam Noor
  • Published: Oct 4, 2023 at 11:31 AM

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ) સોશિયલ મીડિયા પર મહાત્મા ગાંધીની એક તસવીર ઝડપથી વાયરલ થઈ રહી છે. તસવીરમાં મહાત્મા ગાંધીને એક છોકરીની સાથે જોઈ શકાય છે. યુઝર્સ આ ફોટાને વાંધાજનક દાવાની સાથે શેર કરી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું. વાસ્તવમાં આ તસવીર એડિટેડ છે. જેમાં દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જગ્યાએ કોઈ છોકરીના ફોટાને લગાવી દેવામાં આવ્યો છે. અસલી તસવીરમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુને વાત કરતા જોઈ શકાય છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘અખિલેશ કડવેકરે’ વાયરલ તસવીરને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે કે, “આઝાદી કી ભયંકર આર પાર કી લડાઈ-મે ગાંધીજી કો નાક સે ભી લડના પડા થા તબ જાકર આઝાદી મીલી.”

તપાસ

વાયરલ તસવીરની સત્યતા જાણવા માટે અમે સૌથી પહેલા આ ફોટાને ગૂગલ રિવર્સ ઈમેજ ટૂલમાં અપલોડ કરી સર્ચ કર્યું. સર્ચ દરમિયાન અમને આવી જ તસવીરો ઘણી વેબસાઇટ્સ પર મળી. ઈન્ડિયન એક્સપ્રેસના સમાચારમાં તસવીરમાં છોકરીની જગ્યાએ જવાહરલાલ નેહરુ જોવા મળ્યા. એટલે કે જવાહરલાલ નેહરુના ફોટોને એડિટ કરીને તેમાં છોકરીની તસવીરને લગાવવામાં આવી હતી. ઈન્ડિયન એક્સપ્રેસ વેબસાઈટ પર ‘Remembering Mahatma Gandhi: Rare Photos of the Father of the Nation’ના હેડિંગની સાથે એક ફોટો ગેલેરીમાં ઓરિજનલ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આગળની તપાસમાં અમને ઓરિજનલ તસવીર વોશિંગ્ટન પોસ્ટની વેબસાઇટ પર પણ મળી. અહીં પણ તસવીરમાં ગાંધીજીની સાથે જવાહરલાલ નેહરુને જોઈ શકાય છે.

આ ફેક તસવીરની વિશ્વાસ ન્યૂઝે અગાઉ પણ ફેક્ટ ચેક કરી છે, તે સમયે અમે તસવીરને લઈને મહાત્મા ગાંધીના પૌત્ર તુષાર ગાંધી સાથે સંપર્ક કર્યો હતો. તેમણે અમને જણાવ્યું હતું કે આ તસવીર છેલ્લા ઘણા વર્ષોથી વાયરલ થઈ રહી છે, પરંતુ આ ફેક તસવીર છે, અસલમાં ગાંધી બાપુની સાથે નહેરુજી બેઠા હતા.

ફેક પોસ્ટને શેર કરનાર ફેસબુક યુઝરના સોશિયલ સ્કેનિંગમાં અમને જાણવા મળ્યું કે યુઝરના બાયો મુજબ, તે કોલકાતામાં રહે છે અને યુઝરના 425 ફોલોઅર્સ છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે આ તસવીર એડિટેડ છે. અસલી તસવીરમાં દેશના પહેલા વડાપ્રધાન જવાહરલાલ નેહરુની જગ્યાએ કોઈ છોકરીના ફોટાને લગાવી દેવામાં આવ્યો છે. અસલી તસવીરમાં મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહરુને વાત કરતા જોઈ શકાય છે.

  • Claim Review : દાવો કરવામાં આવી રહ્યો છે કે ગાંધીજીની સામે કોઈ છોકરી બેઠી છે.
  • Claimed By : FB User: Avishek Kumar
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later