X
X

Fact Check: રતન ટાટાના જન્મદિવસ પર ટાટા કંપની તરફથી ફ્રી રિચાર્જ ઓફરના નામે ફેક પોસ્ટ વાયરલ

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક નીકળ્યો. ટાટા કંપની તરફથી આ પ્રકારની કોઈ ઓફર આપવામાં આવી રહી નથી. ટાટા કંપનીના નામે પોસ્ટને ખોટી જાણકારીની સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ પ્રકારની લિંક્સ પર ક્લિક ન કરો.

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ)સોશિયલ મીડિયા પર રતન ટાટાના જન્મદિવસ સાથે સંબંધિત એક પોસ્ટ ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે રતન ટાટાના જન્મદિવસ પર ટાટા કંપની તમામ ભારતીય યુઝર્સને 84 દિવસનું 719 રૂપિયાનું ફ્રી રિચાર્જ આપી રહી છે.

વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક હોવાનું સામે આવ્યું છે. ટાટા કંપની તરફથી આવી કોઈ ઓફર આપવામાં આવી રહી નથી. વાચકોને આવી કોઈપણ લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપવામાં આવે છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર “શહઝાદ ખાન”એ (આર્કાઇવ લિંક) 13 સપ્ટેમ્બરના રોજ પોસ્ટ શેર કરી છે અને લખ્યું છે, “*TATA BIRTHDAY* offer *Tata Company*એ તેમના *રતન ટાટા*ના જન્મદિવસ પર તમામ ભારતીય યુઝર્સને *₹719*નું 84 દિવસનું રિચાર્જ મફતમાં આપવાનો વાયદો આપ્યો છે, તો અત્યારે નીચે આપવામાં આવેલી વાદળી લિંક પર ક્લિક કરીને તમારા નંબર પર રિચાર્જ કરો. tatacashback.online”

સોશિયલ મીડિયા પર ઘણા યુઝર્સ તેને સમાન દાવાઓની સાથે શેર કરી રહ્યા છે. 

તપાસ

વાયરલ દાવાની તપાસ વિશ્વાસ ન્યૂઝે ટાટા કંપનીના સત્તાવાર સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર સર્ચ કરીને કરી. અમને ઈન્ટાગ્રામ, સત્તાવાર એક્સ (ટ્વિટર) એકાઉન્ટ અને ફેસબુક પેજ પર સર્ચ કર્યું. અમને વાયરલ દાવા સંબંધિત એવી કોઈ પોસ્ટ ન મળી. 

તપાસને આગળ વધારતા અમે ટાટાની સત્તાવાર વેબસાઇટ પર પહોંચી ગયા. અમે વેબસાઈટ પર વાયરલ દાવાને સર્ચ કર્યો. અમને અહીં પણ કોઈ માહિતી ન મળી. નોંધનીય છે કે જો ટાટા કંપની દ્વારા ફ્રી રિચાર્જ જેવી કોઈ ઓફર આપવામાં આવી હોત તો તેની માહિતી સોશિયલ મીડિયા અને વેબસાઈટ પર ચોક્કસપણે ઉપલબ્ધ હોત. પરંતુ અમને દાવાની પુષ્ટિ કરતી કોઈ માહિતી ન મળી.

આ પહેલા પણ રતન ટાટાના જન્મદિવસ પર ફ્રી રિચાર્જને લગતી પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. ત્યારે એવો દાવો કરવામં આવ્યો હતો કે, રતન ટાટાના જન્મદિવસ પર ટાટા કંપની તમામ ભારતીય યુઝર્સને 239 રૂપિયાનું 28 દિવસનું રિચાર્જ ફ્રી આપી રહી છે.” વિશ્વાસ ન્યૂઝે જ્યારે આ પોસ્ટની તપાસ કરી ત્યારે સત્ય કંઈક બીજું જ બહાર આવ્યું. અમારી તપાસમાં દાવો ફેક નીકળ્યો હતો. લિંકને છેતરપિંડી કરવા માટે બનાવવામાં આવી હતી. તે ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.

અમે આ વિશે ભારતીય સાયબર આર્મીના સંસ્થાપક કિસલય ચૌધરી સાથે વાત કરી. તેઓનું કહેવું છે, ‘આ લિંક ફેક છે. આવી કોઈ પણ શંકાસ્પદ લિંક પર ક્લિક ન કરવું જોઈએ. જો ટાટા કંપની દ્વારા આવી કોઈ ઓફર કરવામાં આવશે તો તેની માહિતી તેમની વેબસાઈટ અને સોશિયલ મીડિયા પર ઉપલબ્ધ હશે. યુઝરે આવી કોઈપણ લિંક પર ક્લિક કરતા પહેલા તેની તપાસ કરવી જોઈએ.

પોસ્ટ સપ્ટેમ્બરમાં વાયરલ થઈ છે, તો અમે રતન ટાટાના જન્મદિવસ વિશે સર્ચ કર્યું. અમને જાણવા મળ્યું કે તેમનો જન્મ 28 ડિસેમ્બર 1937ના રોજ મુંબઈમાં થયો હતો. અમને તેમના જન્મદિવસ પર ફ્રી રિચાર્જ જેવી ઑફર્સ સંબંધિત કોઈ સમાચાર કે પોસ્ટ ન મળી.

તપાસના અંતે અમે ફેસબુક યુઝર શહેઝાદ ખાનનું એકાઉન્ટ સ્કેન કર્યું જેણે આ લિંક શેર કરી હતી. અમને જાણવા મળ્યું કે યુઝરે ‘ફેશન હબ ફોર મેન એન્ડ વુમન’ નામના ફેસબુક પેજ પર પોસ્ટ શેર કરી છે. આ પેજના 664 મેમ્બર છે.

निष्कर्ष: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ફેક નીકળ્યો. ટાટા કંપની તરફથી આ પ્રકારની કોઈ ઓફર આપવામાં આવી રહી નથી. ટાટા કંપનીના નામે પોસ્ટને ખોટી જાણકારીની સાથે વાયરલ કરવામાં આવી રહી છે. આ પ્રકારની લિંક્સ પર ક્લિક ન કરો.

  • Claim Review : રતન ટાટાના જન્મદિવસ પર ટાટા કંપની તમામ યુઝરને 719 રૂપિયાનું 84 દિવસનું ફ્રી રિચાર્જ આપી રહી છે.
  • Claimed By : ફેસબુક યુઝર - Shahzad Khan
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later