X
X

Fact Check: વિરાટ કોહલીની સાથે એલ્વિશ યાદવની વાયરલ તસવીર છે એડિટેડ

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ પોસ્ટમાં કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. વિરાટ કોહલી અને એલ્વિશ યાદવની વાયરલ થઈ રહેલી તસવીર એડિટેડ છે.

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી) યુટ્યુબર એલ્વિશ યાદવે બિગ બોસ ઓટીટી સિઝન 2ની ટ્રોફી જીતી છે. જે બાદથી સોશિયલ મીડિયા પર ઘણા ખોટા દાવાઓ વાયરલ થઈ રહ્યા છે. આવી જ એક પોસ્ટમાં એલ્વિશ યાદવને ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીની સાથે જોઈ શકાય છે. તસવીરમાં બંનેની સાથે બિગ બોસ ઓટીટી સિઝન 2ની ટ્રોફી પણ જોઈ શકાય છે. એવો દાવો કરવામાં આવી રહ્યો છે કે બિગ બોસ જીત્યા બાદ એલ્વિશ યાદવે વિરાટ કોહલી સાથે મુલાકાત કરી હતી. 

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં વાયરલ દાવો ખોટો હોવાનું જાણવા મળ્યું છે. ખોટા દાવા સાથે વિરાટ કોહલી અને એલ્વિશ યાદવની એડિટેડ તસવીરને શેર કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘Bablu Babu Yadav’એ 23 ઓગસ્ટ, 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરી છે. પોસ્ટ પર લખ્યું છે કે, “એલ્વિશ યાદવને બિગ બોસ જીતને કે બાદ વિરાટ કોહલી સે કી મુલાકાત…SYSTUMM જીસકો ભી રહના સિસ્ટમ કે નીચે રહના પડેગા!!”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સથી સર્ચ કર્યું. પરંતુ અમને કોઈપણ વિશ્વાસનીય ન્યૂઝ રિપોર્ટ ન મળ્યા. જો વિરાટ કોહલી અને એલ્વિશ યાદવની મુલાકાત થઈ હોત, તો તેનાથી સંબંધિત કેટલાક રિપોર્ટ જરૂર મળી આવેત. જોકે, અમને આવા કોઈ સમાચાર ન મળ્યા.

તપાસને આગળ વધારતા અમે વિરાટ કોહલીના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ ચેક કર્યા. વિરાટ કોહલી સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે, જો તેઓએ એલ્વિશ યાદવ સાથે મુલાકાત કરી હશે તો તેમણે આ અંગેની પોસ્ટ શેર કરી જ હશે. પરંતુ અમને આવી કોઈ પોસ્ટ ન મળી.

તપાસને આગળ વધારતા અમે એલ્વિશ યાદવના સોશિયલ મીડિયા હેન્ડલ પર સર્ચ કર્યું, કારણ કે એલ્વિશ યાદવ સોશિયલ મીડિયા ઈન્ફ્લુએન્સર છે, તેથી તેમણે જરૂર દાવા સંબંધિત પોસ્ટ શેર કરી હશે. અમને અહીં પણ બંનેની મુલાકાત સંબંધિત કોઈ માહિતી ન મળી.

તપાસમાં આગળ અમે એલ્વિશ યાદવની ટ્રોપી સાથેની આ તસવીરને ગૂગલ લેન્સ દ્વારા સર્ચ કરી. અમને વાયરલ ફોટા જેવી ઘણી તસવીરો મળી. અમને ડિજિટલ ક્રિએટર, નિર્માતા અને લેખક ચિત્રાંશ જૈન અને YouTuber અજય ઘુડૈયા ઉર્ફે અજ્જુ 0008ની સાથે એલ્વિશ યાદવની સમાન તસવીર મળી, જેને એડિટ કરીને વિરાટ કોહલીની તસવીરને જોડવામાં આવી છે. જોકે, અમને વિરાટ કોહલી અને એલ્વિશ યાદવની કોઈ તસવીર ન મળી. વાયરલ પોસ્ટના કોમેન્ટ સેક્શનમાં પણ ઘણા લોકોએ વાયરલ તસવીરને એડિટેડ ગણાવી છે.

અમે આ વિશે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે વાત કરી. તેમણે તસવીરને એડિટેડ ગણાવી છે. તેમનું કહેવું છે કે જો એલ્વિશ યાદવ અને વિરાટ કોહલની મુલાકાત થઈ હોત તો તેમને પણ આ વિશે ખબર પડી હોત અને તેનાથી સંબંધિત સમાચાર ચોક્કસપણે ન્યૂઝમાં ચાલ્યા હોત.

અંતે અમે વાયરલ એડિટેડ તસવીરને શેર કરનાર યુઝરની તપાસ કરી. અમને જાણવા મળ્યું કે યુઝર બિહારના ઈમામગંજનો રહેવાસી છે. યુઝર એપ્રિલ 2022થી ફેસબુક પર એક્ટિવ છે.

  • Claim Review : એલ્વિશ યાદવે બિગ બોસ જીત્યા બાદ વિરાટ કોહલી સાથે કરી મુલાકાત.
  • Claimed By : ફેસબુક યુઝર -Bablu Babu Yadav
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later