X
X

Fact Check: ‘ટાટા ટી’ના નામે વાયરલ થઈ રહેલી પેકિંગ જોબની જાહેરાત ફેક, ભૂલથી પણ ન કરતા પર્સનલ માહિતી શેર

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): સોશિયલ મીડિયા પર એક પોસ્ટને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે, ટાટા ગ્રુપની કંપની ‘ટાટા ટી’ તરફથી ચા-પત્તી પેકિંગનું કામ આપવામાં આવી રહ્યું છે. આ કામને ઘરે બેસીને કરી શકાય છે. પોસ્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે આ કામ માટે પગાર 30થી 40 હજાર રૂપિયા સુધી આપવામાં આવશે. સમગ્ર ભારતમાં ગમે ત્યાંથી પણ આ કામને કરી શકાય છે.

વિશ્વાસ ન્યૂઝે જ્યારે વાયરલ પોસ્ટની તપાસ કરી તો જાણવા મળ્યું કે, લોકોને છેતરવા માટે ટાટા ગ્રુપના નામનો ઉપયોગ કરીને આ પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. આવા કોઈપણ મેસેજ પર વિશ્વાસ ન કરો. ટાટા કંપનીએ જ આ વાતને નકારી કાઢી છે. તેમણે કહ્યું કે અમારા તરફથી પેકિંગ જોબને લઈને આવી કોઈ પોસ્ટ જારી કરવામાં આવી નથી.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર “બાબા ગુરજંટ સિંહ”એ 11 ઓગસ્ટ 2023ના રોજ વાયરલ પોસ્ટને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “ટાટા ચાય અગ્નિ ચાય પત્તી પેકિંગ જોબ ઓલ ઈન્ડિયા હોમ ડિલિવરી.”

પોસ્ટમાં લખ્યું છે, “ટાટા ચાય અગ્નિ ચાય પત્તી પેકિંગ જોબ ઘર બેઠે કામ કરે 30 સે 40,000 માસિક ઓલ ઇન્ડિયા હોમ ડિલિવરી! નોકરી” 8794261688

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

ટાટા ટીના નામે વાયરલ થયેલી જાહેરાતની તપાસ માટે સૌથી પહેલા વિશ્વાસ ન્યૂઝે તેનું સ્કેનિંગ કર્યું. વાયરલ પોસ્ટની ભાષા અને લખવામાં કરેલી ભૂલો પરથી જ અનુમાન આવી ગયું કે આ એક નકલી જાહેરાત છે. મોટી કંપનીઓ ક્યારેય પણ આવી જાહેરાતો આપતી નથી.

તપાસને આગળ વધારતા અમે કંપનીની વેબસાઇટ અને સોશિયલ મીડિયા એકાઉન્ટ્સને સ્કેન કરવાનું શરૂ કર્યું. અમને ત્યાં પણ દાવા સંબંધિત કોઈ પોસ્ટ અથવા જાહેરાત મળી નથી.

અમે કીવર્ડ્સની મદદથી ન્યૂઝ રિર્પોટ વિશે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને દાવા સાથે જોડાયેલા કોઈ વિશ્વસનીય ન્યૂઝ રિર્પોટ ન મળ્યા. વિચારવા જેવી વાત છે કે ટાટા ગ્રુપ એ ભારતના સૌથી મોટા ગ્રુપોમાંથી એક છે. જો ખરેખર કંપની દ્વારા આવી કોઈ જાહેરાત જારી કરવામાં આવી હોત, તો તેના સંબંધિત કોઈ ન કોઈ મીડિયા રિર્પોટ જરુર આવ્યા હોત.

વિશ્વાસ ન્યૂઝે તપાસને આગળ વધારતા ટાટા ગ્રુપ સાથે મેઇલ દ્વારા સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, “આ દાવો સંપૂર્ણપણે ખોટો છે. વાયરલ થઈ રહેલી પોસ્ટ અમારા દ્વારા જારી કરવામાં આવી નથી. અમારી કંપની દ્વારા જે પણ જાહેરાત, સ્કીમ અથવા ઓફર જારી કરવામાં આવે છે, તેની તમામ જાણકારી વેબસાઈટ પર ઉપલબ્ધ હોય છે. આ પ્રકારની નોકરીની લાલચ આપતા મેસેજ પર વિશ્વાસ ન કરો. તેમની સાથે ક્યારેય પણ તમારું પાન કાર્ડ કે આધાર કાર્ડ શેર ન કરો. નહીંતર તમે છેતરપિંડીનો શિકાર બની શકો છો.”

આ મામલાને લઈને અમે સાયબર એક્સપર્ટ અનુજ અગ્રવાલ સાથે પણ વાતચીત કરી. તેમણે અમને કહ્યું, “AIના આગમન સાથે જ વિશ્વમાં અલગ-અલગ પ્રકારની છેતરપિંડી સામે આવી રહી છે. સાયબર ક્રાઈમ કરનારાઓ દરરોજ નવી-નવી રીતો અપનાવી રહ્યા છે. તેઓ લોકોને છેતરવા માટે સોશિયલ મીડિયા એપ્સ અને AI એપ્સનો ઉપયોગ કરી રહ્યા છે. તેઓ આ પ્રકારની પોસ્ટ કરે છે અને લોકોને વિશ્વાસ અપાવે છે કે તેઓ સત્ય કહી રહ્યા છે. પછી તેઓ તેમની પાસેથી તેમની અંગત માહિતી મેળવે છે અને તેમની સાથે છેતરપિંડી કરે છે. જો તમે સોશિયલ મીડિયા પર આવી કોઈ પોસ્ટ અથવા લિંક જુઓ, તો સૌથી પહેલા કોઈ વિશ્વસનીય સોર્સ પર જઈને તેના વિશે સર્ચ કરો અથવા ચેક કરો. ત્યારે પછી જ તેના પર વિશ્વાસ કરો. અથવા પછી સંબંધિત કંપનીની વેબસાઇટ અને તેમના સોશિયલ મીડિયા હેન્ડલ્સને ચેક કરો. માત્ર જોઈને કોઈ પણ લિંક પર વિશ્વાસ ન કરો અને આવી કોઈ પોસ્ટ પર ક્લિક ન કરો. શક્ય હોય ત્યાં સુધી તમારી માહિતી ઓનલાઈન શેર કરવાનું ટાળો.”

વિશ્વાસ ન્યૂઝે આવા અનેક દાવાઓની તપાસ કરી છે. જેને તમે લિંક પર ક્લિક કરીને વાંચી શકો છો.

અંતે અમે પોસ્ટને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું છે કે યુઝર આવા નકલી દાવાઓ શેર કરે છે. યુઝરના ફેસબુકને 5 લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પરની માહિતી અનુસાર, યુઝર પંજાબનો રહેવાસી છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું કે ‘ટાટા ટી’ના નામે વાયરલ જાહેરાત નકલી છે. કંપની દ્વારા આવી કોઈ જાહેરાત આપવામાં આવી નથી. કંપનીએ આ વાતને નકારી કાઢી છે.

  • Claim Review : ટાટા ટી આપી રહ્યું છે પેકિંગની જોબ.
  • Claimed By : ફેસબુક યુઝર બાબા ગુરજંટ સિંહ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later