Fact Check: મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર પૂરનો આ વીડિયો તાજેતરનો નહીં બે વર્ષ જૂનો છે
- By: Jyoti Kumari
- Published: Aug 14, 2023 at 11:29 AM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): દેશના મોટાભાગના વિસ્તારોમાં ચોમાસાનો વરસાદ આફત બની ગયો છે. મુંબઈમાં પણ ભારે વરસાદની સમસ્યા બનેલી છે. મહારાષ્ટ્રના મુંબઈ, થાણે, પુણે, સાંગલી, સતારા, કોંકણ પટ્ટા, વિદર્ભ અને મરાઠવાડામાં વરસાદ બંધ થવાનું નામ નથી લઈ રહ્યો. આ દરમિયાન સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરવામાં આવી રહ્યો છે, જેમાં મુંબઈમાં આવેલા ગેટવે ઓફ ઈન્ડિયા પાસે પાણી ભરાયેલું જોવા મળી રહ્યું છે અને દરિયામાંથી ઉછળતા મોજાઓ જોઈ શકાય છે. કેટલાક યુઝર્સ આ વીડિયોને મુંબઈની તાજેતરની સ્થિતિ સાથે જોડીને વાયરલ કરી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો તાજેતરનો નથી. વીડિયો વર્ષ 2021માં મુંબઈમાં આવેલા તાઉતે વાવાઝોડા વખતનો છે, જેને હવે મુંબઈની તાજેતરની સ્થિતિ સાથે જોડીને ખોટા દાવાની સાથે યુઝર્સ શેર કરી રહ્યા છે. વીડિયોને મુંબઈમાં તાજેતરમાં થઈ રહેલા વરસાદ સાથે કોઈ સંબંધ નથી.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘Kishanchand Israney’એ 28 જુલાઇ 2023ના રોજ વાયરલ વીડિયો (આર્કાઇવ લિંક)ને શેર કરતાં કેપ્શનમાં લખ્યું છે, “મુંબઈનો ગેટવે ઓફ ઈન્ડિયા અને તાજ હોટેલ ભારે વરસાદના કારણે પાણીમાં ડૂબી ગઈ છે.”
વીડિયોની ઉપર લખેલું છે: મુંબઈ ટુડે
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે સૌથી પહેલા અમે Invid ટૂલનો ઉપયોગ કર્યો. તેના દ્વારા વાયરલ વીડિયોની કેટલાક કી-ફ્રેમ્સ કાઢ્યા. પછી તેને ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ ટૂલ દ્વારા શોધવાનું શરૂ કર્યું. અમને આ વીડિયો ‘NS Now’ નામની YouTube ચેનલ પર મળ્યો. 19મે 2021ના રોજ અપલોડ કરાયેલા વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી મુજબ, આ વીડિયો તાઉતે વાવાઝોડા વખતનો છે.
સર્ચ દરમિયાન વાયરલ વીડિયો સાથે જોડાયેલ રિપોર્ટ ‘ધ વાયરલ ન્યૂઝ’ નામની યુટ્યુબ ચેનલ પર પણ મળ્યો. 20 મે 2021ના રોજ અપલોડ કરાયેલા રિર્પોટની સાથે આપેલા ડિસ્ક્રિપશન મુજબ, વર્ષ 2021માં મુંબઈમાં આવેલા તાઉતે તોફાન દરમિયાન આવું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું.
વાયરલ વીડિયોને ‘Indore wale/ઇન્દોરવાલે’ નામના ફેસબુક પેજે પણ જુલાઈ 2021ના રોજ શેર કર્યો હતો.
અમને મુંબઈમાં આવેલ તાઉતે વાવાઝોડા સાથે જોડાયેલા રિર્પોટ ઘણી ન્યૂઝ વેબસાઈટ પર મળ્યા. સ્ક્રોલની વેબસાઈટ પર 17મે 2021ના રોજ પ્રકાશિત થયેલા રિર્પોટમાં મુંબઈમાં આવેલ તાઉતે તોફાન સાથે સંબંધિત અનેક વીડિયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ જ રિપોર્ટમાં વાયરલ વીડિયોને પણ જોઈ શકાય છે. તેનાથી જાણવા મળે છે કે વાયરલ વીડિયો જૂનો છે અને તાજેતરના વરસાદ તેનો કોઈ સંબંધ નથી.
અમારી અહીં સુધીની તપાસથી એ સાબિત થાય છે કે વાયરલ વીડિયો જૂનો છે. સંપૂર્ણ રીતે પુષ્ટિ કરવા માટે અમે મિડ-ડેના સિનિયર રિપોર્ટર સમીઉલ્લાહ ખાન સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને કહ્યું, વીડિયો જૂનો છે. તાઉતે તોફાન વખતે આવું ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું.
અગાઉ પણ મુંબઈના નાલાસોપારા સ્ટેશનના જૂના વીડિયોને મુંબઈની તાજેતરની સ્થિતિ સાથે જોડીને વાયરલ કરવામાં આવ્યો હતો. જેની ફેક્ટ-ચેક વિશ્વાસ ન્યુઝે કરી હતી. તમે તે સ્ટોરીને અહીં વાંચી શકો છો.
તપાસના અંતે અમે જૂના વીડિયોને તાજેતરનો જણાવીને શેર કરનાર ફેસબુક યુઝર ‘કિશનચંદ ઇસરાની’ના એકાઉન્ટનું સ્કેનિંગ કર્યું. સ્કેનિંગથી અમને જાણવા મળ્યું કે ફેસબુક પર યુઝરના 237 ફ્રેન્ડ્સ છે. યુઝર જયપુરના રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં જાણવા મળ્યું છે કે જે વીડિયોને મુંબઈની વર્તમાન સ્થિતિ સાથે જોડીને વાયરલ કરવામાં આવી રહ્યો છે, તે મુંબઈમાં વર્ષ 2021માં આવેલા ચક્રવાતી તોફાન તાઉતે વખતનો છે. તે સમયે વાવાઝોડાએ મુંબઈમાં ભારે તબાહી મચાવી હતી.
- Claim Review : આ વીડિયો મુંબઈમાં તાજેતરમાં પડી રહેલા વરસાદનો છે.
- Claimed By : Kishanchand Israney
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.