X
X

Fact Check: 200 વર્ષ પૂરા થવા પર SBI નથી આપી રહી 1999 રૂપિયા, ફિશિંગ લિંક થઈ રહી છે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર SBIના નામે એક મેસેજ વાયરલ કરવામાં આવી રહ્યો છે. તેમાં SBIનો લોગો છે અને લખેલું છે કે 200 વર્ષ પૂરા થવા પર ભારતની જનતાને 1999 રૂપિયા આપવામાં આવી રહ્યા છે. પોસ્ટની સાથે એક લિંક પણ આપવામાં આવી છે.

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું છે કે SBIના નામે વાયરલ થઈ રહેલી લિંક નકલી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ભારતની જનતાને 1999 રૂપિયા આપી રહી નથી. સાયબર એક્સપર્ટે પણ આ લિંકને ફેક ગણાવી છે અને લિંક પર ક્લિક ન કરવાની સલાહ આપી છે.

શું છે વાયરલ પોસ્ટમાં?

ફેસબુક યુઝર ‘સોનુ કુમાર’એ 27 જુલાઈના રોજ વાયરલ પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં લખેલું છે કે, “200 વર્ષ પુરા થવા પર 1999 રૂપિયા મફત. SBIના 200 વર્ષ પૂરા થયા. આ ખુશીમાં સમગ્ર ભારતની જનતાના ખાતામાં 1999 ફ્રી. ખાતામાં પૈસા લેવા માટે નીચે ક્લિક કરો.” પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે.

વાયરલ પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

SBIના નામે વાયરલ થઈ રહેલા મેસેજની તપાસ માટે સૌથી પહેલા અમે ગૂગલ પર સર્ચ કર્યું. અમને દાવા સંબંધિત કોઈ જાણકારી ન મળી. અહીંથી અમે અમારી તપાસને આગળ વધારી. અમે SBIના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પર શોધવાનું શરૂ કર્યું. અમને અહીં પણ દાવા સંબંધિત કોઈપણ પોસ્ટ ન મળી.

તપાસમાં આગળ અમે SBIની સત્તાવાર વેબસાઇટની તપાસ કરી. ત્યાં અમને આવી કોઈ ઓફર મળી નથી. જો કંપની વતી આટલી મોટી ઓફર આપવામાં આવી હોત, તો ચોક્કસપણે તેના વિશે કોઈને કોઈ માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ હોત.

તપાસને આગળ વધારતા અમે પોસ્ટમાં આપવામાં આવેલી લિંકને ધ્યાનથી જોઈ. તેમાં SBI Rewards લખેલું છે, જ્યારે SBI પર આ પ્રકારની કોઈ જાણકારી મળી નથી. આનાથી આ લિંકના ફિશિંગ લિંક હોવાની શક્યતા વધી ગઈ છે.

આ પહેલીવાર નથી જ્યારે SBIના નામે ફેક પોસ્ટ વાયરલ કરવામાં આવી છે. ભૂતકાળમાં પણ આવી અનેક નકલી પોસ્ટ થઈ છે, જેની તપાસ વિશ્વાસ ન્યૂઝે કરી છે. તમે અમારી તે તમામ ફેક્ટ-ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો. આવી જ અન્ય ઘણી કંપનીઓ સાથે જોડાયેલ ફેક્ટ-ચેકને વિશ્વાસ ન્યૂઝની  વેબસાઈટ પર વાંચી શકાય છે.

અમે દિલ્હી પોલીસના સાયબર સલાહકાર કિસલય ચૌધરી સાથે સંપર્ક કર્યો. અમે તેમની સાથે તમામ પોસ્ટ શેર કરી. તેમણે વાયરલ લિંકને ફેક ગણાવી છે. તેમનું કહેવું છે કે લિંક પર ક્લિક કરવાથી તમારો પર્સનલ ડેટા ચોરી થઈ શકે છે.

અંતે અમે ફેક પોસ્ટ કરનાર યુઝરની તપાસ કરી. જાણવા મળ્યું કે 4 હજારથી વધુ લોકો યુઝરને ફોલો કરે છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં SBI તરફથી સમગ્ર ભારતની જનતાને 1,999 રુપિયા ફ્રીમાં આપવાનો વાયરલ દાવો ફેક નીકળ્યો. સાયબર એક્સપર્ટે સલાહ આપી છે કે આવી કોઈ લિંક પર ક્લિક ન કરો. 

  • Claim Review : 200 વર્ષ પૂરા થવા પર SBI આપી રહી છે 1999 રૂપિયા.
  • Claimed By : FB User- Sonu Kumar
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later