Fact Check: અક્ષય કુમારના 2017ના વીડિયોને મણિપુર પર આપવામાં આવેલી પ્રતિક્રિયાનો જણાવી કરાયો વાયરલ
- By: Pragya Shukla
- Published: Aug 10, 2023 at 04:04 PM
- Updated: Aug 10, 2023 at 04:08 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): મણિપુરમાં બનેલી ઘટનાને લઈને બોલિવૂડ સેલિબ્રિટીઓએ સોશિયલ મીડિયા પર પોતપોતાની પ્રતિક્રિયાઓ આપી છે. તેની સાથે જોડીને સોશિયલ મીડિયા પર અક્ષય કુમારનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. વીડિયોને શેર કરી દાવો કરવામાં આવી રહ્યો છે કે તેમણે વીડિયોને જાહેર કરીને મણિપુરમાં બનેલી ઘટનાને લઈને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો વર્ષ 2017નો છે. અક્ષય કુમારે 2017માં બેંગલુરુમાં બનેલી છેડતીની ઘટનાને લઈને આ વીડિયો જાહેર કર્યો હતો, જેને હવે ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે. જોકે, અક્ષય કુમારે મણિપુરની ઘટના પર પ્રતિક્રિયા આપતા તેને શરમજનક ગણાવી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર યુઝર ‘ચાર્લી (OMG2)‘એ 20 જુલાઈ 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે, “અક્ષય કુમાર મણિપુર હિંસા વિશે બોલી રહ્યા છે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
ફેસબુક યુઝર ‘ઈન્ડે ન્યૂઝ’એ 20 જુલાઈના રોજ આ વીડિયોને શેર કરતા કેપ્શનમાં લખ્યું છે, “મણિપુરની ઘટના પર અક્ષય કુમારનું નિવેદન.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે વીડિયોને ધ્યાનથી જોયો. અમને જાણવા મળ્યું કે વીડિયોમાં એક સમયે અક્ષય કુમાર બેંગલુરુ બોલતા જોવા મળી રહ્યા છે. આનાથી અમને વીડિયો જૂનો હોવાનું જાણવા મળ્યું.
તેના આધારે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ વીડિયો NDTVની સત્તાવાર YouTube ચેનલ પર 5 જાન્યુઆરી 2017ના રોજ અપલોડ થયેલો મળ્યો. ઉપલબ્ધ માહિતી અનુસાર, “નવા વર્ષ નિમિત્તે બેંગલુરુમાં બનેલી છેડતીની ઘટનાને લઈને ગુસ્સો વ્યક્ત કરતા તેમણે આ વીડિયો જાહેર કર્યો હતો.”
Times Now અને Zee ન્યૂઝે પણ વર્ષ 2017માં આ વીડિયોને આ જ જાણકારી સાથે શેર કર્યો હતો.
તપાસને આગળ વધારતા અમે ગૂગલ પર અન્ય કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. અમને આ ઘટના સાથે જોડાયેલો એક રિર્પોટ અમર ઉજાલાની વેબસાઈટ પર મળ્યો. રિર્પોટને 6 જાન્યુઆરી 2017ના રોજ પ્રકાશિત કરવામાં આવ્યો હતો. રિર્પોટ મુજબ, “બેંગલુરુમાં નવા વર્ષની ઉજવણી કરીને પરત ફરી રહેલી યુવતીની સાથે થયેલી છેડતીથી સમગ્ર દેશ હચમચી ગયો. દરેકે આ ઘટનાની આકરી ટીકા કરી. અહીં સુધી કે બોલિવૂડ સેલિબ્રિટીઓએ પણ તેની નિંદા કરીને તેને શરમજનક ગણાવી છે. બેંગલુરુમાં યુવતી સાથે છેડતીથી અક્ષય કુમારનું લોહી ઉકળી ગયું, કહ્યું- આનાથી સારા તો જાનવર છે.”
અક્ષય કુમારના ટ્વિટર એકાઉન્ટ પર સર્ચ કરવા પર અમને જાણવા મળ્યું કે, તેમણે મણિપુરની ઘટનાને લઈને 20 જુલાઈ 2023ના રોજ એક ટ્વિટ કરી લખ્યું છે કે “હું મણિપુરમાં મહિલાઓ વિરુદ્ધ હિંસાના વીડિયો જોઈને હચમચી ગયો, નફરત થવા લાગી છે. હું આશા રાખું છું કે ગુનેગારોને એટલી આકરી સજા મળશે કે કોઈ ફરી આવું જઘન્ય કૃત્ય કરવાનું વિચારશે પણ નહીં.”
વધુ માહિતી માટે અમે જાણીતા એન્ટરટેનમેન્ટ જર્નલિસ્ટ પરાગ છાપેકર સાથે સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે વાયરલ વીડિયો જૂનો છે. ઘણા વર્ષો પહેલા બેંગલુરુમાં બનેલી ઘટનાને લઈને આપવામાં આવેલી પ્રતિક્રિયાનો છે. જોકે, અક્ષય કુમારે મણિપુરની ઘટનાને લઈને ટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી છે.
આ પહેલા પણ આ વીડિયોને આકાંક્ષા દુબેના મોત સાથે જોડીને શેર કરવામાં આવ્યો છે. આ ફેક્ટ ચેક રિર્પોટને અહીં વાંચી શકાય છે.
અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર અક્ષય કુમારનો ફેન છે. પ્રોફાઈલ પરની મળતી માહિતી મુજબ તે કોલકાતાનો રહેવાસી છે. યુઝર સપ્ટેમ્બર 2021થી ટ્વિટર પર હાજર છે. 2,433 લોકો ટ્વિટર પર યુઝરને ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે અક્ષય કુમારનો વાયરલ વીડિયો વર્ષ 2017નો છે. અક્ષય કુમારે 2017માં બેંગલુરુમાં બનેલી છેડતીને લઈને આ વીડિયો જાહેર કર્યો હતો, જેને હવે ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : મણિપુર ઘટના પર અક્ષય કુમારનું નિવેદન
- Claimed By : ટ્વિટર યુઝર 'ચાર્લી (OMG2)'
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.