Fact Check: 150 વર્ષ પૂર્ણ થવા પર ટાટા કંપની નથી આપી રહી 2,999 રૂપિયા ફ્રી, ફિશિંગ લિંક થઈ રહી છે શેર
- By: Jyoti Kumari
- Published: Jul 31, 2023 at 12:31 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર ફ્રી ઓફરના નામે એવી ઘણી ફેક પોસ્ટ વાયરલ થતી રહે છે, જેને તમારી પર્સનલ માહિતી એકઠી કરવા અને છેતરપિંડી કરવા માટે શેર કરવામાં આવે છે. હવે આવી જ એક પોસ્ટ સોશિયલ મીડિયા પર વાયરલ કરવામાં આવી રહી છે. જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે 150 વર્ષ પૂરા થવા પર ટાટા કંપની ભારતના લોકોને 2,999 રૂપિયા બિલકુલ ફ્રી આપી રહી છે. આ પોસ્ટમાં એક લિંક પણ આપવામાં આવી છે.
વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ દાવો ખોટો નીકળ્યો. ટાટાના નામે વાયરલ થઈ રહેલી પોસ્ટ ખોટી છે. વાંચકોએ ભૂલથી પણ આવી લિંક પર ક્લિક ન કરવું જોઈએ. આવી લિંક્સ છેતરપિંડી માટે બનાવવામાં આવે છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક પેજ ‘Kaylie Sparks’એ (આર્કાઇવ્ડ વર્ઝન) 2 જુલાઈના રોજ રતન ટાટાના ફોટા સાથેની એક પોસ્ટ શેર કરી છે. વાયરલ પોસ્ટમાં લખ્યું છે, “150 વર્ષ પૂરા થવા પર ₹2,999 મફત.”
પોસ્ટની ઉપર લખેલું છે: ટાટાનો મોટો ધમાકો, સમગ્ર દેશની જનતાને 2,999 રૂપિયા બિલકુલ મફત. પૈસાને ખાતામાં લેવા માટે એક લિંક પણ આપવામાં આવી છે.
ફેસબુક પર ‘New Year Offer’ નામના ફેસબુક પેજે પણ એક પોસ્ટ શેર કરી છે, જેમાં જણાવવામાં આવ્યું છે કે ટાટાના 150 વર્ષ પૂરા થવા પર 2999 રુપિયા મફત આપવામાં આવી રહ્યા છે.
તપાસ
વાયરલ દાવાની તપાસ કરવા માટે અમે વાયરલ પોસ્ટને ધ્યાનથી જોઈ. આમાં આપવામાં આવેલ વેબસાઈટના યુઆરએલને જોતા ખબર પડે છે કે તે ટાટાની વેબસાઈટની લિંક નથી, પરંતુ અન્ય કોઈ અવિશ્વસનીય વેબસાઈટની લિંક છે. જ્યારે લિંક પર ક્લિક કર્યું ત્યારે ‘cashfire33.com‘નું પેજ પ્રદર્શિત થયું.
તપાસમાં આગળ અમે ટાટાની વેબસાઇટ પર ભારતની જનતાને 2999 રુપિયા આપવા વિશે સર્ચ કર્યું. ત્યાં અમને વાયરલ દાવા સંબંધિત કોઈ માહિતી નથી મળી. જો કંપની દ્વારા આટલી મોટી ઓફર આપવામાં આવી હોત, તો ચોક્કસપણે તેના વિશે કોઈને કોઈ માહિતી વેબસાઇટ પર ઉપલબ્ધ હોત. અમે ટાટાના સોશિયલ મીડિયા હેન્ડલ્સ પણ સર્ચ કર્યા. ત્યાં પણ વાયરલ દાવા સંબંધિત કોઈ પોસ્ટ મળી નથી.
આ પહેલા પણ Jio અને Tataના નામે અલગ-અલગ પ્રકારના ફેક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જેની વિશ્વાસ ન્યુઝે તપાસ કરી હતી. તમે અમારી ફેક્ટ ચેક સ્ટોરીને અહીં વાંચી શકો છો.
આ મામલે જાણવા માટે અમે ભારતીય સાયબર આર્મીના પ્રમુખ અને ભારતીય પોલીસના સાયબર ક્રાઈમ સલાહકાર કિસલય ચૌધરીનો સંપર્ક કર્યો. અમે તેમની સાથે તમામ પોસ્ટ શેર કરી. તેમણે કહ્યું ઠગો આવી લિંક ફ્રોડ કરવા માટે શેર કરે છે. ઘણી વખત તમારો ડેટા ચોરી કરવા માટે પણ આવી લિંક્સ બનાવવામાં આવે છે. આવી લિંક પર ક્લિક કરતા પહેલા તેની સંપૂર્ણ માહિતી લેવી જોઈએ. આ લિંક્સ નકલી છે, અસલી વેબસાઇટની નથી.
અંતે ફેક પોસ્ટ કરનાર પેજની તપાસ કરવામાં આવી. જાણવા મળ્યું કે 353 લોકો તેને ફોલો કરે છે. ફેસબુક પર આ પેજ 11 ફેબ્રુઆરી 2023 ના રોજ બનાવવામાં આવ્યું છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં ટાટા તરફથી સમગ્ર ભારતની જનતાને 2,999 રૂપિયા મફતમાં આપવાનો વાયરલ દાવો ફેક નીકળ્યો. કંપની તરફથી આવી કોઈ ઓફર આપવામાં આવી રહી નથી.
- Claim Review : ટાટાના 150 વર્ષ પૂરા થવા પર ₹2,999 મફત આપવામાં આવી રહ્યા છે.
- Claimed By : Kaylie Sparks
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.