X
X

Fact Check: કોંગ્રેસ પર નિશાન સાધતા જે.પી નડ્ડાના વીડિયોને એડિટ કરીને ખોટા સંદર્ભમાં કરાઈ રહ્યો છે વાયરલ

વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): સોશિયલ મીડિયા પર ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તેઓ પીએમ મોદી માટે વાંધાજનક વાતો કરતા જોવા મળી રહ્યા છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડા પીએમ મોદીની વિરુદ્ધ થઈ ગયા છે. એટલા માટે તેમણે પીએમ મોદીને લઈને આ નિવેદન આપ્યું છે.

વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો એડિટેડ છે. અસલી વીડિયોમાં જેપી નડ્ડાએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પીએમ મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરે છે. આ વીડિયોના એક ભાગને ખોટી રીતે એડિટ કરીને શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દુષ્પ્રચારના ઈરાદાથી માત્ર તે જ ભાગ બતાવવામાં આવ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસના નેતાના કથિત નિવેદનો વિશે વાત કરી રહ્યા છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ટ્વિટર યુઝર ‘ગિરીશ કુમાર’એ 26 જૂન, 2023ના રોજ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, “मोदी तुम नी* हो,मोदी तुम सां* हो, मोदी तुम बि* हो, मोदी तुम अनप* हो, मोदी तुम चा* वाला हो।”

પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જુઓ.

તપાસ

વીડિયોની સત્યતા જાણવા માટે અમે ભાજપની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સર્ચ કર્યું. અમને અસલી વીડિયો 25 જૂને અપલોડ થયેલો મળ્યો. અહીં આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વીડિયો ભાજપ સરકારના 9 વર્ષ પૂર્ણ થવા પર તેલંગાણાના નાગરકુર્નૂલ ખાતે આયોજિત એક કાર્યક્રમનો છે.

વીડિયોમાં 26.03 મિનિટથી જે.પી નડ્ડાને કહેતા સાંભળી શકાય છે, “આપણા પ્રધાનમંત્રીજીએ વિશ્વમાં ભારતને સ્થાપિત કરવામાં કોઈ કસર નથી છોડી. આજે વિશ્વમાં ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન કહે છે મોદી તમે બોસ છો. કોઈ કહે છે- તમે હીરો છો, તમે ગ્લોબલ લીડર છો. પહેલા ભારતમાંથી કોઈ અમેરિકા જતું હતું ત્યારે શું ચર્ચા થતી હતી આતંકવાદ, પાકિસ્તાન અને કાશ્મીર. અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી ગયા હતા. કોઈએ પાકિસ્તાનની ચર્ચા નથી કરી. દરેકે ભારતના વિકાસની જ ચર્ચા કરી. આ બદલાતું ભારત છે.”

પરંતુ જ્યારે આપણે કહીએ છીએ મોદી તમે બોસ છો, તમે હીરો છો, તમે ગ્લોબલ લીડર છો. ત્યારે આપણા કોંગ્રેસી ભાઈઓના પેટમાં મરોડ આવે છે, તેઓ કેવા શબ્દો વાપરે છે. આ પછી વાયરલ વીડિયોવાળા ભાગને સાંભળી શકાય છે.

અમને અસલી વીડિયો ભાજપના સત્તવાર ફેસબુક એકાઉન્ટ પર પણ 25 જૂન 2023ના રોજ શેર થયેલો મળ્યો.

વધુ જાણકારી માટે અમે યુપી ભાજપના પ્રવક્તા અવનીશ ત્યાગી સાથે સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, “વાયરલ વીડિયોને એડિટ કરીને ખોટા દાવાની શેર કરવામાં આવી રહ્યો છે. અન્ય રાજકીય પક્ષો પાર્ટી અને પીએમ મોદીની છબી ખરાબ કરવા માટે આવા વીડિયો શેર કરી રહ્યા છે. ”

અંતે અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જણવા મળ્યું કે યુઝરને 1661 લોકો ફોલો કરે છે. યુઝર 2012થી ટ્વિટર પર એક્ટિવ છે.

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે જેપી નડ્ડાનો વાયરલ વીડિયો એડિટેડ છે. અસલી વીડિયોમાં જે.પી નડ્ડાએ કોંગ્રેસ પાર્ટી પર નિશાન સાધતા કહ્યું હતું કે કોંગ્રેસના નેતાઓ પીએમ મોદી માટે વાંધાજનક શબ્દોનો ઉપયોગ કરે છે. આ વીડિયોના એક ભાગને એડિટ કરીને ખોટી રીતે શેર કરવામાં આવી રહ્યો છે. વાયરલ વીડિયોમાં દુષ્પ્રચારના ઈરાદાથી માત્ર તે જ ભાગ બતાવવામાં આવ્યો છે, જેમાં તેઓ કોંગ્રેસના નેતાના કથિત નિવેદનો વિશે વાત કરી રહ્યા છે.

  • Claim Review : ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પીએમ મોદી વિરુદ્ધ આપ્યું વાંધાજનક નિવેદન.
  • Claimed By : ટ્વિટર યુઝર 'ગિરીશ કુમાર'
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later