Fact Check : ગુજરાતી નાસ્તો ખાઈ રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓનો વાયરલ વીડિયો બે મહિના જૂનો
- By: Pragya Shukla
- Published: Jun 2, 2023 at 03:35 PM
વિશ્વાસ ન્યૂઝ (નવી દિલ્હી): અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઇટન્સને પાંચ વિકેટથી હરાવીને 5મી વખત IPLનું ટાઇટલ પોતાના નામે કરી લીધું. તેની સાથે જોડીને ખાખરા અને જલેબી ખાઈ રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓના એક વીડિયોને ઝડપથી સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી રહ્યો છે. વીડિયોને શેર કરીને યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વીડિયો IPLની ફાઈનલ મેચ પહેલાનો છે, જ્યારે વરસાદ આવ્યા બાદ ખેલાડીઓએ ગુજરાતી નાસ્તાનો આનંદ માણ્યો હતો.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો લગભગ બે મહિના જૂનો છે. તેને ફાઈનલ મેચ સાથે કોઈ લેવાદેવા નથી. માર્ચ 2023માં એક પ્રેક્ટિસ મેચ દરમિયાન આખી ટીમે ગુજરાતી નાસ્તો કર્યો હતો, જેના વીડિયોને હવે ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ટ્વિટર યુઝર ‘જતન આચાર્ય’એ 30 મે 2023ના રોજ અંગ્રેજીમાં કેપ્શનમાં લખ્યું છે, “ગુજરાતી નાસ્તો ફાફડા-જલેબી ખાઈને જ જીત્યું CSK.. છેલ્લા બોલ પર એક ગુજરાતી-જાડેજાએ મારી સિક્સર.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે .
તપાસ
વાયરલ વીડિયોની સત્યતા જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કરવાનું શરૂ કર્યું. આ દરમિયાન અમને વાયરલ વીડિયો ‘સ્પોર્ટ્સ ફીવર’ નામની એક યુટ્યુબ ચેનલ પર 30 માર્ચ 2023ના રોજ અપલોડ કરાયેલો મળ્યો. મળતી માહિતી મુજબ, વરસાદની ઋતુમાં મહેન્દ્રસિંહ ધોનીએ તેમની ટીમની સાથે મળીને ખાખરા અને જલેબી ખાધા.
અમર ઉજાલાની વેબસાઈટ પર 31 માર્ચ 2023ના રોજ પ્રકાશિત એક રિપોર્ટ મુજબ, “આ વીડિયો અમદાવાદની પ્રેક્ટિસ મેચ વખતનો છે, જ્યારે ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઇટન્સની વચ્ચે મેચ થવાની હતી. આ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમે વરસાદ દરમિયાન નાસ્તાનો આનંદ લીધો હતો. ટીમના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની પણ આ દરમિયાન ટીમની સાથે નાસ્તાની મજા માણતા જોવા મળ્યા હતા. ધોનીની સાથે ટીમ ફિઝિયો, દીપક ચહર, બેન સ્ટોક્સ, ડેવોન કોન્વે અને અન્ય ખેલાડીઓ પણ જોવા મળ્યા હતા. ચેન્નાઈના ખેલાડીઓ વરસાદની ઋતુમાં નાસ્તામાં જલેબી, ફાફડા, ગાંઠિયા ખાતા જોવા મળ્યા હતા.”
વિશ્વાસ ન્યૂઝને ચેન્નાઈ સુપર કિંગ્સના સત્તાવાર ઈન્સ્ટાગ્રામ અને ટ્વિટર એકાઉન્ટ્સ પર પણ આ વીડિયો 30 માર્ચના રાજ શેર થયેલો મળ્યો.
વધુ જાણકારી માટે અમે દૈનિક જાગરણના સ્પોર્ટ્સ એડિટર અભિષેક ત્રિપાઠી સાથે વાતચીત કરી. તેમણે આ દાવાનું ખંડન કરતા કહ્યું કે, “વાયરલ દાવો ભ્રામક છે. આ વીડિયો અમદાવાદનો છે. જોકે, ફાઇનલ મેચ વખતનો નથી. આ વીડિયો લગભગ બે મહિના જૂનો છે.”
તપાસના અંતે અમે વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરનાર યૂઝરના એકાઉન્ટને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝરને 9,798 લોકો ફોલો કરે છે. યુઝર 2013થી ટ્વિટર પર એક્ટિવ છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે ગુજરાતી નાસ્તો ખાઈ રહેલા ચેન્નાઈ સુપર કિંગ્સના ખેલાડીઓનો વાયરલ વીડિયો લગભગ બે મહિના જૂનો છે. તેને ફાઈનલ મેચ સાથે કોઈ લેવાદેવા નથી. માર્ચ 2023માં એક પ્રેક્ટિસ મેચ દરમિયાન આખી ટીમે ગુજરાતી નાસ્તો ખાધો હતો, જેને હવે ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : IPLની ફાઈનલ મેચ પહેલા ચેન્નાઈ સુપર કિંગ્સે ગુજરાતી નાસ્તો ખાધો
- Claimed By : ટ્વિટર યૂઝર જતન આચાર્ય
- Fact Check : Misleading
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.