Fact Check: 2000 રૂપિયાની નોટ બંધ થયા પછીનો નથી આ વીડિયો, વાયરલ દાવો ભ્રામક
- By: Pragya Shukla
- Published: May 31, 2023 at 05:25 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ 2000ની નોટને સર્ક્યુલેશનમાંથી પાછી ખેંચી લીધી છે, આ અંગેની જાહેરાત થયા બાદ તેની સાથે જોડાયેલી અનેક તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે 2000 રૂપિયાની નોટોના બંડલથી ભરેલા ટાયરનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોને શેર કરીને દાવો કરવામાં આવી રહ્યો છે કે પીએમ મોદીના આ નિર્ણય બાદ કાળું નાણું બહાર આવવા લાગ્યું છે. વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ વીડિયો લગભગ 4 વર્ષ જૂનો છે અને કર્ણાટક લોકસભા ચૂંટણી વખતનો છે. તેને તાજેતરના RBI સર્ક્યુલેશન સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો કર્ણાટક વિધાનસભા ચૂંટણીના નામે પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘બબલી ચૌરસિયા કીર્તિ’એ 20 મે, 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે કે, “2000ની નોટનો કમાલ, બે હજારની નોટ બહાર આવવા લાગી.” પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
અન્ય એક ફેસબુક યુઝર ‘રવિ રાજપૂત’એ 21 મે 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, ”બે હજારની નોટ બહાર આવવા લાગી છે અને ક્યાં ક્યાંથી આવી રહી છે ધ્યાનથી જુઓ… મોદીજીએ ગજબ કરી છે યાર” પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
ફેસબુક યુઝર પ્રવીણ ચૌહાણે 20 મે 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરીને કેપ્શનમાં લખ્યું છે, “RBIના નોટિફિકેશન પછી પહેલી રૂઝાન આવવા લાગી છે, તેથી આ કાર્યવાહી થઈ છે.”
તપાસ
વીડિયો અને આ પોસ્ટનું સત્ય જાણવા માટે અમે Google પર સંબંધિત કીવર્ડ્સ સાથે સર્ચ કર્યું. અમને આ વીડિયો HW News અંગ્રેજીના YouTube ચેનલ પર મળ્યો, જેને 21 એપ્રિલ 2019ના રોજ શેર કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, આ વીડિયો કર્ણાટકમાં વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણીનો છે. તે સમયે આવકવેરા વિભાગે દરોડા પાડીને 2.30 કરોડ રૂપિયા જપ્ત કર્યા હતા. આ પૈસા બેંગ્લોરથી શિવમોગા લઈ જવામાં આવી રહ્યા હતા.
અન્ય ન્યૂઝ રિપોર્ટ્સને અહીં વાંચી શકાય છે.
આ પહેલા પણ આ વીડિયો કર્ણાટક વિધાનસભા ચૂંટણીના નામે વાયરલ થઈ ચૂક્યો છે. તમે આ લિંક પર ક્લિક કરીને આ રિપોર્ટને વાંચી શકો છો.
વધુ જાણકારી માટે અમે કર્ણાટકના સ્થાનિક પત્રકાર યાસિર ખાનનો સંપર્ક કર્યો. તેઓએ અમને જણાવ્યું કે, વીડિયોને 2000 રૂપિયાના બંધ સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો લગભગ 4 વર્ષ જૂનો છે.
તપાસના અંતિમ તબક્કામાં અમે વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝર ‘બબલી ચૌરસિયા કીર્તિ’ના પેજને સ્કેન કર્યું. અમને જાણવા મળ્યું કે યુઝર ઉત્તર પ્રદેશનો છે. 5.4 હજાર લોકો યુઝરને ફોલો કરે છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે 2000 રૂપિયાની નોટોને લઈને RBIની જાહેરાત બાદ વાયરલ થઈ રહેલો વીડિયો 4 વર્ષ જૂનો છે અને તે કર્ણાટક લોકસભા ચૂંટણી વખતનો છે. તેને તાજેતરના આરબીઆઈના સરક્યુલેશન સાથે કોઈ લેવાદેવા નથી. આ વીડિયો કર્ણાટક વિધાનસભા ચૂંટણીના નામે પહેલા પણ વાયરલ થઈ ચૂક્યો છે.
- Claim Review : બે હજારની નોટ બંધ થયા પછી મળ્યું કાળું નાણું
- Claimed By : ફેસબુક યૂઝર બબલી ચોરસિયા કિર્તી
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.