Fact Check: યુવકને માર મારતા ટ્રાફિક પોલીસનો આ વીડિયો ગુજરાતનો નહીં પણ સંભાજીનગરનો છે
- By: Jyoti Kumari
- Published: May 31, 2023 at 04:51 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયાના વિવિધ પ્લેટફોર્મ પર એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક બાઇક સવારને ટ્રાફિક પોલીસકર્મી મારતા જોવા મળી રહ્યા છે. વીડિયોને શેર કરતા સોશિયલ મીડિયા યુઝર્સ દાવો કરી રહ્યા છે કે આ વાયરલ વીડિયો ગુજરાતનો છે. જ્યાં ટ્રાફિક પોલીસે બાઇક સવારને નિર્દયતાથી માર માર્યો હતો.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું છે કે વાયરલ વીડિયોને ભ્રામક દાવાની સાથે શેર કરવામાં આવી રહ્યો છે. આ વીડિયો મહારાષ્ટ્રના સંભાજીનગરમાં મે 2023ના રોજ બનેલી એક ઘટનાનો છે. વીડિયોને ગુજરાત સાથે કોઈ લેવાદેવા નથી. વીડિયોને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર Yuvraj Gulechaએ 24 મે 2023ના રોજ વાયરલ વીડિયોને શેર કરતા લખ્યું છે કે, “ગુજરાતના સુરતના પર્વત પાટિયા ઓવર બ્રિજની નીચે ટ્રાફિક પોલીસકર્મીઓની દાદાગીરી જુઓ. માર મારવાનો અધિકાર કોણે આપ્યો? એવું હોય તો ચલણ બનાવી દો, પરંતુ જ્યારે દેશમાં પોલીસવાળાના અધિકાર વધારવામાં આવે છે, ત્યારે તેઓ સામાન્ય માણસને આમ જ મારતા રહેશે.”
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
તપાસ
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની સત્યતા જાણવા માટે સૌથી પહેલા વાયરલ વીડિયોની કેટલીક કીફ્રેમ કાઢ્યા બાદ ગૂગલ રિવર્સ સર્ચ ઈમેજ ટૂલની મદદથી તપાસને આગળ વધારી. ઘણી વેબસાઈટ પર વીડિયો સાથે સંબંધિત સમાચાર મળ્યા. 20 મે 2023ના રોજ ABP Majhaની મરાઠી વેબસાઈટ પર પ્રકાશિત એક સમાચારમાં જણાવવામાં આવ્યું છે કે છત્રપતિ સંભાજીનગર શહેરમાં ટ્રાફિક પોલીસનો માર મારતો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો શહેરના ક્રાંતિ ચોકનો છે અને એક કાર ચાલકે આ બધુ પોતાના મોબાઈલમાં રેકોર્ડ કરી લીધું હતું. જેમાં સ્પ્લેન્ડર પર આવતા બાઇક સવારને ટ્રાફિક પોલીસકર્મી માર મારતા જોવા મળી રહ્યા છે. સમાચારમાં વાયરલ વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે.
સર્ચ દરમિયાન અમને વાયરલ વીડિયો સાથે સંબંધિત સમાચાર ન્યૂઝ 18ની વેરિફાઈડ યુટ્યુબ ચેનલ પર પણ મળ્યા. 20 મે 2023ના રોજ અપલોડ વીડિયોની સાથે આપવામાં આવેલી માહિતી અનુસાર, “મહારાષ્ટ્રના સંભાજીનગરમાં ટ્રાફિક પોલીસનો યુવકની સાથે મારપીટનો એક વીડિયો સામે આવ્યો છે, વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે એક ટ્રાફિક કોન્સ્ટેબલ પહેલા યુવકને થપ્પડ મારે છે અને પછી તેને લાત મારતા જોવા મળી રહ્યા છે. આ ઘટના મહારાષ્ટ્રના સંભાજીનગરના ક્રાંતિ ચોકની જણાવવમાં આવી રહી છે. હવે આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.”
લોકમત ટાઈમ્સની વેબસાઈટ પર 22 મે 2023ના રોજ પ્રકાશિત થયેલા સમાચારમાં વીડિયોના સ્ક્રીનશોટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આપવામાં આવેલી માહિત અનુસાર, “આ ઘટના છત્રપતિ સંભાજીનગરના ક્રાંતિ ચોકની જણાવવામાં આવી છે.”
વીડિયો સાથે સંબંધિત અન્ય સમાચારને અહીં વાંચી શકાય છે. વધુ માહિતી માટે અમે ગુજરાતી જાગરણ સુરતના રિપોર્ટર મયુર ઠાકુર સાથે સંપર્ક કર્યો. તેમની સાથે વાયરલ વીડિયો શેર કર્યો. તેઓએ અમને જણાવ્યું કે, “વીડિયો સુરતના નામે વાયરલ થયો છે, પરંતુ આ વીડિયો સુરતનો નથી.” તેમણે વધુમાં જણાવ્યું કે, સુરતમાં આ પ્રકારના કોઈપણ સમાચાર સામે આવ્યા નથી. જો આવી ઘટના અહીં બની હોત, તો તેઓને તેની જાણ જરુર થઈ હોત.
તપાસના અંતે અમે વાયરલ વીડિયોને ખોટા દાવાની સાથે શેર કરનાર યુઝરની પ્રોફાઇલને સ્કેન કરી. અમે જાણવા મળ્યું કે યુઝરને ફેસબુક પર 5 હજારથી વધુ લોકો ફોલો કરે છે. પ્રોફાઇલ પર આપવામાં આવેલી માહિતી મુજબ યુઝર સુરતનો રહેવાસી છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે, વાયરલ વીડિયોને લઈને કરવામાં આવી રહેલો દાવો ખોટો છે. નિર્દયતાથી યુવકને માર મારતા ટ્રાફિક પોલીસનો આ વીડિયો સંભાજીનગરના ક્રાંતિ ચોકનો છે. વાયરલ વીડિયોને ગુજરાતનો જણાવીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહ્યો છે.
- Claim Review : ગુજરાત સુરત પર્વત પાટિયા ઓવરબ્રિજ નીચે ટ્રાફિક પોલીસની દાદાગીરી.
- Claimed By : ફેસબુક યૂઝર -Yuvraj Gulecha
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.