Fact Check: પીએમ મોદી અને સાઉદી અરેબિયાના સુલતાનની તસવીરોને એડિટ કરીને બનાવાયો છે ફેક ફોટો
- By: Abhishek Parashar
- Published: May 31, 2023 at 04:42 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): નવા સંસદ ભવનના ઉદ્ઘાટન પછી સોશિયલ મીડિયા પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીની એક તસવીર શેર કરવામાં આવી રહી છે. આમાં તેઓ કોઈ વ્યક્તિને પગે લાગી રહ્યા છે.
વિશ્વાસ ન્યૂઝને તેની તપાસમાં જાણવા મળ્યું કે વાયરલ તસવીર એડિટેડ છે. વાસ્તવમાં 2013માં જ્યારે ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભનું આયોજન કરવામાં આવ્યું હતું, ત્યારે નરેન્દ્ર મોદી વરિષ્ઠ ભાજપ નેતા લાલકૃષ્ણ અડવાણીને પગે લાગ્યા હતા. તે તસવીરને એડિટ કરીને શેર કરવામાં આવી રહી છે.
શું છે વાયરલ પોસ્ટમાં?
વિશ્વાસ ન્યૂઝના વોટ્સએપ ટિપલાઈન નંબર +91 9599299372 પર યુઝરે આ વાયરલ તસવીરને મોકલીને તેની સત્યતા જણાવવાનો અનુરોધ કર્યો છે.
તપાસ
વાયરલ તસવીરની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા ગૂગલ રિવર્સ ઈમેજનો સહારો લીધો. જેમાં અમને જાણવા મળ્યું કે આના જેવી જ એક તસવીર 2022માં પણ વાયરલ થઈ ચૂકી છે. ફેસબુક યુઝર ‘રાજીવ કુમાર’એ 10 ઓગસ્ટ 2022ના રોજ પીએમ મોદીની એક તસવીર પોસ્ટ કરી હતી, જે વાયરલ તસવીર જેવી જ છે. તેમાં પીએમ મોદીને સોનિયા ગાંધીના ચરણ સ્પર્શ કરતા બતાવવામાં આવ્યા હતા.
આ અંગે વધુ સર્ચ કરવા પર અમને 26 સપ્ટેમ્બર 2013ના રોજ ફર્સ્ટ પોસ્ટમાં પ્રકાશિત થયેલ રિર્પોટ મળ્યો. આમાં વાયરલ તસવીર જેવી જ તસવીરને જોઈ શકાય છે. આ તસવીરમાં પીએમ મોદી વરિષ્ઠ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને પગે લાગતા જોવા મળી રહ્યા છે. રિર્પોટ અનુસાર, “ભોપાલમાં ભાજપના કાર્યકર્તાઓના મહાકુંભમાં નરેન્દ્ર મોદી તેમના ગુરુ અને પાર્ટીના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીને પગે લાગ્યા હતા. તે સમયે અડવાણી ક્યાંક બીજે જોઈ રહ્યા હતા.”
ત્રણેય તસવીરોને ધ્યાનથી જોતાં ખબર પડે છે કે વાયરલ તસવીરોમાં પીએમ મોદીની સાથે સાઉદી અરેબિયાના સુલતાન અને સોનિયા ગાંધી છે, જ્યારે અસલ તસવીરમાં લાલકૃષ્ણ અડવાણી છે.
ધ ક્વિન્ટમાં 4 એપ્રિલ 2016ના રોજ પ્રકાશિત રિર્પોટ મુજબ, “ભાજપે એક પત્રકાર વિરુદ્ધ કેસ નોંધાવ્યો છે. તેમણે એક એડિટેડ તસવીર ટ્વીટ કરી હતી, જેમાં પીએમ મોદી સાઉદીના સુલતાનને પગે લાગતા જોવા મળી રહ્યા છે. બાદમાં તે ટ્વીટ ડિલીટ કરી દેવામાં આવ્યું હતું. ભાજપના સાંસદ મહેશ ગિરીએ પણ આ મામલો ઉઠાવ્યો હતો. આ મામલે વિવાદ વધતા પત્રકારે સ્પષ્ટતા કરી હતી કે તેમણે માત્ર આ તસવીરની પુષ્ટિ કરવા માટે ટ્વીટ કર્યું હતું, પીએમ પર નિશાન સાધવા માટે નહીં. આ પછી પત્રકારે આ માટે માફી પણ માંગી હતી.
આ પછી અમે સાઉદી અરેબિયાના સુલતાનની તસવીરને પણ ગૂગલ રિવર્સ ઈમેજ દ્વારા સર્ચ કરી. 5 માર્ચ 2015ના રોજ tribune.com.pk વેબસાઇટ પર આવી જ એક તસવીર જોવા મળી. જેમાં સાઉદી અરેબિયાના સુલતાનને પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની સાથે જોઈ શકાય છે. તેમાં કેપ્શનમાં લખ્યું છે, “વડાપ્રધાન નવાઝ શરીફ અને સાઉદી કિંગ સલમાન રિયાદના એરપોર્ટ પર.” તેનો મતલબ બે અલગ-અલગ ફોટાને જોડીને એક ફેક ફોટો બનાવવામાં આવ્યો હતો.
આ વિશે વધુ જાણકારી માટે અમે ભાજપના રાષ્ટ્રીય પ્રવક્તા વિજય સોનકર શાસ્ત્રી સાથે સંપર્ક કર્યો. તેમનું કહેવું છે, “આ તસવીર ફેક છે.”
વિશ્વાસ ન્યૂઝ પહેલા પણ આ એડિટેડ તસવીરોની તપાસ કરી ચૂક્યું છે. ફેક્ટ ચેક રિર્પોટને અહીં વાંચી શકાય છે.
નિષ્કર્ષઃ પીએમ મોદી અને સાઉદી અરેબિયાના સુલતાન સલમાનની તસવીરોને જોડીને બનાવવામાં આવેલ ફેક ફોટો વાયરલ થઈ રહ્યો છે. પીએમ મોદીની સાથે સોનિયા ગાંધીનો ફોટો પણ એડિટેડ છે. અસલી તસવીરમાં પીએમ મોદી વરિષ્ઠ ભાજપના નેતા લાલકૃષ્ણ અડવાણીને પગે લાગ્યા હતા.
- Claim Review : પીએમ મોદીએ સાઉદી અરેબિયાના સુલતાનના ચરણ સ્પર્શ કર્યા.
- Claimed By : Whatsapp Tipline
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.