Fact Check: ‘જો અમારી સરકાર પડી તો આખા દેશમાં આગ લગાવી દઈશ’, CM યોગીના નામે વાયરલ નિવેદન બનાવટી અને ફેક
- By: Jyoti Kumari
- Published: May 23, 2023 at 01:18 PM
- Updated: May 23, 2023 at 01:23 PM
નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): સોશિયલ મીડિયા પર એક ન્યૂઝ ચેનલની બ્રેકિંગ પ્લેટના સ્ક્રીનશોટ દ્વારા ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નામથી વિવાદાસ્પદ નિવેદનને વાયરલ કરવામાં આવી રહ્યું છે. દાવો કરવામાં આવી રહ્યો છે કે યોગી આદિત્યનાથે તેમની સરકારને તોડી પાડવાની કોશિશ કરનારાઓને કડક ચેતવણી આપી છે.
વિશ્વાસ ન્યૂઝે વાયરલ પોસ્ટની તપાસ કરી. દાવો ખોટો સાબિત થયો. વાસ્તવમાં ગુજરાતી ન્યૂઝ ચેનલ ‘મંતવ્ય ન્યૂઝ’ના ગ્રાફિક પ્લેટને એડિટ કરીને ખોટા દાવા સાથે શેર કરવામાં આવી રહી છે. યોગી આદિત્યનાથના નામે વાયરલ થઈ રહેલું આ નિવેદન બનાવટી અને ફેક છે. આ દાવા સાથે વાયરલ થઈ રહેલી તસવીર એડિટિંગની મદદથી દુષ્પ્રચારના ઈરાદાની સાથે તૈયાર કરવામાં આવી છે.
શું થઈ રહ્યું છે વાયરલ?
ફેસબુક યુઝર ‘બિજય બિહારી મોહંતી’એ 16 મેના રોજ વાયરલ ગ્રાફિકને શેર કર્યું છે. સ્ક્રીનશૉટમાં લખ્યું છે, “જો અમારી સરકાર પડી તો હું આખા દેશને આગ લગાવી દઈશ- યોગી આદિત્યનાથ.” ગ્રાફિકના નીચેના ભાગમાં લખ્યું છે, ‘યોગી આદિત્યનાથ કાનપુરથી LIVE’
પોસ્ટની આર્કાઇવ લિંકને અહીં જોઈ શકાય છે.
તપાસ
વાયરલ સ્ક્રીનશોટની તપાસ કરવા માટે સૌ પ્રથમ અમે ગૂગલ ઓપન સર્ચનો ઉપયોગ કર્યો. અમે સંબંધિત કીવર્ડ્સ સાથે Google પર સર્ચ કર્યું. અમને વાયરલ દાવા સાથે જોડાયેલા કોઈપણ વિશ્વસનીય મીડિયા રિપોર્ટ મળ્યા નથી. તપાસને આગળ વધારતા અમે વાયરલ બ્રેકિંગ પ્લેટને ધ્યાનથી જોઈ. તેમાં જોડણીની ઘણી બધી ભૂલો છે અને ટીવી સ્ક્રીનના રંગોમાં પણ તફાવત છે. આનાથી તે ફેક હોવાની શંકા જાય છે.
બ્રેકિંગ પ્લેટની ઉપર કોઈ ચેનલનો લોગો લાગેલો છે. જેમાં ‘મંતવ્ય ન્યૂઝ’ લખેલું છે. અમે મંતવ્ય ન્યૂઝની વેબસાઈટને સર્ચ કરી. અમને વાયરલ દાવા સાથે સંબંધિત કોઈ સમાચાર નથી મળ્યા. તપાસમાં આગળ અમે મંતવ્ય ન્યૂઝના સોશિયલ મીડિયા હેન્ડલને પણ સર્ચ કર્યું . ત્યાં પણ અમને આવી કોઈ પોસ્ટ મળી નથી.
અમે ગૂગલ પર એ જ નામથી સર્ચ કર્યું. અમને જાણવા મળ્યું કે આ ચેનલ માત્ર ગુજરાતી ભાષામાં જ કામ કરે છે. પરંતુ વાયરલ બ્રેકિંગ પ્લેટના ફોન્ટ હિન્દીમાં છે, જેનાથી સ્પષ્ટ થાય છે કે વાયરલ પોસ્ટ એડિટેડ છે.
તપાસને આગળ વધારતા અમે મંતવ્ય ન્યૂઝ સાથે સંપર્ક કર્યો. તેમણે અમને કહ્યું, ”અમે ગુજરાતી ભાષામાં સમાચાર લખીએ છીએ. આવા કોઈ સમાચાર અમારા અહીં ચલાવવામાં આવ્યા નથી.”
તપાસના અંતે અમે પોસ્ટને શેર કરનાર યુઝરનું સ્કેનિંગ કર્યું. તપાસમાં જાણવા મળ્યું કે યુઝર ભુવનેશ્વરનો રહેવાસી છે. યુઝરને 1 હજારથી વધુ લોકો ફોલો કરે છે.
આ પહેલા એક પાકિસ્તાની પત્રકારની જૂની વાયરલ ક્લિપને શેર કરી દાવો કરવામાં આવ્યો હતો કે પાકિસ્તાની મીડિયામાં યોગી આદિત્યનાથને લઈને ભયનું વાતાવરણ છે. અમને અમારી તપાસમાં આ દાવો ફેક હોવાનું જાણવા મળ્યું, જેના ફેક્ટ ચેક રિપોર્ટને અહીં વાંચી શકાય છે.
નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ બ્રેકિંગ પ્લેટ એડિટેડ હોવાનું જાણવા મળ્યું. સીએમ યોગી આદિત્યનાથનું વાયરલ કરવામાં આવી રહેલું કથિત નિવેદન પણ ફેક છે. ગુજરાતી ન્યૂઝ ચેનલ ‘મંતવ્ય ન્યૂઝ’ની બ્રેકિંગ પ્લેટને એડિટ કરીને ખોટા દાવા સાથે વાયરલ કરવામાં આવી રહી છે.
- Claim Review : યોગી આદિત્યનાથે સરકાર પડવા પર દેશમાં આગ લગાવવાની ધમકી આપી.
- Claimed By : Bijay Bihari Mohanty
- Fact Check : False
Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!
Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.