X
X

Fact Check: બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ દિલ્હીમાં વિરોધ પ્રદર્શન યથાવત્, તસવીર ખોટા દાવાની સાથે વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): દિલ્હીના જંતર-મંતર પર પહેલવાનોનું વિરોધ પ્રદર્શન ચાલુ છે. આ વચ્ચે સોશિયલ મીડિયા પર એક તસવીરને વાયરલ કરીને જુઠ્ઠાણું ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ તસવીરમાં બજરંગ પુનિયા, વિનેશ ફોગાટ અને સંગીતા ફોગાટને જોઈ શકાય છે. સોશિયલ મીડિયા પર કેટલાક યુઝર્સ આ તસવીરને વાયરલ કરીને વ્યંગાત્મક રીતે એ ફેલાવવાનો પ્રયાસ કરી રહ્યા છે કે પહેલવાનોએ તેમની હડતાળ સમેટી લીધી છે. વિશ્વાસ ન્યૂઝે વાયરલ દાવાની તપાસ કરી. તે ફેક હોવાનું સામે આવ્યું. યુપીની કૈસરગંજ સીટના ભાજપ સાંસદ અને રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાના પ્રમુખ બ્રિજભૂષણ શરણ સિંહ વિરુદ્ધ પહેલવાનોનું વિરોધ પ્રદર્શન હજુ પણ ચાલુ છે. વાયરલ તસવીર ખોટી રીતે શેર કરવામાં આવી રહી છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર આનંદ વર્માએ 7 મેના રોજ એક તસવીરને પોસ્ટ કરીને લખ્યું, “અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના! જીજા સાલી સંઘર્ષ સમિતિ સમાપ્ત!!”

પોસ્ટના કન્ટેન્ટને અહીં જેમ છે તેમ જ લખવામાં આવ્યું છે. તેને સાચું માનીને અન્ય યુઝર્સ પણ વાયરલ કરી રહ્યા છે. પોસ્ટના આર્કાઇવ વર્ઝન ને અહીં જોઈ શકાય છે.

તપાસ

વાયરલ તસવીરનું સત્ય જાણવા માટે સૌથી પહેલા ગૂગલ રિવર્સ સર્ચ ઇમેજ ટૂલનો ઉપયોગ કર્યો. સર્ચ દરમિયાન આ તસવીર ઘણી ન્યૂઝ વેબસાઈટ પર મળી. Hindustantimes.com પર 29 એપ્રિલે પ્રકાશિત એક સમાચારમાં આ તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ તસવીરમાં નીચે પીટીઆઈ લખવામાં આવ્યું હતું. તેમાં કહેવામાં આવ્યું છે કે આ તસવીરમાં બજરંગ પુનિયા અને સંગીતા ફોગાટ છે. આ તસવીર 28 એપ્રિલ 2023ના રોજ ક્લિક કરવામાં આવી હતી.

સર્ચ દરમિયાન ધ ક્વિન્ટની વેબસાઈટ પર પણ વાયરલ તસવીર મળી આવી. તેને 29 એપ્રિલના રોજ પબ્લિશ કરવામાં આવી હતી. આ તસવીરની સાથે ક્યાંય એવું લખવામાં આવ્યું નથી કે પહેલવાનોની હડતાળ પૂરી થઈ ગઈ છે.

વિશ્વાસ ન્યૂઝે વાયરલ તસવીરને લઈને પહેલવાનોના પ્રદર્શને કવર કરનારા દિલ્હી દૈનિક જાગરણના ડેપ્યુટી ચીફ રિપોર્ટર શનિ શર્માનો સંપર્ક કર્યો. તેમણે અમને જણાવ્યું કે, “જંતર-મંતર પર ધરણા હજુ પણ ચાલુ છે.”

તપાસના અંતિમ તબક્કામાં ફેક પોસ્ટ કરનાર ફેસબુક યુઝર આનંદ વર્માના એકાઉન્ટની તપાસ કરવામાં આવી. સોશિયલ સ્કેનીંગમાં જાણવા મળ્યું કે યુઝરની સાથે 1.6 હજાર લોકો જોડાયેલા છે. આ એકાઉન્ટને સપ્ટેમ્બર 2012ના રોજ બનાવવામાં આવ્યું હતું.

વિશ્વાસ ન્યૂઝે તપાસના આગલા તબક્કામાં બજરંગ પુનિયાના ટ્ટિવર હેન્ડલ ચેક કર્યું. ત્યા પહેલવાનોના ધરણાને લઈને સતત પોસ્ટ અપડેટ થઈ રહી છે. 9 મેના રોજ પણ એક વીડિયોને પોસ્ટ કરવામાં આવ્યો હતો. જેને નીચે જોઈ શકાય છે.

https://twitter.com/BajrangPunia/status/1655746857602109443

નિષ્કર્ષ: વિશ્વાસ ન્યૂઝની તપાસમાં વાયરલ પોસ્ટ ફેક સાબિત થઈ. પહેલવાનોના પ્રદર્શન સાથે જોડાયેલી એક તસવીરને ખોટા દાવાની સાથે વાયરલ કરીને ભ્રમ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

  • Claim Review : જંતર મંતર પર પહેલવાનોના ઘરણા ખતમ
  • Claimed By : ફેસબુક યૂઝર આનંદ વર્મા
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later