X
X

Fact Check: શિરડી સાંઈ ટ્રસ્ટે હજ કમિટીને નથી આપ્યું કોઈ દાન, ખોટો દાવો વાયરલ

નવી દિલ્હી (વિશ્વાસ ન્યૂઝ): શિરડી સાંઈ ટ્રસ્ટના નામે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ વાયરલ થઈ રહી છે. આમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે શિરડી સાંઈ ટ્રસ્ટે હજ કમિટીને 35 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જ્યારે રામ મંદિરને એક પણ રૂપિયાનું દાન આપ્યું નથી. કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સ તેને શેર કરીને સાંપ્રદાયિક રંગ આપી રહ્યા છે.

વિશ્વાસ ન્યૂઝને તપાસમાં જાણવા મળ્યું કે સોશિયલ મીડિયા પર વાયરલ દાવો ખોટો છે. શિરડી સાંઈ ટ્રસ્ટે ન તો હજ કમિટીને કોઈ દાન આપ્યું છે અને ન તો રામ મંદિરને કોઈ દાન આપ્યું છે. તેને સાંપ્રદાયિક રંગ આપીને ખોટો દાવો કરવામાં આવી રહ્યો છે.

શું થઈ રહ્યું છે વાયરલ?

ફેસબુક યુઝર ‘પીડી અગ્રવાલ‘ (આર્કાઇવ લિંક)એ 5 મેના રોજ એક પોસ્ટમાં લખ્યું, “શિરડી સાંઈ ટ્રસ્ટે હજ કમિટીને 35 કરોડનું દાન આપ્યું, રામ મંદિરને એક રૂપિયો પણ નહીં. સાંઈ ભક્ત હિન્દુઓને હાર્દિક અભિનંદન.”

તપાસ

શિરડી સાંઈ ટ્રસ્ટને લઈને કરવામાં આવી રહેલા દાવાની તપાસ કરવા માટે અમે સૌથી પહેલા કીવર્ડથી આ વિશે ગૂગલ પર સર્ચ કર્યું, પરંતુ અમને આવા કોઈ સમાચાર નથી મળ્યા, જેનાથી વાયરલ દાવાની પુષ્ટી થઈ શકે.

સર્ચમાં અમને એબીપીની યુટ્યુબ ચેનલ પર 27 માર્ચ, 2020ના રોજ અપલોડ કરવામાં આવેલ એક વીડિયો ન્યૂઝ મળ્યા. એવું કહેવામાં આવ્યું છે કે શિરડી સાંઈ ટ્રસ્ટે મહારાષ્ટ્ર સરકારને 51 કરોડ રૂપિયાનું દાન આપવાની જાહેરાત કરી છે. કોવિડ મહામારી સામે લડવા માટે ટ્રસ્ટ આ આર્થિક મદદ આપશે.

આ પછી અમે શિરડી સાંઈ ટ્રસ્ટના સોશિયલ મીડિયા હેન્ડલ્સ ફેસબુક, ટ્વિટર અને ઇન્સ્ટાગ્રામ પર પણ સર્ચ કર્યું, પરંતુ આવી કોઈ પોસ્ટ નથી મળી, જેનાથી આ વાયરલ પોસ્ટ સાચી સાબિત થઈ શકે. શિરડી સાઈ ટ્રસ્ટની વેબસાઇટ પણ પણ અમને આવી કોઈ જાણકારી નથી મળી.

આની વધુ પુષ્ટી માટે અમે શિરડી સાંઈ ટ્રસ્ટના જનસંપર્ક અધિકારી તુષાર સુદમ શેલ્કે સાથે વાત કરી. તેમનું કહેવું છે કે, ”સંસ્થાએ કોઈને દાન આપ્યું નથી. હજ કમિટીને દાન આપવાની વાત ખોટી છે. રામ મંદિરે ન તો ટ્રસ્ટ સાથે સંપર્ક કર્યો છે કે ન તો કોઈ દાન આપવામાં આવ્યું છે. સંસ્થા આવી ખોટી પોસ્ટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરશે.”

શિરડી સાંઈ ટ્રસ્ટને લઈને પહેલા પણ ખોટા દાવા વાયરલ થઈ ચૂક્યા છે. ડિસેમ્બર 2019માં એવો દાવો કરવામાં આવ્યો હતો કે ટ્રસ્ટે રામ મંદિરના નિર્માણ માટે પૈસા આપવાની ના પાડી દીધી છે. વિશ્વાસ ન્યૂઝની તપાસમાં આ પોસ્ટ ફેક હોવાનું સાબિત થયું હતું. તે સમયે પણ ટ્રસ્ટે આ દાવાને ખોટો ગણાવ્યો હતો.

અમે ફેક પોસ્ટ કરનાર ફેસબુક યુઝર પીડી અગ્રવાલની પ્રોફાઈલ સ્કેન કરી. ડિસેમ્બર 2015થી ફેસબુક પર એક્ટિવ યુઝરના લગભગ 2400 ફ્રેન્ડ્સ છે. તેમણે દિલ્હી યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે.

નિષ્કર્ષ: શિરડી સાંઈ ટ્રસ્ટે હજ સમિતિને કોઈ દાન આપ્યું નથી. સંસ્થાએ રામ મંદિર માટે પણ કોઈ દાન આપ્યું નથી. સોશિયલ મીડિયા પર સાંપ્રદાયિક રંગ સાથે ફેક પોસ્ટ શેર કરવામાં આવી રહી છે. ટ્રસ્ટે આવી ફેક પોસ્ટ કરનારાઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત કરી છે.

  • Claim Review : શિરડી સાંઈ ટ્રસ્ટે હજ કમિટીને 35 કરોડ રૂપિયાનું દાન આપ્યું છે, જ્યારે રામ મંદિર માટે એક પણ રૂપિયો દાનમાં આપવામાં આવ્યો નથી.
  • Claimed By : FB User-પીડી અગ્રવાલ
  • Fact Check : False
False
Symbols that define nature of fake news
  • True
  • Misleading
  • False

Know the truth! If you have any doubts about any information or a rumor, do let us know!

Knowing the truth is your right. If you feel any information is doubtful and it can impact the society or nation, send it to us by any of the sources mentioned below.

ટેગ્ઝ

Post your suggestion

No more pages to load

સબંધિત લેખ

Next pageNext pageNext page

Post saved! You can read it later